________________
૧૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ (અવિરતિ ) આદિથી જે બંધ થાય છે તે અલ્પ સ્થિતિ ને અનુભાગવાળો છે-અલ્પસ્થિતિ ને અનુભાગ અલ્પ પડે છે. આહાહા ! જ્યાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ થઈને, ભેદજ્ઞાન થયું છે ત્યાં આગળ અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન (સંબંધી) મિથ્યાત્વ નથી, અવિરતિના પરિણામ છે તો એનાથી અલ્પસ્થિતિ અને અલ્પ અનુભાગનો બંધ થાય છે. “દીર્ધ સંસારનું કારણ નથી” અનંત સંસાર (દીર્ધ સંસાર) શબ્દ પડ્યો છે, કાલે આવ્યું હતું ને અનંત સંસારનું કારણ છે, તો એની સામે અલ્પ સ્થિતિ ને અલ્પ અનુભાગનો બંધ છે. આહાહાહા ! આવું હવે કયાં?
દીર્ધ સંસારનું કારણ નથી” દેખો! સમ્યગ્દષ્ટિને પુણ્ય-પાપનું સ્વામીપણું છૂટી ગયું છે અને સ્વભાવનું સ્વામીપણું થયું છે છતાં એ (અસ્થિરતાના ભાવ) છે એનાથી અલ્પસ્થિતિનો બંધ પડે છે પણ એ દીર્ધ સંસારનું કારણ નથી અનંતસંસારનું કારણ નથી. સમજાણું કાંઈ..? આહાહા ! મિથ્યાત્વ છે એ અનંતસંસારનું કારણ છે એને અનંત સંસારનું કારણ કહ્યું કે પહેલાં, એ અનંત સંસારનું કારણ, સમ્યગ્દષ્ટિને (નથી, ભલે) અવિરતિ આદિ હો-પ્રમાદ-કષાયભાવ છે એનાથી અલ્પસ્થિતિ, અલ્પબંધ પડે છે અને દીર્ધ સંસાર નથી. દીર્ધ સંસારનું કારણ નથી, એટલા માટે એ (ભાવો ) પ્રધાન નથી–એ માટે એને મુખ્યપણે ગણવામાં આવ્યા નથી. આહાહા ! પ્રધાન નહીં નામ મુખ્યપણે ગણવામાં આવ્યા નથી.
આહા ! “અથવા તો આ પ્રમાણે કારણ છે – જ્ઞાન બંધનું કારણ નથી”આ રાગથી ભિન્ન થયા, આત્મજ્ઞાન છે એ બંધનું કારણ નથી. દેખો! એક વાત આ છે, જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી અજ્ઞાન કહેવાતું હતું. છે ને? (આત્મા) જ્ઞાનસ્વરૂપ જે રાગથી ભિન્ન થઈને પોતાનું જ્ઞાન થયું, એ (આત્મ) જ્ઞાન બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી એ અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વના જવાથી, (મિથ્યાત્વ) ગયા પછી અજ્ઞાન નથી પરંતુ જ્ઞાન જ છે. આહાહા !
“તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી ઘણી નથી તેથી જ્ઞાનીને બંધ નથી”- કેમ કે વિકાર જે બંધરૂપ છે અને બંધનું કારણ છે તે તો બંધની પંક્તિમાં ગયા, આ બે વાત છે. જ્ઞાનની પંક્તિમાં ન આવ્યા, આહાહાહા ! રાગથી ભિન્ન ભેદજ્ઞાન થયું એ પંક્તિમાં બંધ ન આવ્યો, રાગનો બંધ એ બંધ પંક્તિમાં ગયો. આ બે ભાગ પાડી નાખ્યા ! આહાહા ! તર્કથી બંધનું કારણ છે આ બંધ તો બંધ પંક્તિમાં છે-જ્ઞાનની પંક્તિમાં નહીં. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં કહેશે. પછી વિશેષ આવશે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ!)