________________
ગાથા-૦૨
૧૦૩
રોકાઈ ગયું છે. જ્ઞાન ( આસ્રવોથી )ભિન્ન થઈ ગયું ! “અને જો આસ્રવોથી નિવર્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો.” પુણ્ય-પાપના ભાવોથી ઠીને ( આત્મ ) સ્વભાવનું જ્ઞાન થયું, તો જ્ઞાનમાત્રથી –જ્ઞાન, પુણ્ય-પાપમાં પ્રવર્ત્યે નહીં પોતાના માનીને એમાં ( આસ્રવોમાં ) જતું નથી, તો તો ભેદજ્ઞાન થયું–તો યથાર્થ જ્ઞાન થયું ( તેથી ) જ્ઞાનમાત્રથી બંધનો નિરોધ (સિદ્ધ ) થઈ ગયો. આહાહા ! આ તો વકીલાતની પેઠે કોર્ટ મૂકી છે. ( શ્રોતાઃ- જ્ઞાનની સાથે સ્વરૂપ આચરણ ચારિત્ર પણ સાથે છે ? ) એ, એ જ્ઞાનમાત્ર એને જ કહ્યું.
આહા ! આંહી તો રાગ-પુણ્ય-પાપના ભાવથી હઠીને ભેદશાન થયું તો શાન-દર્શનઆચરણ-સ્વરૂપઆચરણ, એ ત્રણેય એક જ છે. એ જ્ઞાનમાત્ર કહેવામાં એ ( ત્રણે ) આવ્યા. એ જ્ઞાનમાત્ર છે ને ! એમાં રાગ ન આવ્યો. આહાહા ! કહો પંડિતજી ? આવી વાત ! અહીંયા તો કહે છે ચાહે તો જાત્રાના ભાવ હો, ભક્તિના ભાવ હો, વ્રતના ભાવ હો, અપવાસના ભાવ હો, ભગવાનના ( નામ ) સ્મરણના ભાવ હો, એ શુભ છે અને શુભ છે એ આસ્રવ છે અને આસ્રવ છે તે દુઃખરૂપ છે અને ભગવાન આત્મા, એનાથી ભિન્ન આનંદરૂપ છે આવું બન્ને વચ્ચે જો ભેદજ્ઞાન થયું, તો એ જ્ઞાન છે કે અજ્ઞાન છે ? જો અજ્ઞાન કહો તો તો પ્રવૃત્તિ-૫૨માં પ્રવર્તે છે તો પણ ભેદજ્ઞાન છે નહીં અને જો એને જ્ઞાન કહો ને શાન એમાં ( આસ્રવોમાં ) પ્રવર્તે છે તો પણ ભેદજ્ઞાન છે નહીં. આહાહા ! સમજાણું કાંઈ ? અભેદજ્ઞાનથી એની કોઈ વિશેષતા ન થઈ. જો આસ્રવોથી નિવૃત્ત છે તો જ્ઞાનથી જ –ભગવાન આત્મા ને શુભ અશુભ ભાવ, મલિનતા અને નિર્મળતા બન્નેનું ભેદજ્ઞાન થયું, એ જ્ઞાન, આસ્રવોથી નિવૃત્ત થયું તો જ્ઞાનમાત્રથી બંધ રોકાઈ ગયો-જ્ઞાનમાત્રથી જ બંધ અને અનંતાનુબંધીનો ભાવ સંસાર તો એ રોકાઈ ગયો, હજુ પ્રમાદનો થોડો બંધ છે એની અહીંયા ગણતરી ગણી નથી. જ્ઞાનથી જ –(માત્ર ) જ્ઞાનથી જ (બંધનો નિરોધ સિદ્ધ થયો. ) આહાહા !
એ શુભાગની રુચિથી હઠીને, ( આત્મ ) સ્વભાવની રુચિ-દૃષ્ટિ અભિપ્રાય થયો તેનાથી એમાં જ્ઞાન થયું આત્માનું-રાગથી ભિન્ન પોતાનું જ્ઞાન થયું ને જ્ઞાનમાત્રથી ( આસ્રવોથી ) નિવૃત્ત થઈ ગયો- પુણ્ય-પાપના પરિણામ (મારાં ) એવા અભિપ્રાયથી નિવૃત્ત થઈ ગયો, જો આસ્રવોથી નિવૃત્ત છે તો જ્ઞાનથી (જ) બંધનો નિરોધ સિદ્ધ થયો.
“અને જો આસ્રવોથી નિવર્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય ? સિદ્ધ થયો જ કહેવાય. આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું”–શું કહે છે? કોઈ એમ માને કે આપણે દયા-દાન-વ્રત-ભક્તિ કરતાં કરતાં (આપણું ) કલ્યાણ થઈ જશે તો એ ક્રિયાનય–અજ્ઞાનનું ખંડન કરી દીધું, કે એનાથી આત્માનું કલ્યાણ થઈ જશે એવી ક્રિયાને માનવાવાળા ક્રિયાનયનું ખંડન થયું, કે તારી (આ ) વાત સાચી નથી. આહાહાહા ! અજ્ઞાનનો અંશ હશે એવી માન્યતાવાળા ક્રિયાનયનું ખંડન કરી દીધું, એનાથી તો ભિન્ન થઈને ( ભેદજ્ઞાન થઈને ) કલ્યાણ હોય છે, એમાં રહીને કલ્યાણ થતું નથી.
“વળી જે આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આસ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી.”—શું કહે છે ? પુણ્ય ને પાપના ભાવ અને ભગવાન આત્મા, બન્નેનું જો ભેદજ્ઞાન થયું ને એ જ્ઞાન, પુણ્ય-પાપથી જો નિવૃત્ત ન હોય તો એ જ્ઞાન જ નથી. એ તો જ્ઞાનમાં ધા૨ણા