________________
શ્લોક-૪૭
૧૧૩
છોડીને, ત્રિકાળી જ્ઞાયકભાવ ઉ૫૨ દૃષ્ટિ કરવાથી અખંડ જ્ઞાયકભાવ પ્રતીતમાં ( અનુભવમાં ) આવે છે, એને કર્મબંધન છૂટી જાય છે ને કર્તાકર્મની પ્રવૃત્તિ હોતી નથી, કહો સમજાણું આમાં ? આહાહા ! આવી વાત પહેલી સાંભળવી કઠણ પડે ! પરિચય કરે, સમજે તો સમજાય એવી ચીજ છે. પોતે જ્ઞાનપિંડ છે ને ! એ તો સમજણનો પિંડ છે એ શાયકભાવ એકલો જ્ઞાન૨સથી ભરેલોપરિપૂર્ણ જ્ઞાન૨સથી ભરેલો ભગવાન (આત્મા), એની અંતરના સત્ત્વની, સત્ એવો જે આત્મા તેનું સત્ત્વ એકલું શાયકભાવ૨સ તેના ઉપર દૃષ્ટિ પડતાં તેની પર્યાય બુદ્ધિ-રાગબુદ્ધિ છૂટી જાય છે. સમજાણું કાંઇ... ? કહો, પુનાતર ? આવી વાતું છે. આહાહાહા !
એનો કૌંસ હવે, એ શબ્દાર્થ કર્યો ને ! કૌંસમાં નીચે (જુઓ !)
શેયોના નિમિત્તથી જાણવાના નિમિત્તથી, જે આત્મામાં ખંડ ખંડ થાય તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો-પર્યાયમાં ક્ષયોપશમરૂપ અવસ્થાથી ખંડ ખંડ જ્ઞાન એ આકા૨ો પ્રતિભાસમાં આવતા હતા, શું કહે છે? શેયના નિમિત્તથી ખંડખંડ ભેદ અને ક્ષયોપશમની જ્ઞાનની પર્યાયમાં (જે ) ખંડખંડ પોતાને કા૨ણે થતા હતા, એ ખંડખંડ જ્ઞાન, લક્ષમાં અનાદિથી હતું અર્થાત્ એ પર્યાય જે છે ખંડવાળી, એનાં ઉ૫૨ દૃષ્ટિ અનાદિની છે. આહાહાહા!
એનાથી રહિત જ્ઞાનમાત્રનો એકલો જ્ઞાનસ્વભાવ, ખંડજ્ઞાન નહીં, પર્યાયમાં ભેદજ્ઞાન એય નહીં, એકલો જ્ઞાનઆકાર સ્વરૂપ ભગવાન ચૈતન્ય, પૂર્ણ જ્ઞાયકભાવ !! એવો આકાર હવે અનુભવમાં આવ્યો ! ભાવ તો જરી ઝીંણાં છે, પણ હવે ભાષા તો સાદી છે. પર્યાયમાં ખંડખંડ જ્ઞાન, અનાદિથી ખ્યાલમાં આવતું હતું એને છોડીને અખંડ જ્ઞાયકભાવ-આકાર જ્યાં આકાર એકરૂપ ખ્યાલમાં આવ્યો! એકરૂપ જ્ઞાયકભાવ ખ્યાલમાં (જ્ઞાનમાં) આવ્યો અનુભવમાં આવ્યો. આહાહાહા ! એટલા માટે જ્ઞાનને અખંડ વિશેષણ આપ્યું, જ્ઞાનને અખંડ વિશેષણ કેમ દીધું ? કે જ્ઞાનની પર્યાયમાં ખંડખંડ જ્ઞાન જ્યાં હતું, એની દૃષ્ટિ છોડીને, અખંડ જ્ઞાયકમાં દૃષ્ટિ થઈ તો એને અખંડજ્ઞાન ખ્યાલમાં આવ્યું, માટે અખંડ વિશેષણ આપ્યું, જે પર્યાયમાં ખંડખંડ ( જ્ઞાન હતું ) એ દૃષ્ટિ છૂટીને અખંડજ્ઞાયક ઉ૫૨ દૃષ્ટિ થઈ તો અખંડ વિશેષણ કહેવામાં આવ્યું. આહા ! મારગ આવો છે ભાઈ ! આહાહાહા!
-મતિજ્ઞાન આદિ અનેક ભેદ કહેવામાં આવતા હતા, ‘ભેદને તોડતું’ એમ આવ્યું ને ? કળશમાં એમ લીધું છે. કર્તાકર્મ ક૨ણ ( આદિ ) ભેદને તોડતું રાગ કર્તા ને રાગ મારું કાર્ય ને રાગ સાધન, એવા કર્તાકર્મના રાગના ભેદને છોડતું. અહીં કહે છે મતિજ્ઞાન આદિના (જે ) અનેક ભેદ કહેવામાં આવતા હતા- પર્યાયમાં ભિન્ન-ભિન્ન જ્ઞાનની પર્યાય જે કહેવામાં આવતી હતી, એને ( ભેદને ) દૂર કરતો થકો, ખંડ–ખંડ જ્ઞાનને દૂર કરતો થકો, અખંડજ્ઞાનમાં દૃષ્ટિ દેતો થકો, આહાહાહા ! આવી વાત આવો ધર્મ હવે! માણસને પછી બહારની પ્રવૃત્તિઓને (ધર્મ ) માનનારાઓને તો એકાંત લાગે આ ! ધમાલ, ધમાલ આ બહારથી...આમ જાત્રાને માણસોને પ્રવૃત્તિ વ્રતની ને નિયમની ને તપની પ્રભુ ! એ તો પરલક્ષી વાતું છે બાપુ ! આહાહાહા ! ભગવાન આત્મા અખંડ આનંદ પ્રભુ ! એ લક્ષમાં આવ્યા વિના, એને ભેદજ્ઞાન સાચું થતું નથી. અખંડજ્ઞાન-પૂર્ણજ્ઞાન-જ્ઞાયકભાવ દૃષ્ટિમાં આવ્યા વિના, ખંડજ્ઞાન અને રાગથી ભિન્ન