________________
શ્લોક-૪૭
૧૧૧ આવ્યો ! ભાષા...અને અહો ! આવા જ્ઞાનમાં, જ્યાં ભગવાન આત્મા જ્ઞાયકસ્વરૂપમાં આવ્યો, પોતાની પ્રતીતિમાં અખંડજ્ઞાનની પ્રતીતિ થઈ– અખંડજ્ઞાન દ્રવ્યસ્વભાવ એ જ્ઞાનમાં શ્રદ્ધામાં આવ્યો, (એટલે કે, પોતાની પ્રતીતિમાં અખંડજ્ઞાનની પ્રતીતિ થઈ– અખંડજ્ઞાનદ્રવ્યસ્વભાવ (પોતાના) જ્ઞાનમાં શ્રદ્ધામાં આવ્યો, તો એને કર્મબંધન કેમ હોઈ શકે ? ( ન જ હોઈ શકે ) ભેદ હોય નહીં, પરંપરિણતિ છૂટી જાય છે એને કર્મબંધન કયાંથી હોય? (ન હોય) એમ કહે છે. આહાહા ! સમજાણું કાંઇ? આવી વાત છે.
આ જ્ઞાનમાં પરદ્રવ્યના કર્તાકર્મની પ્રવૃત્તિ”—રાગ મારું કાર્ય છે ને હું તેનો કર્તા છું એવું કયાં આવ્યું ત્યાં? જ્ઞાનસ્વરૂપનું-અખંડજ્ઞાયકનું ભાન થયું ત્યાં રાગનું કાર્ય મારું ને હું તેનો કર્તા છું એવું કયાં આવ્યું? એવું હોતું નથી. ઝીણી વાત છે ભાઈ ! શ્લોક જ ઝીણો છે ને ! સમ્યજ્ઞાન થયું તો શી રીતે થયું અને થયું તો કેવી એની દશા હોય છે, એ વાત કહે છે. આહાહા!
જ્યાં જ્ઞાયકભાવ, વર્તમાન પર્યાય જે છે તેને (આત્મ) દ્રવ્ય તરફ ઝૂકાવવાથી જે વર્તમાન પર્યાય છે તેને ત્રિકાળ ભગવાન પૂર્ણ દ્રવ્ય-તત્ત્વ જે છે ત્યાં પર્યાયને મગ્ન કરવાથીજોડવાથી, પરપરિણતિ છૂટી જાય છે. આહાહા! ભેદ ઉપરનું લક્ષ પણ છૂટી જાય છે અને અખંડ, પ્રચંડજ્ઞાન પ્રગટ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. ચીમનભાઈ ? આવી વાત છે, બાપુ ! અરે રે ! અનાદિથી એની વર્તમાન પર્યાય છે ને પ્રગટ (છે) એ પર્યાય ઉપર એની રુચિ ને રમતું છે અનાદિથી પણ એ પર્યાયની સમીપમાં અંતરમાં આત્મતત્ત્વ આખું પૂર્ણ આનંદકંદ જ્ઞાયક છે, એ ઉપર તો દૃષ્ટિ કદી કરી નહીં. આહાહા !
વર્તમાન પ્રગટ જે પર્યાય છે જ્ઞાનનો વિકાસ અને રાગ, એ ઉપર અનાદિની રમતું-રુચિ છે, તો એ રુચિ છોડીને, જ્ઞાયક જે પર્યાયની સમીપમાં પૂર્ણાનંદ પ્રભુ (નિજાત્મા) એ બાજુ પર્યાય ઝૂકવાથી, અખંડજ્ઞાન પ્રત્યક્ષ પ્રતીતમાં અનુભવમાં આવે છે. એમાં કર્તાકર્મની પ્રવૃત્તિનો કયાં અવકાશ રહ્યો? એમ કહે છે. રાગ મારું કાર્ય છે ને હું તેનો કર્તા છું-જ્ઞાયક તેનો કર્તા એ શી રીતે કહેવાય? આહાહા... ઝીણી વાત છે ભાઈ !
(“આવા જ્ઞાનમાં (પરદ્રવ્યનાં) કર્તાકર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે?) કર્તાકર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે? અખંડ જ્ઞાયકભાવ, પૂર્ણ આનંદસ્વરૂપ પ્રભુ! રાગથી ભિન્ન થઇને, પ્રતીતમાં-અનુભવમાં-જ્ઞાનમાં શેય તરીકે આવ્યો, હવે એને રાગ કાર્ય ને રાગનો કર્તા હું એવું એમાં અવકાશ (જ) છે નહીં, આવી વાત છે. તથા પૌદ્ગલિક કર્મબંધ પણ કેમ હોઈ શકે? (ન જ હોઈ શકે.) આહાહા !
ભગવાન આત્મામાં જ્યાં દૃષ્ટિ લગાવીજ્ઞાયકસ્વરૂપમાં જ્યાં પર્યાયે દૃષ્ટિ લગાવી, (આત્મ) દ્રવ્ય ઉપર પર્યાયે (દષ્ટિ લગાવી) તો આવું દ્રવ્ય જ્યાં પ્રતીતમાં અનુભવમાં આવ્યું, એને (હવે) કર્તાકર્મ કયાંથી હોય? રાગ કર્તા ને રાગનું કાર્ય અને પુદ્ગલનો બંધ કેમ થાય? આહાહા ! સમજાણું કાંઈ? ઝીણી વાત છે ભાઈ ! વીતરાગ મારગ ! આહાહાહા ! આખો દ્રવ્યસ્વભાવ પૂર્ણસ્વભાવ, અખંડ-અભેદ સ્વભાવ, એ પર્યાયદેષ્ટિમાં ખ્યાલમાં નથી આવતો એને, એવી પર્યાયષ્ટિ છોડીને, પૂર્ણ અખંડ જ્ઞાયકભાવ ઉપર દૃષ્ટિ લગાવવાથી જ્ઞાયકભાવ પ્રતીતમાં અનુભવમાં આવે છે એનું નામ સમ્યજ્ઞાન ને સમ્યગ્દર્શન છે. આહાહા! એમાં