________________
ગાથા-૭૨
૧૦૫
લક્ષણભેદથી ( એટલે કે ) લક્ષણની જુદાઈથી–બન્નેના લક્ષણની જુદાઈથી, બન્નેને ભિન્ન (ભિન્ન ) જાણીને– બન્ને પ્રકા૨ના લક્ષણભેદથી બન્નેને જુદા જાણીને, આસ્રવોથી આત્મા નિવૃત થાય છે. એ પુણ્ય ને પાપના પરિણામ મારા હતા અને મને લાભદાયક, એવો જે મિથ્યાત્વભાવ ( હતો ) એનાથી હઠી ગયો નિવૃત્ત થયો, એ પરિણામ મારા નહીં- મારી જાતના નહીં ( એ તો ) કજાત છે. આહાહા ! આવી વાત છે.
“એ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આસ્રવોથી આત્મા નિવૃત્ત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી.” મિથ્યાત્વ અને અનંતાનુબંધીથી જે બંધ હતો એ બંધ એને થતો નથી– સર્વથા બંધ થતો નથી એવું અહીંયા નહીં, આત્મા અને આસ્રવોનો ભેદ જાણ્યા છતાં જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી, ( અજ્ઞાન જ છે )–શુભભાવમાં જ્ઞાન પ્રવર્તે અને માને કે આસ્રવ હું છું તો એ જ્ઞાન જ નથી. આહાહાહા !
જ્ઞાન તો પુણ્ય-પાપના ભાવથી ઠીને, લક્ષણભેદથી જાણીને એનાથી હઠી જાય છે અને ( એ ભાવો ) મારા છે એવું માનતા નથી. ઓહોહો ! તેને કર્મનો બંધ થતો નથી.
શુભ-અશુભ ભાવમાં જે પ્રવર્તી રહ્યા છે, તો એ ભેદજ્ઞાન જ નથી, એ તો અજ્ઞાન છે, એને જ્ઞાનેય નથી પરંતુ અજ્ઞાન જ છે. આહાહાહા ! અહીં કોઈ પ્રશ્ન કરે કે અવિરત સમ્યગ્દષ્ટિને ચોથે ગુણસ્થાને જે છે અવિરત સમ્યગ્દષ્ટિ ચોથે ગુણસ્થાને છે એ અવિરત સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો તો આસ્રવ થતો નથી, એમને તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો આસ્રવ નથી–બંધ નથી, પરિણામ નથી તો તેને (તે પ્રકારનું ) બંધન છે નહીં. “પરંતુ અન્ય પ્રકૃત્તિઓનો આસ્રવ થઈને બંધ થાય છે”-સમ્યગ્દષ્ટિને રાગથી હઠીને આત્માનું સમ્યગ્દર્શન થયું તો એને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો તો બંધ થતો ન હોવા છતાં પણ અન્ય પ્રકૃત્તિઓનો તો બંધ છે ( થાય છે ); અભિપ્રાયપૂર્વક(અભિપ્રાયમાં ) આસ્રવોથી નિવૃત્ત થયેલ છે ( છતાં ) બંધ થાય છે જેથી એને જ્ઞાની કહેવો કે અજ્ઞાની ? એમ કહે છે.
શું કહ્યું ? કે અવિરતિ સમ્યગ્દષ્ટિ, પુણ્ય-પાપના પરિણામથી ઠુઠીને ભેદજ્ઞાન થયું-આત્માનો અનુભવ થયો તો (તેથી ) એને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ નથી, પણ બીજો બંધ છે– બીજા (પ્રકા૨ે ) બંધ છે તો એને જ્ઞાની કહેવો કે અજ્ઞાની ? આહાહા ! છે ? તમે કહો છો કે જ્ઞાનમાત્રથી બંધ રોકાઈ જાય છે તેથી એમાં હજી બધો બંધ રોકાઈ ગયો નથી, બંધ છે અવ્રતનો, પ્રમાદનો, કષાયનો બંધ તો છે અને તમે તો કહો છો કે જ્ઞાનીને તો બંધ છે જ નહીં, તો આ અવિરત સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવા કે અજ્ઞાની કહેવા ? આહાહા !
તેનું સમાધાનઃ- સમ્યગ્દષ્ટિ જીવ શાની જ છે, ચાહે તો અવિરત ચોથે ગુણસ્થાને હો ! આહાહા ! “જ્ઞાની જ છે કા૨ણ કે તે અભિપ્રાયપૂર્વકનાં આસ્રવોથી નિવર્યો છે.” આંહી જુઓ આ, અભિપ્રાયમાં પુણ્ય-પાપ(ના ભાવો) મારા છે(એવી માન્યતાથી ) હઠી ગયો છે, અસ્થિરતાના ભાવ છે-સમ્યગ્દષ્ટિને અસ્થિરતાના પુણ્ય-પાપ ભાવ છે પણ અભિપ્રાયથી હઠી ગયો છે, એ પુણ્ય-પાપ મારા છે એવા (અભિપ્રાયથી ) ઠુઠી ગયો છે. આહાહા ! સમજાણું કાંઈ... ? આવી વાતું ઝીણી છે.
(સમ્યગ્દષ્ટિ) અભિપ્રાયપૂર્વકના આસ્રવોથી નિવૃત્ત થયા છે, એને પ્રકૃત્તિઓનો જે