________________
૧૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે-બેયની ભિન્નતાનું ભાન છે-જ્ઞાન છે, એ અજ્ઞાન છે કે જ્ઞાન છે? આવો પ્રશ્ન કરે છે.
“જો અજ્ઞાન છે તો આત્મા અને આસવોના ભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ.” અજ્ઞાન છે તો રાગ અને આત્માની એકતા છે ત્યાં તો કોઈ ભેદજ્ઞાન તો છે નહીં. રાગ-પુણ્યપાપના ભાવ અને સ્વભાવની જે એકતા છે ત્યારે ભેદજ્ઞાન થયું જ નથી. અજ્ઞાન છે એ તો! (આત્મા)સ્વરૂપનું જ્ઞાન નહીં ને રાગનું જ્ઞાન નહીં, તો તો રાગને પોતાનો માનવો (તે તો) સ્વભાવનું અજ્ઞાન છે. આહાહા ! આવું ઝીણું પડે અને (આત્મા) ઝીણો અરૂપી વસ્તુ!
અરૂપીમાં પણ શુભ વિકલ્પ છે એ સ્થળ છેદયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે એ પણ ધૂળ-અત્યંત સ્થૂળ !! ભગવાન (નિજાત્મા) તો એનાથી તદ્દન ભિન્ન છે. –આવા ભેદજ્ઞાન માત્રથી-જ્ઞાનમાત્રથી એ બંધ રોકાઈ જાય છે. મિથ્યાત્વ ને અજ્ઞાનનો અનંતાનુબંધી (કષાય) રોકાઈ જાય છે. અને જો ન રોકાય તો અમે પૂછીએ છીએ, પ્રશ્ન તો આ હતો ને જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ થાય છે? કે આ આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે–પુણ્યપાપના ભાવ અને ભગવાન આત્મા એનું જે ભેદજ્ઞાન છે, બન્ને ભિન્ન પડયા એ જ્ઞાન છે.
(શું કહે છે?) એ અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો અજ્ઞાન છે તો આત્મા અને આગ્નવોનું અભેદજ્ઞાન (રહ્યું) એ તો અભેદ રહ્યા, તો પુણ્ય-પાપના ભાવ ને આત્માને એક માન્યા ત્યાં ભેદજ્ઞાન તો છે નહીં. અજ્ઞાનમાં ભેદજ્ઞાન કયાંથી આવ્યું? આહાહા ! આગ્નવોને (આત્માના) અભેદ જ્ઞાનથી એની કોઈ વિશેષ -જુદાઈ તો ન થઈ, પુણ્ય-પાપના ભાવ ને આત્મા બેય (એક માનવાથી) તમારામાં અજ્ઞાન છે તો પુણ્ય-પાપના ભાવથી હઠયો નહીં–વિશેષતા તો થઈ નહીંઅંતર પડયું નહીં. આહાહાહા !
“અને જો જ્ઞાન છે તો (તે જ્ઞાન) આવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવત્ છે? જો એ પુણ્ય-પાપના ભાવ અને આત્માનું ભેદજ્ઞાન થયું છે તે જ્ઞાન છે તો તે જ્ઞાન પુણ્ય-પાપમાં પ્રવર્તે છે કે પુણ્ય-પાપના (ભાવોથી) નિવૃત્ત છે? જો એ જ્ઞાન છે તો તે આસવોમાં પ્રવૃત્ત છે કે એનાથી નિવૃત્ત છે?
- એ શુભ-અશુભ ભાવને જો તમે જ્ઞાન કહો છો તો એ જ્ઞાન એમાં પ્રવર્તે છે મારા તરીકે માનીને કે એનાથી નિવર્તે છે? જો આસ્રવોમાં પ્રવર્તે છે તો પણ આત્મા ને આગ્નવોના અભેદજ્ઞાનમાં, એનાથી કોઈ અંતર (તફાવત) ન થયો. જ્ઞાન પણ જો પુણ્ય-પાપમાં પ્રવર્તે છે તો ભેદજ્ઞાન નથી, તો એ જ્ઞાનેય નથી. આહાહા ! ઝીણી વાત છે ભાઈ ! આ બોતેર ગાથા બહુ. આહા !
(આત્મા) આસ્રવોથી નિવૃત્ત નથી થતો તો તો આત્મા અને આસવોનું ભેદજ્ઞાન નથી તો (બને) અભેદ થયા-પુણ્ય ને પાપમાં જ્ઞાનસ્વરૂપ ભગવાન (આત્મા) પ્રવર્તે એમાં (તો) અભિપ્રાયમાં (એ ભાવો ) મારા છે એમ રોકાઈ જાય તો તો ભેદજ્ઞાન છે જ નહીં. તો એ જ્ઞાનેય છે નહીં. સમજાણું કાંઈ ?
અને જો તે આસ્રવોથી નિવૃત્ત છે, જ્ઞાનનો પ્રશ્ન હતો ને? ( શું ) કે શુભ-અશુભ ભાવ અને ભગવાન આત્મા, એનું ભેદજ્ઞાન છે એ જો જ્ઞાન છે, તો એ જ્ઞાન એમાં (આસવોમાં) પ્રવૃત્ત જો છે તો પણ જ્ઞાન નથી અને જો એ જ્ઞાન એમાં પ્રવૃત્ત નથી, નિવૃત્ત છે, તો (એ જ્ઞાન) આસ્રવોથી