________________
८४
સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે. જડ સ્વભાવપણે એમ નથી લીધું પાછું, જડ સ્વભાવપણું એનું હોવાથી તેઓ બીજાવડે જણાવા યોગ્ય છે. આહાહા ! આકરું લાગે જગતને ભાઈ પણ મારગ તો આ છે. ચાહે તો ભગવાનની ભક્તિ ને વ્રત ને તપનો ભાવ આવે, એ બધો જડ સ્વભાવ છે કેમકે એ વિકલ્પ છે એ અચેતન સ્વભાવી છે, એ પોતે જાણવાના સ્વભાવનો અભાવ સ્વભાવ છે. આહાહા !
તેઓ બીજાઓ વડે જણાવા યોગ્ય છે, એટલે? રાગ જે દયા, દાન, વ્રત આદિ છે એનું જડ સ્વભાવપણું હોવાથી તે તેને જાણતા નથી પણ તે બીજા વડે જણાવા યોગ્ય છે. તેઓ બીજાઓ વડે એટલે કે જાણનાર સ્વભાવ વડે તે જણાવા યોગ્ય છે. આહાહાહા.... જાણનાર સ્વભાવ એવો ભગવાન આત્મા એ વડે તે જાણવા યોગ્ય છે. રાગ વડે, રાગ જણાવા યોગ્ય છે નહિ, કેમ કે તે જડ ને અચેતન સ્વભાવપણે હોવાથી, આ અમૃત રેડ્યા છે એકલાં. ટીકા તે ટીકા છે ને? ગમે તેટલી વાર વાંચો તો તેમાં ભાવ-ભાવ ભરેલા અનંત છે. આહાહાહા !
તેઓ બીજાઓ વડે જણાય એટલે? કારણ કે જે જડ હોય તે પોતાને ને પરને જાણતું નથી એ, રાગ-રાગ છે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો તે રાગ પોતે રાગ છે તેમ જાણતું નથી તેમ તે રાગ ચૈતન્યસ્વરૂપને જાણતું તો નથી તે રાગ બીજાઓ વડે જણાવા યોગ્ય પદાર્થથી જણાવા યોગ્ય છે. જણાવા યોગ્ય પદાર્થથી જણાવા લાયક છે. આહાહા ! આવો ઉપદેશ હવે. ઓલું તો દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો કેટલું સહેલું સટ. એવું તો અનંત વાર કર્યું છે બાપુ! એ તો સંસાર છે. અહીં તો સંસારના પરિણામથી ભિન્ન ભગવાન છે તેને બતાવવો છે. જેમાં સંસારના પરિણામ ઉદય જ નથી, જનમ મરણ તો નથી પણ જનમ મરણના કારણના ભાવરૂપભાવ તેનામાં નથી. કારણકે જડ હોય તે પોતાને એટલે રાગને રાગ જાણે, તે રાગ પરને જાણતું નથી, રાગ રાગને જાણતું નથી. રાગ આત્માને જોડે છે ચૈતન્ય પ્રભુ. રાગ છે દયા, દાન, વ્રતનો એ રાગ રાગને જાણતો નથી, રાગ જોડે ચૈતન્ય છે તેને જાણતો નથી. અપર પ્રકાશક અહીં છે ને એટલે અહીં સ્વપર અપ્રકાશક થયું કહે છે. આહાહાહા!
કારણકે જે જડ હોય તે પોતાને ને પરને જાણતું નથી. તેને બીજો જ જાણે છે. એ રાગ જડ છે, એ પોતાને જાણતું નથી, પરને જાણતું નથી. અહીં સ્વપરપ્રકાશક છે પણ સ્વપર અપ્રકાશક છે. છે ને? ગજબ વાત છે. તે રાગ જાણતું નથી એટલેથી ન લીધું પણ રાગ પોતાને જાણતો નથી ને રાગ પરને જાણતો નથી. પંડિતજીએ આટલો ખુલાસો કર્યો. અરેરે! એમાં બધું મનાઈ ગયું છે અત્યારે તો. જાત્રા ને ભક્તિ ને, અરેરે! પ્રભુ! શું છે ભાઈ ! એના સરવાળા બાપા વર્તમાનમાં નહિ દેખાય, સરવાળા આવશે આકરા પડશે પ્રભુ, એમાં ધર્મ માનીને રોકાઈ ગયો છો, એના ફળ રાગની એકતાબુદ્ધિમાં દબાઈ જઈશ ભાઈ. અને એ રાગની એકતામાં એનાથી લાભ થાય છે એમ માન્યું છે તેથી તેની એકતામાં દબાઈ જઈશ પ્રભુ. તારી જુદી ચીજને તું નહિ રાખી શકે. આહા ! આહાહા!
દેહના છૂટવાના કાળે તો પ્રભુ રાગથી એકત્વ જેણે તોળ્યું છે તેને રાગથી ભિન્નપણે દેહ છૂટશે. જેને રાગની એકત્વબુદ્ધિથી, નહિ જાણનારને જાણનારની સાથે એકત્વ કરતાં, રાગનો ભાવ જે શુભ છે તે નહિ જાણનારો હોવાથી, એને નહિ જાણનારો હોવાથી તે પરને નહિ જાણનારો હોવાથી, બે વાત અને પરવડે જણાવા યોગ્ય હોવાથી ત્રણ વાત. ભાઈ તેથી તેને પ્રભુ