________________
૧૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ થતો નથી. આહાહા ! આવી વાતું! ઓલા તો કહે, વ્રત કરો, તપસ્યા કરો, અપવાસ કરો, જાત્રા કરો, કરવું ત્યાં તો રાગનું કરવું થાય છે. ભગવાન (આત્મા) તો અબંધસ્વરૂપ રાગરહિત છે, એવા અબંધસ્વરૂપ (મુક્તસ્વરૂપ)ની દૃષ્ટિમાં રાગનું કર્તુત્વ પણ છે નહીં, તો એને બંધન પણ છે નહીં. આહા ! સમ્યગ્દર્શનમાંથી લીધું એ તો આ જોર!
મતિજ્ઞાન આદિ અનેક ભેદો કહેવાતા હતા, એને દૂર કરતો થકો એટલે કે એકરૂપ જ્ઞાયકભાવ દૃષ્ટિમાં લેતો થકો, ખંડ-ખંડ જ્ઞાનને દૂર કરતો-કરતો, ઉદયને પ્રાપ્ત-ઉદય પામ્યું છે તેથી ભેદનાં કથનોને તોડી પાડતું' એમ કહ્યું છે.-અભેદ જ્ઞાયકભાવ પ્રગટ થયો, ઉદય નામ પ્રગટ થયો, જે ખંડજ્ઞાન પ્રગટ હતું એ હવે અખંડજ્ઞાન પ્રગટ થયું પર્યાયમાં ! આહાહાહા !
“તેથી ભેદનાં કથનોને તોડી પાડતું” એમ કહ્યું છે. પરના નિમિત્તથી રાગાદિરૂપ, પહેલો શબ્દ છે-પરપરિણતિ-પરના નિમિત્તથી રાગ-દ્વેષ આદિ (રૂપે) પરિમિત થતો હતો, એ પરિણતિને છોડતો થકો, પહેલો શબ્દ છે ને ! “પપરિણતિ ઉજઝ” એનો અર્થ પછી લીધો. આહાહા! બહુ કામ ઊંડા! બાપા! પર પરિણતિને છોડતો થકો, ઉદયને પામ્યું છે તેથી “પર પરિણતિને છોડતું” એમ કહ્યું છે. ઉદયને પામ્યું છે (એટલે કે ) જ્ઞાયકભાવ પ્રગટ થયો છે. જે ખંડ-ખંડ જ્ઞાન પ્રગટ હતું, હવે (અખંડ) જ્ઞાયકભાવ પ્રગટ થયો! આહાહા!
ચૈતન્યજ્યોત અભેદ-અખંડ જ્ઞાયક પ્રગટ થયો, એનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે, એટલા માટે પર પરિણતિને છોડતો થકો, એમ કહ્યું છે. પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમિત થતો નથી–હવે રાગરૂપે પરિણમિત નહીં. અખંડ જ્ઞાયકભાવની દૃષ્ટિ થઈ તો નિર્મળ પરિણતિપણે પરિણમન થાય છે, અખંડ જ્ઞાયકભાવની દૃષ્ટિ થઈ, પર્યાય ને ભેદબુદ્ધિ છૂટી ગઈ ત્યારે અખંડ નિર્મળ પરિણતિપણે પરિણમિત ( પરિણામ) કરે છે, રાગનું પરિણમન કરતો નથી. આહા ! આવો શ્લોક આવ્યો છે આ લ્યો !
પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે.” એટલે જ્ઞાયકસ્વભાવની જ્યાં દૃષ્ટિ થઈ, જોરદાર જ્ઞાયકભાવ છે, કે (તેથી) જ્ઞાયકભાવમાં રાગની પરિણતિ થતી નથી, એવો બળવાન જ્ઞાયકભાવ છે! આહાહા ! આવી છે વસ્તુ તો! આ બહારની પ્રવૃત્તિમાં (ધર્મ) માનનારાને આ તો એવું લાગે કે... બળવાન છે, શું કહે છે એ? રાગના (ભાવોને ) છોડવાથી અને ભેદ ઉપરથી લક્ષ છોડવાથી બળવાનનો અર્થ એ થાય છે. રાગના વિકારની રુચિ છોડવાથી અને અબદ્ધસ્વભાવની દૃષ્ટિ થવાથી, ભેદની દૃષ્ટિ (પણ) છોડવાથી અભેદની દૃષ્ટિ કરવાથી આત્મા બળવાન થયો, (તેથી) રાગરૂપે પરિણમતો નથી. આહાહા ! હજી તો વાત પકડવી કઠણ પડે! આહાહા !
પર્યાયબુદ્ધિની આડમાં ભગવાન ( નિજાત્મા) અંદર પડ્યો છે, સંતાઈને પડયો છે. એની વાત કરે છે અહીંયા (કે) રાગબુદ્ધિ અને પર્યાયબુદ્ધિ વર્તમાન રાગબુદ્ધિ અને કાં પર્યાયબુદ્ધિ એ બુદ્ધિમાં ભગવાન અખંડ આનંદ-અરાગી અને વીતરાગી અખંડ, એથી સ્વભાવ ઢંકાઈ ગયો છે. રાગબુદ્ધિ અને પર્યાય-અંશ બુદ્ધિમાં, અરાગી-વીતરાગને અખંડજ્ઞાન એ ઢંકાઈ ગયા છે. કહો, પંડિતજી? આહાહા !
(ઓહોહો !) અને અખંડ દ્રવ્યબુદ્ધિ અને પૂર્ણજ્ઞાયક બુદ્ધિમાં, ખંડબુદ્ધિને ભેદબુદ્ધિ છૂટી