________________
ગાથા-૭૨
વિકા૨ના કર્તાપણે ભાસે છે ને વિકાર તેનું કાર્ય છે.
પછી ૭૧માં એમ કહ્યું કે જ્યારે આત્મા સ્વભાવની સન્મુખ થઈને વિભાવથી વિમુખ થઈને જ્ઞાતાદૃષ્ટાપણે ભાસે છે, ત્યારે તેને ક્રોધરૂપે ભાસતો નથી. શું કહ્યું ઈ ? જ્યારે આત્મા રાગથી ભિન્ન પડી અને આત્માના જ્ઞાન, દર્શન ને આનંદના પરિણામને કરે છે ત્યારે તેને જ્ઞાતાદેષ્ટાના પરિણામ માલૂમ અનુભવમાં માલૂમમાં આવે છે, ત્યારે તેને સ્વભાવથી વિરુદ્ધ એવો જે વિભાવ તેનું કર્તાપણું ત્યાં ભાસતું નથી એટલે હોતું નથી, ભાસતું નથી પાઠ એવો શબ્દ છે અંદર, એનો અર્થ કે હોતું નથી. આહાહા !
૯૧
રાગનો વિકલ્પ જે પર્યાયબુદ્ધિમાં છે તેનાથી ભિન્ન પડીને ચૈતન્યસ્વભાવનું જ્યાં પરિણમન થાય છે ત્યારે તેને જ્ઞાતાદ્રષ્ટાના અનુભવનાં પરિણામનું વેદન, ભાસ કર્તા કર્મ તે તેને ભાસે છે, તે કાળે રાગનું કર્તાપણું સ્વભાવથી વિરુદ્ધ એવો રાગ, રાગનો પ્રેમ એવો જે સ્વભાવ પ્રત્યે ક્રોધ, એ ક્રોધ પ્રત્યેનું મારાપણું ત્યાં હોતું નથી. સ્વભાવના ભાનના કાળમાં સ્વભાવથી વિરુદ્ધ જે રાગનો પ્રેમ અને ક્રોધ તેનું પરિણમન તે વખતે હોતું નથી માટે તે ભાસતું નથી. આહાહાહા ! આવી વાત છે. તેથી તેને રાગથી ભિન્ન એવા જ્ઞાતાદ્રષ્ટાના પરિણામ માત્રથી બંધનો નિરોધ થાય છે, એને બંધન અટકી જાય છે. ત્યારે શિષ્યનો પ્રશ્ન થયો આ હવે પૂછે છે કે આ પ્રશ્ન કેમ ઉઠયો ? કે જ્યારે એ રાગથી ભિન્ન પડી અને સ્વભાવની દ્રષ્ટિ ને અનુભવ કરે છે એટલે કે જ્ઞાતાદેષ્ટાનો અનુભવ કરે છે તે જ્ઞાનમાત્રથી જ તેને બંધન અટકી જાય છે. એ જ્ઞાન એટલે રાગથી ભિન્ન પડીને આનંદ, જ્ઞાન સ્વરૂપમાં એકાગ્રતા તે જ્ઞાન. આહાહાહા !
એ જ્ઞાનસ્વરૂપ આત્મા તેમાં એકાગ્ર થતાં એ જ્ઞાન થયું આત્માનું ને રાગથી ભિન્ન પડયું એવા જ્ઞાનમાત્રથી એટલે સ્વભાવની એકાગ્રતારૂપી જ્ઞાનની ક્રિયામાત્રથી તેને બંધન અટકી જાય છે. આહાહાહા ! સમજાય છે કાંઈ ? એથી શિષ્યનો પ્રશ્ન ઉઠયો છે. હવે શિષ્ય પૂછે છે જ્ઞાનમાત્રથી જ, જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે ? બસ તમે તો એ જ્ઞાનમાત્ર થયું ત્યાંથી એને બંધ અટકી ગયું, કઈ રીતે કહો છો, શું કહો છો. ( શ્રોતા:- ક્રિયા ક્યાં ગઈ ? ) હૈં ! એ જ્ઞાનમાત્રથી એટલે રાગની જે પરિણતિની ક્રિયા છે તેનાથી તો બુદ્ધિ ઉઠાવી લીધી છે. ધર્મી જીવે ત્યાંથી બુદ્ધિ ઉઠાવીને આત્મા આનંદસ્વરૂપ છે, આ જ્ઞાનસ્વરૂપ છે ત્યાં બુદ્ધિને સ્થાપી છે, એથી ત્યાં બુદ્ધિનું જ્ઞાનમાં એકાગ્રપણું છે એકલું જાણપણું ધારણા છે એમ નહિ એમ કહે છે. આહાહાહા ! દેવીલાલજી ! આવી ઝીણી વાત છે. આહાહા !
અરે જગતને ક્યાં, સત્ય શું છે ? જે સ્વરૂપ જ્ઞાતાદેષ્ટા નામ અનંતગુણનો સાગર પ્રભુ એને રાગનો ચાહે તો શુભ વિકલ્પ હો એનાથી પણ રુચી ફેરવીને એટલે કે પર્યાયબુદ્ધિને છોડીને વર્તમાન રાગના અંશ ઉ૫૨ જે રુચી હતી, તેને છોડીને જેને ત્રિકાળી જ્ઞાતાદેષ્ટા પ્રત્યેની રુચી ને પરિણમન થયું એને એ જ્ઞાનમાત્રથી જ બંધનું અટકી જવું થાય છે એથી એનો પ્રશ્ન છે. એમાં જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે ? સ્વરૂપ ભગવાન આત્મા એનું જ્ઞાન થયું, રાગથી ભિન્ન પડીને, એવા જ્ઞાનમાત્રથી તેને તે પ્રકા૨નો બંધ અટકી જાય છે, બધો બંધ અટકી જાય છે એમ નહિ, એમાંય તકરાર છે આગળ આવશે ૭૨ ગાથા,