________________
ગાથા-૦૨
૧૦૭
એ ત્યાં જ્ઞાનસાગરે એવો અર્થ લીધો (કે) સર્વથા વીતરાગી ભાવ હોય તે જ બંધથી રહિત છે ( અને ) તેને જ જ્ઞાની કહેવાય, એમ લખ્યું છે. આહાહા ! અરેરે ! ભાઈ શું થાય ! છે ? ( શ્રોતાઃ– નીચેવાળા અલ્પજ્ઞાની ને કેવળજ્ઞાની પૂર્ણજ્ઞાની ! ) બેય જ્ઞાની છે. અલ્પજ્ઞાની પણ એ જ્ઞાની જ છે, એ અજ્ઞાની નથી. આહાહા ! અસ્થિરતાના રાગ-દ્વેષ છે માટે તે અજ્ઞાની છે, એમ નથી. ત્યારે એણે એમ કહ્યું છે કે અસ્થિરતાના પણ બધા રાગાદિ છૂટી જાય તો જ તેને જ્ઞાની કહેવાય, એમ કહ્યું છે. અરે ! શું થાય ?
આંહી તો ચોથા ગુણસ્થાનમાં, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની ને સંજવલનનો કષાય હોય છે-ઉદયમાં હોય છે, સત્તામાં તો હો પણ ઉદયમાં પ્રવૃત્તિમાં હોય છે, છતાં એનું (એને ) સ્વામીપણું નથી ને ! એનાથી અભિપ્રાયમાં તો એ નિવૃત્ત થવા જ માગે છે, રાખવા ઇચ્છતા નથી. આહાહા ! એથી ચોથે ગુણસ્થાને આવા અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, (સંજવલન )ના કષાય થવા છતાં પણ, એને જ્ઞાની કહેવામાં આવે છે. એ (આ વાત ) જયસેન આચાર્યની ટીકામાં આવે છે ને ભાઈ ! પંચમગુણસ્થાન ઉ૫૨થી વાત ત્યાં, એ તો ચારિત્રની અપેક્ષાએ વાત ને લીધી છે મુનિની અપેક્ષાએ વાત લીધી છે ત્યાં. આવે છે ને એમ કે પંચમગુણસ્થાન ઉપ૨ની આમાં વાત લેવી એમ, એ તો ચારિત્રની પ્રધાનતાથી કથન વિશેષ છે એમાં, પણ આ ચોથેગુણસ્થાને શુભ-અશુભભાવ હજી ચારિત્રમોહના ઉદયથી થાય છે માટે તે અજ્ઞાની છે એમ નહીં. આહાહાહા !
“અભિપ્રાયમાં તો તે આસ્રવ-બંધથી નિવૃત્ત થવા જ ઇચ્છે છે તેથી તે જ્ઞાની જ છે.”ભાવના તો આ છે, અસ્થિરતાનો રાગ છે એનાથી પણ વર્તમાનમાં અભિપ્રાયથી નિવૃત્ત છે પણ અસ્થિરતામાંથી પણ સ્થિરતા કરવાનો અભિપ્રાયમાં ભાવ છે–એને છોડીને સ્થિરતા કરવાનો ભાવ છે, એને રાખવાનો ભાવ નથી. આહાહા ! આવું છે.
જે આ કહ્યું કે જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું છે તેનું કા૨ણ આ પ્રમાણે છે મિથ્યાત્વ સંબંધી બંધ કે જે મિથ્યા અભિપ્રાયથી જે બંધ હતો તે અનંત સંસા૨નું કારણ છે, એ બંધ-રાગની રુચિ છે એ મિથ્યાત્વભાવ છે અને એ મિથ્યાત્વભાવ અનંત સંસા૨નું કારણ છે. તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત (–કહેવા ધારેલો ) છે. તે જ અહીં આ ઠેકાણે, બીજે ઠેકાણે ભલે બીજી અપેક્ષા લીધી હોય (પરંતુ ) અહીં પ્રધાનતા એટલે મુખ્યપણે કથન કરવામાં આવ્યું છે.
શું કીધું ? કે સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ સંબંધી બંધ નથી, એ અપેક્ષાએ એને જ્ઞાની જ કહ્યા, ભલે એને રાગાદિ છે ચારિત્રમોહનો ઉદય છે (છતાં ) એના સ્વામી નથી, અભિપ્રાયમાં તો સર્વથા એનાથી છૂટવા ચાહે છે એ કા૨ણે એને જ્ઞાની કહેવામાં આવે છે. એ અહીં મુખ્યપણે કથન છે જ્ઞાની ( કહેવાનું ) આ અપેક્ષાએ મુખ્યપણે કથન છે. પાંચમાં ગુણસ્થાન ( વર્તી ) ઉ૫૨ના જે જ્ઞાનીની વાત છે એ વળી વિશેષ ચારિત્રની અપેક્ષાએ (વાત છે) પણ અહીં મુખ્યતઃ આ વાત છે.
แ “અવિરતિ આદિથી જે બંધ થાય છે તે અલ્પ સ્થિતિ-અનુભાગવાળો છે.” સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ હોવાથી, એને જ્ઞાની કહ્યા અને એને આ પ્રકા૨નો– મિથ્યાત્વ, અનંતાનુબંધીનો બંધ નથી, હા, એને અવિરતિ સંબંધી બંધ છે. આહાહા ! અવિરતિ આદિ કહ્યું ને ! અવિરતિ ભાવ છે અવ્રત–પ્રમાદભાવ છે, કષાયભાવ છે, જોગ છે. આહાહા !