________________
૧૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આસવ-બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નહીં અભિપ્રાયથી નહીં. સમ્યગ્દષ્ટિ થયા પછી ૫૨દ્રવ્યના સ્વામીપણાનો અભાવ છે. પુણ્ય-પાપના ભાવથી હઠીને સ્વભાવનું ભાન સમ્યગ્દર્શન થયું તો એ ૫૨દ્રવ્યના સ્વામીપણાનો તો ( એને ) અભાવ છે. રાગ આવે છે એનું સ્વામીપણું નથી. આહાહા ! સમજાણું કાંઈ... ?
સમ્યગ્દષ્ટિને રાગ તો થાય છે, અશુભ પણ થાય છે, શુભ પણ થાય છે. પણ સ્વામી( પણું ) નથી, ( તે ) ૫૨ છે હું એનો સ્વામી નથી. એવા અભિપ્રાયમાં સમ્યગ્દષ્ટિને ૫૨નું સ્વામીપણું હોતું નથી. એટલે જ્યાં સુધી એને ચારિત્ર મોહનો ઉદય છે, સમ્યગ્દષ્ટિ થયો, પુણ્ય-પાપના પરિણામથી અભિપ્રાયમાં ( તેનાથી ) હઠીને સ્વભાવનો અનુભવ-આનંદનો થયો તો અભિપ્રાયથી તો હઠી ગયો પણ અસ્થિરતાના પરિણામ રહ્યા ( છતાં પણ ) તે એનો સ્વામી નથી, એક વાત. અને એ ચારિત્રમોહનો જે ઉદય છે ત્યાં સુધી એના ઉદયાનુસાર આસ્રવ-બંધ હોય છે. એટલે તો આસવ, બંધ થાય છે જ્ઞાનીને પણ, દશમા ગુણસ્થાન સુધી લોભનો ઉદય છે ને ! તો બંધ છ કર્મનો બંધ છે, એનું સ્વામીત્વ એને નથી. ચારિત્રમોહના ઉદયનો જે ભાવ છે એનો એને આસવ, બંધ હોય છે પણ એનો એ (સમ્યગ્દષ્ટિ ) સ્વામી નથી ઘણી નથી. સ્વામી તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન (નિજાત્મા )નો સ્વામી છે. આહાહા !
જ્ઞાની(સમ્યગ્દષ્ટિ ) અભિપ્રાયમાં તો આસ્રવ-બંધથી સર્વથા નિવૃત જ થવા ઇચ્છે છે. શું કહે છે ? કે ધર્મી જીવ, પુણ્ય-પાપથી ઠીને પૂર્ણ સ્થિર થવાની ભાવના છે, અભિપ્રાયથી તો નિવૃત્ત થયો પણ પછી પુણ્ય-પાપથી પૂર્ણપણે ઠુઠી ( પોતાનામાં પૂર્ણ )સ્થિર એવી ભાવના છે. પુણ્ય-પાપમાં પ્રવર્તવું એ ઠીક છે, એવું છે નહીં. આહાહા ! અભિપ્રાયમાં તો આસવ-બંધથી સર્વથા નિવૃત્ત જ થવાનું ચાઢે છે. એ શુભ-અશુભભાવથી નિવૃત્ત તો થયા દૃષ્ટિથી, પણ એનાથી પણ હવે તદ્ન અસ્થિરતાથી પણ નિવૃત્ત થવાની ભાવના છે, એ (ભાવો ) રાખવા ઇચ્છતા નથી. આહાહાહા ! આવી વાત છે!
(શાની-ધર્મી-ધર્માત્મા )અભિપ્રાયમાં તો તેઓ આસ્રવ-બંધથી સર્વથા નિવૃત્ત જ થવા માગે છે–અભિપ્રાયમાં તો ચારિત્રમોહનો જે ઉદય છે એનાથી પણ સર્વથા નિવૃત્ત થવા ચાહે છે. આહાહા ! ભારે અધિકાર ! આહાહા ! એટલા માટે જ્ઞાની છે.
એ ઓલામાં આવે છે જ્ઞાનસાગરમાં, એ જ્ઞાન-શાન, શું આ નહીં, વિધાસાગરના ગુરુ જ્ઞાનસાગર, એમાં ( એના લખાણમાં ) આવે છે કે પૂર્ણ આસ્રવો અને બંધથી નિવૃત્ત હોય તો જ જ્ઞાની કહેવા, એમાં એ આવે છે (તેમણે ) સમયસાર અલગ છપાવ્યું છે ને! જયસેન આચાર્યની ટીકા. ( તે લખે છે )એમ કે ત્યાં સુધી, નહિતર અજ્ઞાની કહેવાય એમ, એમ લખ્યું છે એમાં ત્યાં ! આહા ! આંહી તો જયચંદ્ર પંડિત કહે છે કે જ્યારે પુણ્ય-પાપના ભાવ અસ્થિરતાથી હોવા છતાં પણ અભિપ્રાયમાં સ્વામીપણું છૂટી ગયું છે અને અભિપ્રાયમાં મારા( પણું ) એવું છૂટી ગયું તો એટલા પ્રકારે મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો બંધ છે નહીં, તો એમને જ્ઞાની કહે છે, બીજું ચારિત્રમોહના ઉદયથી ( જે ) આસ્રવ, બંધ છે છતાં એમના અભિપ્રાયમાં તો સર્વથા ભિન્ન થવા ચાહે છે તેથી ( તે ભાવ ) ભલે હો, તો પણ જ્ઞાની છે. આહાહા ! આંહી તો ચોથે ગુણસ્થાને જ્ઞાની કહ્યા છે.