________________
ગાથા-૭૨
૧૦૧ આહાહાહા ! સમજાણું કાંઈ...? એટલા માટે ક્રોધાદિક આસ્રવોથી –એ શુભ-અશુભ ભાવરૂપી આસ્રવ છે એ બંધના કારણ છે, દુઃખ છે. આહાહાહા !
એ ક્રોધાદિક આસ્રવોથી નિવૃત્તિની સાથે (જ) આ શુભ-અશુભ ભાવથી હઠીને સ્વભાવમાં દષ્ટિ આવી તો એ વિકારથી હુઠી ગયો, એની સાથે અવિનાભાવી છે એવા જ્ઞાનમાત્રથી જ એની સાથે જ્ઞાન અવિનાભાવી છે. પુણ્ય-પાપના ભાવથી હઠયો તો સ્વભાવનું જ્ઞાન થયું એ એની સાથે (જ્ઞાન-સાથે ) અવિનાભાવ છે. આહાહા !
અવિનાભાવ એટલે? શુભ-અશુભ ભાવ એનાથી હઠીને પોતાનામાં આવ્યો તો સાથે ભેદજ્ઞાન થયું જ જ્ઞાનમાત્ર થઈ ગયો ત્યાં એ પરથી હઠયો અને પોતાનામાં આવ્યો, તો એની સાથે અવિનાભાવી જ્ઞાનમાત્ર સિદ્ધ થઈ ગયું, એ જ્ઞાનમાત્રથી બંધનો નિરોધ થઈ ગયો. આહાહા ! સૂક્ષ્મ વાત છે ભાઈ !
મૂળ વાત છે પ્રભુ ! અત્યારે તો આખી પ્રવૃત્તિમાં એ ધર્મ! વ્રત ને ભક્તિ ને પૂજામાં ધર્મ માને છે. તો અહીં તો કહે છે એમાં જ્યાં સુધી ધર્મ માને છે ત્યાં સુધી અજ્ઞાની છે. અવિરુદ્ધ જ્ઞાની છે. અભેદ એટલે રાગ અને આત્માને એક માને છે. પણ રાગ અને આત્માને અંદરમાં (બન્નેના) લક્ષણભેદથી વિકારીભાવ શુભ હો કે અશુભ હો, એનું લક્ષણ આકુળતા છે, ભગવાનનું (આત્માનું) લક્ષણ અણાકુળ-આનંદ છે. બેયની વચ્ચે અંતર (તફાવત) જોઈને, જે પ્રાણી અભિપ્રાયમાં વિકારથી નિવૃત્ત ન હોય તો એને વિકાર અને ( આત્મ) સ્વભાવના ભેદજ્ઞાનનો અભાવ છે, અને જ્યારે વિકારથી નિવૃત્ત થયો તો એની સાથે (આત્મ)જ્ઞાન થયું, વિકારથી નિવૃત્ત થયો તો એની સાથે આત્માનું જ્ઞાન થયું. તો જ્ઞાનમાત્રથી બંધ રોકાઈ ગયો. મિથ્યાત્વથી જે બંધ હતો તે જ્ઞાનમાત્રથી મિથ્યાત્વનો બંધ રોકાઈ ગયો. આહાહા ! બહુ ઝીણું ભાઈ ! છે?
“અવિનાભાવી એવા જ્ઞાનમાત્રથી (જ),” એટલે? શુદ્ધચૈતન્ય-જ્ઞાયકભાવના જ્ઞાનમાત્રથી જ-એનું જે જ્ઞાન થયું રાગથી ભિન્ન ચૈતન્યસ્વભાવ-આનંદસ્વરૂપ ભગવાન (આત્મા), એનું જ્ઞાન થયું, તો જ્ઞાનમાત્રથી જ, આહાહા! અજ્ઞાનજન્ય-અજ્ઞાનજન્ય-અજ્ઞાનથી જે બંધ હતો-મિથ્યાત્વથી જે બંધ હતો. “અજ્ઞાનજન્ય એવો જે પૌદગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે.” મિથ્યાત્વથી જે બંધન થતું હતું એ ભેદજ્ઞાનીઓ-સમ્યગ્દષ્ટિઓને, મિથ્યાત્વથી જે બંધ થતો હતો, એ બંધ છે નહીં. આહાહા ! સમજાણું કાંઈ...? એ ત્રણ લીટીમાં આટલું છે!
બીજો પેરેગ્રાફ, “વળી, જે આ આત્મા અને આસવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે?-હવે સિદ્ધ કરે છે કે જ્ઞાનમાત્ર-જ્ઞાનમાત્રથી જ બંધનો શા માટે નિરોધ હોય છે એ પ્રશ્ન હતો, હતોને માથે? “જ્ઞાનમાત્રથી બંધનો નિરોધ કેવી રીતે હોય છે”—ગાથા ઉપર (છે). તો જ્ઞાનમાત્ર થયો-ચૈતન્ય સ્વરૂપ, આનંદસ્વરૂપનું (નિજાત્માનું) જ્ઞાન થયું અને રાગના જ્ઞાનથી હઠી ગયો.રાગની રુચિથી ઉઠી ગયો અને સ્વભાવની રુચિમાં આત્માનું જ્ઞાન થયું. આહાહા !
એ જ્ઞાનમાત્રથી મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો જે બંધ હતો એ ભેદજ્ઞાનીને રોકાઈ ગયો! અને જો (બંધ) ન રોકાય તો અમે પ્રશ્ન કરીએ છીએ- કહે છે (કે) જ્ઞાનમાત્રથી જ્યાં (આત્મજ્ઞાન થયું. અને “એ આત્મા અને આસવોનું ભેદજ્ઞાન છે તેથી (એ) અજ્ઞાન છે કે જ્ઞાન?” ભગવાન આત્મા, આનંદકંદ પ્રભુ! અને પુણ્ય-પાપના ભાવ દુઃખરૂપ, બન્નેનું ભેદજ્ઞાન