________________
૧૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ કરી લીધી-જ્ઞાનમાં ધારણ કરી લીધી કે પુણ્ય-પાપ પર છે, સ્વભાવ પર છે-ભિન્ન છે, એવી ધારણા કરી, પણ જ્ઞાન પુણ્ય-પાપમાં પ્રવર્તે છે, તો એ જ્ઞાન જ નથી. આહાહાહા ! એ જ્ઞાનનયનું ખંડન થયું-એકાંત જ્ઞાનનયનું ખંડન કરી દીધું. સમજાણું કાંઈ....?
(શ્રોતા- ધારણા જ્ઞાનથી અધું કામ તો થઈ ગયું !) ધારણા જ્ઞાનથી કાંઈ કામ થતું નથી એ તો કહે છે એ પ્રવર્તમાન તો હજુ અંદર થયો નથી. ( શ્રોતા - અધું કામ થયું પૂરું નહીં !) ધારણામાં તો અનંત વાર અગિયાર અંગ ભણ્યો એમાં શું? અહીં એ જ કહ્યું કે જો પરિણામમાં પુણ્ય-પાપથી હઠયો નહીં, જ્ઞાન હઠીને આત્મામાં આવ્યું નહીં, તો એ ધારણાનું જ્ઞાનમાત્ર (હોવાથી) એ ક્રિયાનયનું ખંડન કર્યું એ તો શુષ્કજ્ઞાન છે. આવે છે ને !
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ,
માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. રાગથી ધર્મ માનવાવાળાને, રાગથી ભિન્ન થઈ (ભેદજ્ઞાનથી) આત્માને લાભ થશે, એમ કહેવાથી, ક્રિયાનયનું ખંડન કર્યું અને જ્ઞાનના એકાંત જાણપણા જાણપણામાત્રથી રાગથી હઠયા વિના, જ્ઞાનમાત્રથી બંધ રોકાઈ જશે, એમ માને તો એ પણ જ્ઞાન જ નથી એ તો અજ્ઞાન છે-શુષ્કજ્ઞાન છે. આહાહા ! જે જ્ઞાન, શુભ-અશુભ ભાવથી હઠીને (આત્મ)સ્વભાવમાં આવ્યું નહીં, તો એ જ્ઞાન જ નથી. તો આવું ધારણાનું જ્ઞાન કરવાવાળાનું અહીં ખંડન કરી દીધું. સમજાણું કાંઈ..? ઝીણી વાત છે ભાઈ ! અત્યારે તો મળવી મુશ્કેલ પડે એવી છે ને ! આહાહા !
(જો આસ્રવોથી નિવૃત ન હોય તો તે ) જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા-એટલે જાણપણાનું નામ ધરાવ્યું પણ જ્ઞાન, રાગથી હઠયું નહીં-પુણ્ય-પાપના પરિણામથી જ્ઞાન હઠીને (નિજ) સ્વભાવમાં આવ્યું નહીં, તો એ એકલા ધારણાના જ્ઞાનનો અંશ (તેનો) નિષેધ કરી દીધો, એ તારું જ્ઞાનેય સાચું નથી. આહાહા ! ભાષા તો સાદી છે પણ હવે ભાવ તો જે હોય એ હોયને! શું થાય? એ બીજો પેરેગ્રાફ થયો.
હવે એનો ભાવાર્થ ભાવાર્થ છે ને! ચાલતી સાદી ભાષામાં, ટીકા ને સંસ્કૃત છે એનો ખુલાસો (ટકામાં) થઈ ગયો, હવે ચાલતી ભાષામાં ખુલાસો (કરે છે) “આસવો અશુચિ છે”આસ્રવ જે પુષ્ય ને પાપના ભાવ, દયા–દાન-વ્રત-ભક્તિ-પૂજા-કામ-ક્રોધ-માન-માયાલોભ આદિ (ભાવ) એ આસ્રવ છે (એ) અશુચિ છે-એ મેલ છે–એ જડ છે (કેમ કે) એ પોતાને જાણતા નથી, બીજા દ્વારા જાણવામાં આવે છે માટે જડ છે. દુઃખના કારણ છે એ આકુળતાને ઉત્પન્ન કરવાવાળા છે-એ પુણ્ય ને પાપના ભાવ (આકુળતાને ઉત્પન્ન કરે છે.) અને આત્મા શુચિ છે અશુચિની સામે પવિત્ર છે-જડની સામે જ્ઞાતા છે-દુ:ખની સામે સુખસ્વરૂપ છે. આ પ્રકારે લક્ષણભેદથી જુઓ તો બેયના લક્ષણો જુદા છે-બેયના ચિન્હ જુદા (જુદા) છે. આહાહાહા !
પુણ્યને પાપના ભાવનું લક્ષણ દુઃખરૂપ છે, ભગવાન (આત્માનું) લક્ષણ આનંદરૂપ છે. આહાહા ! પુણ્ય-પાપનું લક્ષણ અશુચિ ને મેલ છે, ભગવાનનું લક્ષણ શુચિ-પવિત્ર ને નિર્મળાનંદ છે, પુણ્ય-પાપના ભાવ જડ છે કેમ કે એમાં ચૈતન્ય સ્વભાવના અંશનો અભાવ છે અને ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ વિજ્ઞાનઘન છે. એવા બન્નેના લક્ષણભેદથી આત્મા અને આસ્રવના