________________
ગાથા-૭૨ પ્રભુના વિરહ પડયા નાથ એમાં આવો મારગ આવ્યો છે, એમાં આ વખતે ન બેસે એથી તેને વિરોધ કરવો એ કાંઈ. આહાહાહા......દુઃખના કારણ છે, કારણ મુક્યું આંહીં તો, એ શુભભાવ જે દયા, દાન, વ્રત ભક્તિના પરિણામ એ દુઃખનું કારણ છે, એટલે કે એ આત્માના શાંતિ ને સુખનું કારણ નથી. આહાહા!
અરેરે ક્યાં મળે એને, અનંતકાળથી રખડતો, દુઃખી-દુઃખી-દુઃખી-દુઃખી પ્રાણી, જે દુઃખ તેનો સ્વભાવ નથી અને એ દુઃખ તે તેના સ્વભાવની શુદ્ધિનું કારણ નથી, એ દુઃખના કારણ છે. આમ ભાષા આમ કરી, દુઃખરૂપ છે એટલું ન મૂકતા આકુળતાના ઉપજાવનારા દુઃખરૂપ છે એમ ન કહેતા, દુઃખના કારણો છે એમ સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ? આહાહા ! એટલે કે એ આત્માની શાંતિ ને ધરમના કારણ એ નથી. સમ્યગ્દર્શનશાન ચારિત્રના પરિણામના કારણ એ શુભભાવ નથી. એ દુઃખરૂપ છે એમ ન કહેતા દુઃખના કારણ છે એમ કહ્યું. આહાહાહા !
આસવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખના કારણ છે” આહાહાહા ! જે દુઃખના કારણ છે એ સમકિતના કારણ કેમ થાય? જે દુઃખના કારણ છે એ ધર્મની જે મોક્ષમાર્ગની પર્યાય તેના એ કારણ કેમ થાય? કહો, દેવીલાલજી! આ ભાઈએ ફરીને કીધું 'તું ને લેવાનું જ્યારે લેવાય ત્યારે એ વાત. આ તો એક એક શબ્દો આ તો ટીકા સંતોની ટીકા છે. આચાર્યની ટીકા છે, એ કોઈ વાર્તા નથી. એને પણ સાંભળનારના ભાગ્ય જોઈએ છે. ભાઈ ! બાકી દુનિયાના પૈસાના ભાગ્ય હોય ના હોય એની હારે કાંઈ સંબંધ નથી. આ ભાગ્યવાન તો આ છે ભવિ ભાગન જોગ. “કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નથી,” એ શુભભાવનું એ આત્મા કારણેય નથી. ગજબ વાત છે. એ શુભભાવ તો નિમિત્ત આધીન પર્યાયમાં અંશમાં બહારથી થાય છે. આહાહાહા ! સમજાણું કાંઈ ?
ભગવાન આત્મા તો આમ ભગવાન તરીકે તો બોલાવ્યો છે ને. આત્મ તત્ત્વ ને જ ભગવાન તરીકે બોલાવ્યો છે, બોલાવ્યો છે એટલે કહ્યો છે, કહ્યો છે એટલે કે છે. આહાહા! સદાય નિરાકુળ સ્વભાવને લીધે કોઈનું કાર્ય અકારણ કાર્યશક્તિ છે ને? અકાર્ય કારણ શક્તિ અહીંથી કાઢી છે. ૪૭, જીવતર શક્તિ, “જીવોચરિત દંસણનાણે ઠિદો” ન્યાંથી કાઢી પહેલી. ભગવાન આત્મા એમાં અકાર્યકારણ નામનો એક ગુણ છે, તેથી તે શુભનું કારણેય નથી અને શુભનું તે કાર્ય નથી. આહાહાહા !
સમેતશિખરમાં એક વાર પહેલાં વહેલા ગયા'તા ને કલાક એક કલાક ચાલ્યો હતો (તમે હતા?) આ બોલ ઉપર એક કલાક ચાલ્યું'તું, તેરમી નહિ પણ પંદરમાં, તેરમાં તો સમેતશિખર ભાઈ હતા ને વરણીજી હતા પંદરમાં નહોતા ત્યારે હાલી 'તી એક કલાક, પંદર, પંદર (પાંત્રીસ, ચાલે છે ) વીસ વર્ષ થયા. આહાહા ! કોઈનું કાર્ય, શુભભાવ તીર્થકર ગોત્રનો પણ આત્મા કાર્ય નહિ, એનું કાર્ય નહિ ને કારણેય નહિ. એ શુભભાવ જે તીર્થંકર ગોત્ર બંધાણું તેનું આત્મા કાર્ય નહિ તેમ શુભભાવનું આત્મા કારણ નહિ. આહાહાહા !
પાંચ મહાવ્રતના પરિણામ જે છે તેનું આત્મા કારણ નહિ અને તે મહાવ્રતના પરિણામનું આ આત્મા કાર્ય નહિ. “કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી દુઃખનું અકારણ જ છે” પ્રભુ તો દુઃખનું અકારણ છે. એ પુણ્ય ને પાપના ભાવ તે દુઃખના કારણ ને આકુળતાને