________________
ગાથા-૦૨
સમયે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે.
શું કહે છે ? ( કે ) જે રાગ છે– શુભ રાગાદિ છે એના પ્રત્યે પ્રેમ છે, એને આત્મા પ્રત્યે ક્રોધ છે દ્વેષ છે. જેમને રાગ-શુભરાગ (પ્રત્યે ) રુચિ છે એને આત્મા પ્રત્યે અરુચિ છે અરુચિ કહો ( કે ક્રોધ કહો. આહાહા ! આવી વાત ઝીણી છે બહુ ભાઈ !
૯૯
‘તે જ વખતે’ જ્યારે જાણે છે ‘તે જ વખતે’ ( આસ્રવોથી નિવૃત્ત થાય છે. ) આહાહા ! આત્મા વિજ્ઞાનઘનસ્વરૂપ-આનંદસ્વરૂપ, પવિત્ર અને આ પુણ્ય-પાપના ભાવ મેલ, જડ ને દુઃખ-આકુળતાને ઉત્પન્ન કરવાવાળા (એમ ) બન્નેની વચ્ચે અંતર, અંતર નામ ભેદ ( જુદાઈ ) જાણે છે ત્યારે-જ્યારે જાણે છે તે જ વખતે, છે ? એ પુણ્ય-પાપના ભાવ ( આસ્રવો ) પોતાના સ્વભાવથી વિરુદ્ધભાવ છે એ સ્વભાવથી વિરુદ્ધને ક્રોધ કહ્યો ! તો જ્યારે ક્રોધ અને સ્વભાવને
ભિન્ન જાણે છે (ભિન્નતાનું ) ભાન (થયું ) ત્યારે ક્રોધથી નિવૃત્ત થાય છે. આહાહા ! મલિન પરિણામથી પોતાનો આત્મા ભિન્ન ચીજ છે, એવું જ્યારે જાણવામાં આવે છે એ જ સમયે વિકા૨ની રુચિથી હઠી જાય છે. આહાહા ! સમજાણું કાંઈ ?
( કહે છે ) જે સમયે વિજ્ઞાનઘન ભગવાન આત્મા અને પુણ્ય-પાપના ભાવ ( આસ્રવો ) મલિન અને અશુચિને જડ–એવો બન્ને વચ્ચે અંતર–ભેદ, વિશેષ તફાવત જોતા વેંત, તફાવત જોતાંવેંત ધર્મીનો આત્મા, આત્માના સ્વભાવથી વિરુદ્ધભાવ જે પુણ્ય-પાપ(ના ભાવો ) છે એની રુચિથી ( પાછો ) હઠી જાય છે–અભિપ્રાયમાં ( એ ભાવો ) મારાં છે એનાથી હટી જાય છે. આહાહા ! આવી વાત છે. તે જ સમયે વિકાર-ક્રોધાદિક એટલે પુણ્ય-પાપના ભાવ, ક્રોધ ( કહ્યા ) સ્વભાવથી વિરુદ્ધ ( ભાવ ) છે માટે, એ આસ્રવોથી નિવૃત્ત થાય છે.
(આહા !) અંતરમાં વિકા૨ીભાવ-શુભાશુભ બધાય અને અવિકારી સ્વભાવ ભગવાન ( આત્મા ), બેયની વચ્ચે અંતર (જુદાઈ ) જોઈને, ૫૨થી જ્યારે નિવૃત થાય છે. છે? એનાથી નિવૃત્ત નામ (એટલે કે) પોતાનો અભિપ્રાય ત્યાંથી હટાવી લે છે. પુણ્ય ને પાપના ભાવ અશુચિ, મેલ, જડ ને દુઃખરૂપ છે આકુળતાને ઉત્પન્ન કરનારાં છે. ભગવાન ( આત્મા ) અનાકુળ આનંદનો કંદ છે આવું બન્ને વચ્ચેનું અંતર જોઈને વિકારી પરિણામથી, અભિપ્રાયથી નિવૃત્ત થાય છે. (પહેલાં ) અભિપ્રાયમાં વિકારી પરિણામ મારા હતા એવી જે માન્યતા હતી, એ અભિપ્રાયમાં વિકારી પરિણામથી નિવૃત્ત થાય છે. આહાહાહા ! છે ?
( શું કહે છે ?) કેમ કે એનાથી જે નિવૃત્ત નથી-અંદરમાં એ વિકારી પુણ્ય-પાપ, શુભાશુભભાવ બેય, એનાથી જો નિવૃત્ત ન હોય, નિવૃત્ત નથી તો એને આત્માના (અને ) આસવના પારમાર્થિક ભેદજ્ઞાનની સિદ્ધિ થઈ નથી. આહાહાહા ! જેમ ઘઉંથી કાંકરા જુદા છે કાંકરાથી ઘઉં જુદા છે (ઘઉં વીણે છે તેમાં) કાંકરા ઉઠાવે છે (વીણે છે) એમ અહીંયા ભગવાન આત્મા ૫૨ તરફના લક્ષવાળા પુણ્ય-પાપના ભાવ (કાંકરા સમાન ) અને મા૨ી ચીજ (નિજાત્મા ) અંદર એનાથી જુદી છે, એવું ભેદજ્ઞાન થાય છે ત્યારે ૫૨થી નિવૃત્ત થાય છે. આહાહા ! આવી વાત છે.
૫૨થી નિવૃત્ત થાય છે એનો અર્થ ? અભિપ્રાયમાં જે વિકા૨ મારો એવી બુદ્ધિ હતી, એ વિકા૨પરિણામોથી (મારાપણાનો ) અભિપ્રાય દૂર થઈ જાય છે, અને પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ