________________
૧૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે. આત્મા પવિત્ર છે, ચૈતન્ય છે ને આનંદરૂપ છે– આવું જેમને બેય વચ્ચેનું ભેદજ્ઞાન થયું એને જ્ઞાની અને ધર્મી કહેવામાં આવે છે. આહાહા ! ધર્મી એટલે કે આત્મા આનંદસ્વરૂપ (છે ) એનો અંત૨માં રાગથી ભિન્ન થઇને અનુભવ થવો આનંદનું વેદન થવું–અખંડજ્ઞાનનું ભાન થયું, એનું નામ ભેદજ્ઞાન-સમ્યજ્ઞાન કહેવામાં આવે છે.
આ એનો શ્લોક જરી છે.
(કહે છે) કે જેમને અંત૨માં શુભ-અશુભ ભાવથી ભિન્ન, આત્માનું ભાન થયું, એ સમ્યગ્દષ્ટિ છે–સમ્યજ્ઞાની છે અને જેમને એ પુણ્ય-પાપના ભાવ મારા છે મારું કાર્ય છે એવું માનવાવાળાને મિથ્યાર્દષ્ટિ કહે છે. તો ( કળશમાં ) કહે છે કે “પ૨ પરિણતિ ઉજઝત ”–૫૨ પરિણતિને છોડતો થકો. શું કહે છે ? આત્મા આનંદસ્વરૂપનું જેમને અંત૨માં, રાગના વિકલ્પથી ભિન્ન (પણે ) ભાન થયું, એ રાગને છોડતો થકો, ૫૨૫રિણતિ નામ રાગ, ચાહે તો શુભ ( રાગ ) હો, અશુભ હો– એ છોડતો થકો ! આહાહા ! ઝીણી વાત છે ભાઈ !
“ભેદનાં કથનોને તોડી પાડતું”–ભેદને તોડતો થકો– અંદ૨માં જે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આદિ જે ભેદ છે (એ ) ભેદનું લક્ષ પણ છોડતો થકો, અભેદજ્ઞાયકસ્વભાવ-ચૈતન્યમૂર્તિની અભેદની દૃષ્ટિથી, ભેદને છોડતો થકો-અંદ૨માં જે મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન આદિ જે ભેદ છે એ ભેદનું લક્ષ છોડતો થકો, ઝીણી વાત છે ભાઈ ! આહાહા ! (નિજ ) સ્વભાવ શુદ્ધ ચૈતન્ય એનો આશ્રય લઇને, જે પરિણતિ શુદ્ધ નિર્મળ થઇ, એ ૫૨૫રિણતિને છોડે છે. આહાહા ! આવો ધર્મ ! એ ભેદવાદથી પણ છૂટે છે. અભેદ ચૈતન્ય-અખંડ છે એની દૃષ્ટિ ત્યાં છે. આહાહા !
“ભેદનાં કથનોને તોડતો”—તોડતાનો અર્થ- કથનોનો અર્થ, ભેદનાં ભાવને તોડતો થકો, ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાયક જે અભેદ છે, એવી દૃષ્ટિ જ્યારે થઈ ત્યારે ભેદનું લક્ષ એમાં ( એને ) રહેતું નથી. ભેદને તોડતો થકો ! આહાહા ! આવી વાત છે.
“ઈદમ્ અખંડમ્ ઉચ્ચડમ્ જ્ઞાનમ્” આ ભગવાન આત્મા જ્ઞાયકભાવરૂપી જે અખંડજ્ઞાન છે– જ્ઞાયકભાવ છે- અખંડ જ્ઞાયક ભાવ ! આ અખંડ અને અત્યંત પ્રચંડ–ઉગ્ર જ્ઞાનની દશા પ્રગટ થઈ, ધર્મ ત્યારે થાય છે કે રાગથી ભિન્ન થઇને સ્વભાવ અભેદને અખંડજ્ઞાનની પ્રતીત-અનુભવ થયો, તો ( ત્યા૨ે ) એ અખંડજ્ઞાનમાં પ્રચંડજ્ઞાનમાં પ્રતીતિ થાય છે. આહાહા ! આવ્યો છે આજ ( અલૌકિક ) એ બોંતેર ગાથાનો કળશ છે ને !
જેમને અંદ૨માં શુભ-અશુભ ભાવ મેલ તરીકે અનુભવમાં આવ્યા, તો તેમને ભગવાન આત્મા નિર્મળાનંદ તરીકે અનુભવમાં આવે છે, ત્યારે તે એ મેલને છોડે છે અને જ્યારે અખંડ જ્ઞાયકભાવ દૃષ્ટિમાં આવ્યો તો પર્યાયના ભેદનું લક્ષ (પણ ) છૂટી જાય છે. આહાહા ! આવી વાત છે. અને અખંડ પ્રચંડ જ્ઞાન ધ્યાનમાં આવે છે– અખંડ જ્ઞાયકભાવ, પરિપૂર્ણસ્વરૂપ એવું અખંડ જ્ઞાન પ્રચંડ–મહા ઉગ્રસ્વભાવ, જેવો વિશેષ-અતિશય છે એવું જ્ઞાન અનુભવમાં આવે છે. આહાહાહા ! આવી વાત છે.
આવા જ્ઞાનમાં પ્રત્યક્ષ ઉદયને પ્રાસ પામ્યું છે. જ્ઞાનસ્વરૂપ જ્ઞાયકભાવ જ્યારે એની દૃષ્ટિમાં આવ્યો અને પર્યાયબુદ્ધિ, ભેદબુદ્ધિ અને રાગબુદ્ધિ છૂટી ગઈ, તો પ્રત્યક્ષજ્ઞાન-અખંડ એ પ્રત્યક્ષ ઉદયમાં આવ્યો ! આહાહા ! એ જ્ઞાયકભાવ જે અખંડ-અભેદ છે એ પ્રત્યક્ષ-પ્રગટમાં