________________
૧૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ (પદ્રવ્યની) કર્તાકર્મની પ્રવૃત્તિ કેમ હોય?
જ્ઞાયકભાવ જ્યાં પ્રતીતમાં અનુભવમાં આવ્યો એ જ્ઞાયકભાવ કર્તા ને રાગ કર્મ, એમ શી રીતે હોઈ શકે? અને આવો શાકભાવ દૃષ્ટિમાં આવ્યો, એને કર્મબંધન શી રીતે હોઈ શકે? કર્મબંધન થતું નથી. સમજાણું કાંઇ...? કયારેય થઈ શકતું નથી. કળશ સૂક્ષ્મ છે. સમ્યજ્ઞાન થયા પછી શું હોય છે તેની વાત છે. કેમકે પાઠમાં આમ આવ્યું ને કે આત્મા છે એ તો જ્ઞાયકસ્વરૂપ છે, અને પુણ્ય-પાપના ભાવ મલિન, અશુચિ, અપવિત્ર છે. તો ભગવાન આત્મા, સમીપમાં પડ્યો છે એ મહાપ્રભુ પવિત્ર છે (અને) એ પુણ્ય-પાપના ભાવ અચેતન, જ્ઞાયકભાવનો એમાં અંશ નથી (તેથી) તે શુભ-અશુભ ભાવ અચેતન જડ છે. તો ભગવાન જ્ઞાયક સ્વરૂપ ચૈતન્ય વિજ્ઞાનઘન છે. (વળી) પુણ્ય ને પાપના ભાવ આકુળતાને ઉત્પન્ન કરવાવાળા છે તો ભગવાન આત્મા તો અનાકુળ-આનંદકંદ છે. આહાહા! આવું બેયની વચ્ચેનું ભેદજ્ઞાન થવાથી, એમાં કર્તાકર્મની પ્રવૃત્તિ કેમ હોઈ શકે? અને પુદ્ગલનો બંધ કેમ હોય? (કદી ન હોય.)
એ તો અખંડ જ્ઞાયકભાવ જ્યાં અનુભવમાં આવ્યો ત્યાં બંધેય નહીં ને ભેદેય નહીં ને કર્તાકર્મની પ્રવૃત્તિય નહીં. સમજાણું કાંઈ? શ્લોક ઝીણા છે, ભાઈ ! આહાહાહા ! વીતરાગસ્વરૂપ પ્રભુ ! આ વીતરાગસ્વરૂપ પ્રભુ આત્મા ! એ વીતરાગ બિમ્બ ! પ્રભુ જિનબિમ્બ !
“ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન,
મત મદિરાકે પાનસોં, મતવાલા સમજે ન.” (શું કહે છે?) ઘટ ઘટ અંતર વીતરાગસ્વરૂપી ભગવાન (આત્મા) બિરાજમાન છે એવો રાગથી ભિન્ન થઈને, વીતરાગસ્વભાવી, આત્માનું જ્ઞાન થયું, એ અખંડજ્ઞાનની પ્રતીત-ભાનમાં આવ્યો, એને કર્તાકર્મની પ્રવૃત્તિ કેમ હોય? રાગ કાર્ય ને રાગનો કર્તા આત્મા, (એવું) જ્ઞાયકસ્વભાવમાં શી રીતે હોય? અને આવો જ્ઞાયકભાવ, અબંધસ્વરૂપ-મુક્તસ્વરૂપવીતરાગસ્વરૂપ દેષ્ટિમાં આવ્યો એને બંધ કેમ હોય? કેમ કે એ તો અબંધસ્વરૂપ છે, એને બંધ શી રીતે નવો હોય ? આહાહા ! સમજાય છે ? આહાહા! આવી વાત છે કળશમાં !
વર્તમાન પર્યાય જે પ્રગટ છે એ તો અંશ છે અને એ આઘે જાય છે–દૂર તો રાગ આવે છે, તો એ રાગ ને અંશ બુદ્ધિને છોડીને, નિરંશ જે ભગવાન (આત્મા) પૂરણ અખંડ આનંદ પ્રભુ! એના ઉપર પોતાનું અહંપણું (સ્થાપી) શ્રદ્ધાનું ભાન થયું, ત્યાં કર્તાકર્મની પ્રવૃત્તિ કેમ હોય? અને પુગલ કર્મનો બંધ કેમ હોય? આહા! આવી વાત છે. જ્યાં સુધી રાગ મારું કાર્ય છે અને રાગનો હું કર્તા છું (એવી માન્યતા) એ તો અજ્ઞાન છે, જ્ઞાનસ્વરૂપી ભગવાન (જ્ઞાયકભાવ) રાગનો કર્તા કેમ હોય ? એવો જ્ઞાયકભાવ જ્યારે દૃષ્ટિમાં આવે છે ત્યારે રાગનું કર્તુત્વ છૂટી જાય છે, પુદ્ગલ કર્મનો બંધ થતો નથી, ઝીણી વાત છે- મુદ્દાની વાત છે ભાઈ ! આહાહાહા!
વર્તમાનમાં તો બધી રમતું માંડી છે બધી આત્મદ્રવ્ય છોડીને, ભગવાન આખો દ્રવ્ય (આત્મા) ભગવાન પરિપૂર્ણ પરમાત્મા છે, હેં? (શ્રોતા:- મુદ્દાની વાત છે) એ ઉપર તો દૃષ્ટિ નહીં ને એક સમયની પર્યાય ઉપર દૃષ્ટિ ને રાગ ઉપર દૃષ્ટિ હોવાથી મિથ્યાત્વથી પરિભ્રમણ કરે છે એ (અજ્ઞાની). આહાહાહા !
એ એક સમયની પર્યાય-રાગ ચાહે તો શુભ હો, એ તરફની રુચિ અને દૃષ્ટિ છે તેને