________________
ગાથા-૭૨
૯૩ લીધો પર્યાયની નિર્મળતા છે, તો આંહી તો ત્રિકાળીની અતિનિર્મળતા. સમજાણું? પર્યાયમાં નિર્મળતા આવે ધર્મની એ નિર્મળ છે પ્રભુ તો અતિ નિર્મળ છે. આહાહાહા! (શ્રોતાઅતિનિર્મળતાનો પિંડ લખ્યું છે.) અતિ નિર્મળ વસ્તુ જ અતિ પવિત્રનો પિંડ છે. એમ પૂછયું અતિનિર્મળ કેમ કહ્યું? એમ કહ્યું કે પરિણતિમાં નિર્મળતા થાય પણ આ પ્રભુ તો ત્રિકાળી અતિનિર્મળસ્વરૂપ છે. સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્ર સ્વભાવ સ્વભાવ એનો તો ચૈતન્ય જાણવું દેખવું સ્વ પોતાના ભાવપણે અતિનિર્મળ ભગવાન સદાય ચૈતન્યમાત્ર સ્વ...ભાવપણે જ્ઞાયક હોવાથી, ચૈતન્યમાત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી, દ્રવ્ય લીધું, સ્વભાવ આવો છે માટે તે જ્ઞાયક છે. ૭૨મી (ગાથા) ફરીને લીધું છે એમ કીધું'તું ને રામજીભાઈએ રાત્રે નહીંતર વંચાઈ ગયું છે. આહાહા ! આહાહાહા!
ભગવાન આત્મા એકકોર પુણ્ય ને પાપના ભાવની અશુચિતા બતાવી ને અપવિત્રતા બતાવી અને આ બાજુ ભગવાન આત્મા સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્ર સ્વભાવપણે જાણવા દેખવાના સ્વભાવપણે જ્ઞાયક હોવાથી, આવી રીતે જ્ઞાયક હોવાથી, અત્યંત શુચિ અતિનિર્મળ લીધું'તું ને પહેલું, તેથી અતિશુચિ છે, એકલી શુચિ એમ નહિ, અતિ શુચિ છે. શું ટીકા? આહાહાહા ! અમૃતચંદ્રાચાર્યની ટીકા એક એક શબ્દ. (શ્રોતા:- શું ટીકાની ટીકા !) આવી વાત છે એણે સમજવા માટે બાપુ બહુ એકાગ્રતા જોઈએ પહેલાં. અતિ, આ અત્યંત શુચિ છે, એ એટલો શબ્દ નથી, અત્યંત શુચિ જ છે. એકાંત કરી નાખ્યું. ભગવાન આત્મા, ચૈતન્યમાત્ર સ્વભાવપણે સદાય અતિ નિર્મળ હોવાથી નિર્મળ જ્ઞાયક હોવાથી, અતિ શુચિ જ છે. અતિ નિર્મળ પવિત્રતાનો પિંડ પ્રભુ છે. પવિત્ર જ છે, એનો ખુલાસો કર્યો છે શુચિનો, શુચિ જ છે એટલે પવિત્ર જ છે, પણ ન્યાંય જ છે, અને ઉજ્જવળ છે, આહાહાહા! એક બોલ લીધો, અશુચિનો એક લીધો.
હાદુર્ણ” એને જાણીને એમ છે ને શબ્દ પહેલો? “ણાદુર્ણ” જાણીને આ રીતે આગ્નવોને જાણીને એમ, ભિન્ન જાણીને, ધીરાના કામ છે ભાઈ આ તો. આહાહા!
બીજો બોલ. આગ્નવો ચાહે તો ભગવાનની ભક્તિ આદિનો સમવસરણના દર્શન આદિનો આ વાણી સાંભળવાનો ભાવ આદિ જે છે, એ શુભભાવ “આસવોને જડ સ્વભાવપણું હોવાથી” એ રાગમાં જડપણું છે. કેમ ? રાગ પોતે જાણવાના સ્વભાવના અભાવસ્વરૂપ છે. આગ્નવોને જડસ્વભાવ, જડભાવપણું એમ ન લીધું જડ સ્વભાવપણું, જડભાવ એમેય ન લીધું. એનો એક રાગ જે છે શુભરાગ એનો જડ સ્વભાવ એનો સ્વભાવ જ જડ છે. હવે અહીંયા એને ધર્મનું કારણ માનવું છે જગતને. નહિંતર એકાંત થાય છે એમ કહે છે, પ્રભુ! પ્રભુ! તું શું કહે છે ભાઈ ! તારા ઘરના હિતની વાત છે એને તું અનાદર કરશ ભાઈ ! આહાહા! ભગવાન અતિ શુચિ જ છે અતિ પવિત્ર જ છે અતિ ઉજ્જવળ જ છે એની સામે હવે કહે છે કે આસ્રવ તે જડ છે બીજો બોલ આ.
એ શુભ કે અશુભ ભાવ શરીર અશુચિ, મેલ મળ છે એની વાત અહીં નથી. આ જે જડ છે માંસ, હાડકાં, ચામડા, અશુચિ એતો જડના છે, એની આંહી વાત નથી. પુદ્ગલના એની અહીં વાત નથી, એમાં થતાં પુણ્ય ને પાપના શુભ ને અશુભ ભાવ એને જડ સ્વભાવપણું, જડ સ્વભાવપણું, એનું સત્ત્વપણું જડસ્વભાવપણું સત્ત્વ છે, એમ કિધું. એનું પણું જડ સ્વભાવપણું