________________
૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ (શ્રોતા – જાણે છે કે જાણવાની શક્તિરૂપે સ્વભાવવાળો છે) સ્વભાવ? પણ સ્વભાવ કહો કે શક્તિ કહો એ તો એકનું એક થયું, શું અર્થ? એ કીધું છે એનો અર્થ શું થયો શક્તિ કહો, ગુણ કહો કે સ્વભાવ કહો બધું એકનું એક છે. જાણવાની પર્યાય કરે છે એમ અહીંયા પ્રશ્ન નથી. અહીંયા તો જાણવાના સ્વભાવવાળો જાણક સ્વભાવ ચૈતન્ય સ્વભાવ, શક્તિ સ્વભાવ, ગુણ સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ બધું એક જ (સ્વરૂપ) છે. ચૈતન્ય સ્વભાવપણું હોવાથી તે જે આત્માને અનન્યપણું છે, અનેરાપણું નથી પણ અભેદ છે એમ. શક્તિ કહો કે સ્વભાવ કહો કે ગુણ કહો બધું તો એકનો એક અર્થ થાય છે. આંહીં તો વધારે તો સ્વભાવસિદ્ધ કરવો છે ને. પુણ્ય-પાપનો ભાવ એનો સ્વભાવ નથી. એ તો વિભાવરૂપી જડ સ્વભાવ છે, એમ સિદ્ધ કરવા, તેને અહીં ચૈતન્ય સ્વભાવવાળો હોવાથી ચેતક છે, જ્ઞાતા છે. આહાહાહા !
આગ્નવો.” ત્રીજો બોલ શુભ કે અશુભ ભાવ, જેને દુનિયા અત્યારે વ્રત ને તપ ને ભક્તિ ને ધર્મ માને, જેને ધર્મનું કારણ માને, “એ આગ્નવો, આકુળતાના ઉપજાવનારા છે.” એ શુભભાવ આકુળતાનો ઉપજાવનાર છે, પ્રભુ નિરાકુળ છે, એનાથી વિરુદ્ધ ભાવ, સ્વભાવવાળો હોવાથી, આકુળતાના સ્વભાવવાળો છે. આસ્રવો પુણ્ય ને પાપના શુભ-અશુભ ભાવો આકુળતાના ઉપજાવનારા હોવાથી, એ આત્માની શાંતિને ઉપજાવનારા હોવાથી, વ્યવહારથી નિશ્ચય થાય, (એમ નથી) આહાહાહા! આમ કેમ શબ્દ આવ્યો છે? એ આસવો આકુળતાના ઉપજાવનારા છે. એ આસવો પુણ્ય શુભભાવો આત્માની શાંતિના ઉપજાવનારા, ધર્મને ઉપજાવનારા નથી. આહાહાહાહા ! સમજાણું કાંઈ? એ છે ને મોટો મૂળ વાંધો ઈ છે ને? એટલે. આકુળતાના ઉપજાવનારા છે. ભાઈ ! એ શુભભાવ હો ચાહે તો દયા, દાન, વ્રત, આદિનો વિકલ્પ હો, એ આકુળતાના ઉપજાવનારા છે. એ ભગવાનની શાંતિ અનાકુળતાની પર્યાયને ઉત્પન્ન કરનારા નથી. એટલે વ્યવહારનો ભાવ, રાગનો ભાવ, એ આકુળતાના ઉપજાવનારા છે, એ વ્યવહારનો રાગનો ભાવ અનાકુળ એવો ભગવાન આત્માના સુખને ઉપજાવનારો નથી, એ સુખને ઉપજાવનારા નથી. આહાહાહા !
(શ્રોતા:- ભક્તિમાં તો શાંતિ લાગે છે) શાંતી દેખાય અજ્ઞાનીને, રાગની મંદતા દેખાય ને. એ રાગ અણાકુળ એવો જે ભગવાન આત્મા સુખસ્વરૂપ લેશે, એને ઉપજાવનારો નથી. એ શુભભાવ આકુળતાના ઉપજાવનારા હોવાથી, કારણ આપ્યું દુઃખના કારણો છે. બે ભાષા લીધી છે. એક શુભભાવ શુદ્ધતાના કારણ છે, એમ નિષેધ કરાવવામાં, એમ કે શુદ્ધની ઉત્પત્તિ શુભથી થાય છે, એમ નથી. આહાહા !
શુભભાવ, જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ ભાવ આકુળતાના ઉપજાવનારા છે. (શ્રોતાઅપરાધ છે ) અપરાધ છે, દોષ છે. એક પણ વાત એને સત્ય હોવી જોઈએ ને? એમનેમ મોટી લાંબી વાતું કરે ને એના મૂળ તો હાથ આવે નહિ. આહાહા ! આહાહા! ભગવાન આત્મા કોણ છે એ પછી કહેશે.
આંહીં તો પુણ્ય ને પાપના ભાવ, શુભ-અશુભ ભાવ આકુળતાના ઉપજાવનારા એમ સિદ્ધ કરીને આત્માની શાંતિ જે સુખ છે તેના ઉપજાવનારા નથી. શુભ છે તે શુદ્ધને ઉપજાવનારા નથી. આહાહાહા! શું થાય? લોકો તકરાર કરે, વાંધા ઉઠાવે, એકાંત છે બાપુ, બહુ પ્રભુના