________________
:
-
9
૧૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ત્યાં અભિપ્રાય જામી જાય છે, ત્યાં અહંપણું સ્થાપી ધે છેપૂર્ણાનંદના નાથ ઉપર, એ હું એવું સ્થાપી દે છે. અને પુણ્ય-પાપના ભાવથી હઠી જાય છે. આવી વાત છે ભાઈ ! કહો, દેવીલાલજી! આહા !
(આસ્રવોથી) નિવૃત્ત ન થવાથી, આત્મા અને આસ્રવોના પારમાર્થિક ભેદજ્ઞાનની સિદ્ધિ થઈ નથી. શું કહે છે? જો એ શુભ-અશુભ ભાવથી નિવૃત્તિ ન હોય અને એનાથી હુઠીને સ્વભાવમાં ન આવ્યો હોય તો પુણ્ય-પાપના ભાવથી નિવૃત્તિ નથી થઈ તો ભેદજ્ઞાન જ નથી. એ પુણ્ય-પાપના ભાવ અને આત્માનું ભેદજ્ઞાન છે જ નહીં એને. આહાહા! સૂક્ષ્મ વાત છે ભાઈ !
આહાહા ! આત્મા અંતર અનાકુળ આનંદસ્વરૂપ પ્રભુ અને શુભ-અશુભ ભાવ આકુળતાદુઃખ છે.–આવું બન્નેનું (અંદર) અંતર (ભેદ) જોઈને પરથી (આસવોથી ) નિવૃત્ત જો ન હોય, તો પરથી ભિન્ન ભેદજ્ઞાન થયું જ નથી. આહાહા ! સમજાણું કાંઈ..?
આહાહા ! નિવૃત નથી થયો તો એ આત્માને આસવોથી યથાર્થ ભેદજ્ઞાનની સિદ્ધિ જ નથી થઈ. એ શુભ-અશુભ ભાવથી આત્મા ભિન્ન છે, એવું જો ભેદજ્ઞાન હોય તો, પુણ્ય-પાપના ભાવથી, અભિપ્રાયથી હટી જાય છે અને અભિપ્રાયથી જો ન હટે તો પુણ્ય-પાપના ભાવ અને આત્માનું ભેદજ્ઞાન થયું જ નથી. આહાહા ! સમજાણું કાંઈ...? અનેક છે એવા અનેકપણાનું ભેદજ્ઞાન થયું નહીં. બેનો એકપણાનો રાગ છે અજ્ઞાનીને રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના વિકલ્પ (જે છે) રાગ, એ પણ શુભરાગ છે, એ દુઃખરૂપ છે. આહાહાહા ! ભગવાન (આત્મા). આનંદ ને જ્ઞાનઘન છે. એવો બન્નેની વચ્ચે તફાવત જોઈને, અભિપ્રાયમાં વિકારથી હટી જાય છે અને સ્વભાવમાં જામી જાય છે. જે આવા વિકારથી હટે નહીં, તો વિકાર ને સ્વભાવનું ભેદજ્ઞાન થયું નથી. આહાહાહા ! આવું છે સ્વરૂપ!
(શું કહે છે?) “(સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી,” આગ્નવોની પારમાર્થિકયથાર્થ ભેદજ્ઞાનની સિદ્ધિ થઈ નથી. ભલે એનાં ખ્યાલમાં લઈ લીધું હોય (ધારણામાં હોય વાત) કે રાગભાવ છે એ દુઃખરૂપ છે ને આત્મા છે એ આનંદરૂપ છે, એવું ખ્યાલમાં જાણપણામાં લઈ લીધું હોય) પણ, અંદરથી નિવૃત્ત ન થયો યથાર્થપણે એનાથી (આસ્રવોથી) નિવૃત્ત ન થયો, (તો) એ ખ્યાલ-ખ્યાલનું ભેદજ્ઞાનેય યથાર્થ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ....? ઝીણી વાત છે ભાઈ !
પ્રથમ સમ્યગ્દર્શનમાં ભેદજ્ઞાનમાં, રાગથી ભિન્ન થઈને પોતાની (નિજાત્માની) પ્રતીતિ કરે છે તો એ સમ્યગ્દર્શન થાય છે. તો સમ્યગ્દર્શનની પર્યાય ભેદજ્ઞાન, અહીંયા જ્ઞાનપ્રધાન કથન છે. (તેથી) તો ભેદજ્ઞાનમાં પરથી ભિન્ન છુટીને (થઈને) સ્વભાવની તરફ એની દૃષ્ટિ થઈ તો પરથી એની રુચિ હુઠી ગઈ, અને પરથી હુઠે નહીં તો વિકાર અને સ્વભાવની વચ્ચે તો અનેકતા છે-ભિન્નતા છે તો ભેદજ્ઞાન એને થયું જ નથી. આહાહા! સમજાણું કાંઈ....? (અહો !) આ ચોથા ગુણસ્થાનની વાત છે.
સમ્યગ્દષ્ટિ જીવ, શુભાશુભ ભાવને-મલિનભાવને જોઈને એનાથી છુટીને (નિજ) સ્વભાવમાં દૃષ્ટિ સ્થાપે છે એવું જો ન હોય તો (બે) વચ્ચેનું અંતર ભેદજ્ઞાન થયું જ નહીં.