________________
શ્લોક-૪૭
૧૧૫ ગઈ છે. આહાહા ! આવું છે. જેથી અખંડ-અબંધ સ્વભાવની બુદ્ધિ થઈ–ભેદજ્ઞાન અંતરમાં થયું, તો તેથી રાગના કર્તાકર્મની પ્રવૃત્તિ અથવા મતિજ્ઞાન, (શ્રુતજ્ઞાન) આદિ ભેદની પ્રવૃત્તિ છૂટી ગઈ, અને કર્મબંધન પણ છૂટી ગયું! કહો, સમજાણું આમાં? આવું છે આ!
ભાવાર્થ :- “કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો.” શું કહે છે? જે નવું બંધન થતું હતું એ તો અજ્ઞાનથી (થતું હતું) અજ્ઞાનથીનો અર્થ? કે જે વસ્તુ અખંડજ્ઞાયક સ્વરૂપ, ચૈતન્ય બ્રહ્મ, જિનસ્વરૂપ, એનું અજ્ઞાન–એનું જ્ઞાન ન હતું. આહાહાહા ! જિનરૂપી અબંધ સ્વભાવી-મુક્તસ્વરૂપ ભગવાન (આત્મા) એનું જ્ઞાન નહોતું- અજ્ઞાનના કારણે કર્મબંધન હતું ને કર્તાકર્મની પ્રવૃત્તિ હતી -રાગનો કર્તા ને રાગનું કર્મ, એ પ્રવૃત્તિ ત્યાં રહી, (પણ) એ વસ્તુ (આત્મા) છે નહીં. આહાહા ! બહુ ઝીણું!
હવે જ્યારે ભેદભાવને, હવે જ્યારે ભેદભાવને પર્યાયથી ભિન્ન થઈને, અભેદભાવને પ્રાપ્ત કર્યો અને પરપરિણતિને દૂર કરીને રાગને દૂર કરીને, અરાગી સ્વભાવનો અનુભવ-દષ્ટિ થઈ, એકાકાર જ્ઞાન પ્રગટ થયું, ભેદ પણ છૂટી ગયા ને રાગ પણ છૂટી ગયો. આહાહા ! એકાકાર શાકભાવ એક સ્વરૂપી પ્રભુ દેષ્ટિમાં આવ્યો! ઝીણી વાતો છે. ગમે તેટલી હળવી ભાષા કરે તો પણ એનાં ભાવ રહીને એમ થાય ને! એ ભાવ સચવાઈને ભાષા હળવી થાયને ! ભાવને કાંઈ મોળા પાડીને ભાષા થાય છે? આહાહા ! “ત્યારે પછી હવે બંધ શા માટે હોય?” અર્થાત્ ન હોય. અહીં સમ્યગ્દષ્ટિને (નિજાત્માનું) ભાન થયું એ અપેક્ષાએ વાત છે, અસ્થિરતાનો બંધ છે એને અહીંયા ગણવામાં આવ્યો નથી. આહાહાહા !
અહીં તો અખંડ જ્ઞાયક-અબંધસ્વરૂપી પ્રભુ વીતરાગ સ્વરૂપ અરૂપી-અબંધ મુક્તસ્વરૂપીજ્ઞાયકસ્વરૂપી, એવો જે ભેદ અને રાગની પ્રવૃત્તિથી ભિન્ન થઈને અનુભવ થયો, ત્યાં રાગની પ્રવૃત્તિ ને બંધ કેમ હોય ? આહાહા! આવો મારગ છે. આમાં ધંધા આડે એક તો નવરાશ ન મળે અને સાંભળવા મળે તો પછી બહારની બધી પ્રવૃત્તિ આ કરોને આ કરો-આ કરો અને જે એની દૃષ્ટિમાં (અભિપ્રાયમાં) છે એની વાતું કરે, દૃષ્ટિમાં તો પર્યાય ને રાગ છે અનાદિથી, આહાહા ! ( એમાં) એને સૂઝ પડે! ત્યાં પર્યાય ને રાગ સૂઝે છે. ત્યાં રાગ કરવો (ઇચ્છા કરવી) ને આ કરો ને આ કરો ને આ કરો ! એમાં રોકાઈ ગયો, અને પર્યાય ને રાગથી ભિન્ન, (આત્મ) દ્રવ્ય ને વીતરાગી સ્વભાવ, એ તો દેષ્ટિમાં ઓઝલ થઈ ગયો! આહાહાહા ! આવી વાત છે બાપુ, શું થાય! આહાહા! એ શ્લોકનો અર્થ થયો.