________________
८८
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ઉપજાવનારા છે, જેમાં દુનિયા આ ઠીક છે ને સુખી છે એમ માને છે. અશુભ ભાવમાં પણ સુખ ઠીક છે, ને મજા માને છે. આહાહા ! પૈસા, આબરૂ, કીર્તિ આંહીં તો એથી આગળ જઈને વાત માને છે શુભભાવમાં પણ અમે સુખી છીએ, એ માનનારા મિથ્યાષ્ટિ છે, એને વસ્તુ સ્વરૂપ જે દુઃખનું કારણ નથી ને દુઃખનું કાર્ય નથી તેની ખબર નથી, તેના પરિણામમાં શુભભાવમાં સુખ માને છે તે આકુળતાના કારણને સુખ માને છે, અને સુખનું કારણ માને છે. એ મિથ્યાદૃષ્ટિ છે અર્થાત્ દુઃખનું કારણ નથી. વિશેષ કહેશે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૫૪ ગાથા-૭૨ તા. ૨૮/૧૨/૭૮ ગુરુવાર માગશર વદ-૧૪
(જુઓ!) પહેલા પેરેગ્રાફની ચોથી લીટી છે, પહેલો પેરેગ્રાફ છે ને!
આ પ્રમાણે ત્યાંથી શરૂ થાય છે. આ પ્રમાણે વિશેષ ( તફાવત) દેખીને, શું કહે છે? કે આ આત્મામાં શુભ-અશુભ ભાવ જે ઉત્પન્ન થાય છે એ અશુચિ છે, (અને ) ભગવાન આત્મા શુચિ-પવિત્ર છે. (એ) બેય વચ્ચેનો તફાવત જાણીને અને શુભાશુભ ભાવ છે એ જડ છે, કેમ કે શુભ (અશુભ) રાગ આદિ પોતાને જાણતા નથી, પરને જાણતા નથી પરંતુ) પર દ્વારા જાણવામાં આવે છે, એ કારણે શુભ-અશુભ (ભાવો) –દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ (છે જે) શુભ-અશુભ ભાવને અહીં જડ કહ્યા છે, અને ચૈતન્ય ભગવાન (આત્મા) વિજ્ઞાનઘન છે-ચૈતન્યન (છે.)
(આહાહા!) શુભ-અશુભ ભાવ છે એ આકુળતાને ઉપજાવનારા છે, આત્મા અનાકુળ આનંદસ્વરૂપ છે એવો બે વચ્ચે વિશેષ નામ અંતર-તફાવતને જોઈને, બેય વચ્ચે તફાવત-અંતર જોઈને આહાહા! શુભ-અશુભ ભાવ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ આદિના હો એ શુભ છે. (અને ) હિંસા, જૂઠું, ચોરી આદિ(ના ભાવ) અશુભ છે-બેય અશુચિ છે, જડ છે, આકુળતા ઉત્પન્ન કરવાવાળા (ભાવો) છે. ભગવાન આત્મા ચેતન પવિત્ર છે, વિજ્ઞાનઘન છે આનંદસ્વરૂપ છે. આહા! એ પ્રકારે વિશેષ-અંતરને (તફાવતને) જોઈને-અંતરમાં બેયનો ભેદ-અંતર નામ ભિન્નતા જાણીને, આહાહા ! ઝીણી વાત છે ભાઈ !
જ્યારે આ આત્મા, આત્મા અને આસવોનો ભેદ જાણે છે-જ્યારે આ આત્મા બન્નેને ભિન્ન (ભિન્ન ) જાણીને અર્થાત્ પર્યાય ઉપર દૃષ્ટિ છે ત્યાં તો શુભ-અશુભ ભાવ અશુચિ છે, દુઃખ છે ને જડ છે અને દ્રવ્યદૃષ્ટિ કરવાથી આત્મા પવિત્ર છે-વિજ્ઞાનઘન છે અને સુખનો પિંડ છેઆનંદનું કારણ છે. આહાહાહા!
આવો બન્નેની વચ્ચે અંતર(તફાવત) જોઈને –બેય ભાવમાં ભિન્નતા જોઈને બન્નેના ભાવમાં અન્યત્વ (જુદાઈ ) જોઈને, જ્યારે આ આત્મા, આત્મા અને આસવોનો ભેદ જાણે છે
જ્યારે આ આત્મા એટલે કે આ આત્મા–આત્મા અને આસ્રવો (એટલે કે ) આત્મા અને પુણ્યપાપના ભાવ જે અશુચિ, જડ ને દુઃખ છે અને આત્માને (આસવોથી) ભિન્ન ચીજ જાણે છે અંદરમાં, એ જ વખતે પુણ્ય-પાપના ભાવ બંનેય દુઃખરૂપ છે, ભગવાન (આત્મા) આનંદસ્વરૂપ છે. આવો બન્નેની વચ્ચે અંતર-તફાવત-ભિન્નતા-અન્યતા જોઈને (જાણીને) આહા! તે જ