________________
૮૯
ગાથા-૭૨ માટે નહિં મરે ને? બધું ઘણું જોયું છે. આહાહા ! (શ્રોતા:- આપ પુણ્યને ઉડાવો છો કેમ, પુણ્યથી આગળ વધવાનું કહો.) એ પુણ્ય છે એ રાગ છે માટે ભિન્ન પાડ તો આગળ વધ્યો કહેવાય. આવી વાત બાપુ. આહાહાહા !
આખી દુનિયા સલવાઈ ગઈ છે ક્યાંક-ક્યાંક-ક્યાંક-ક્યાંક સાંગો ફાગો કહે સલવાણા, ક્યાંક કોઈ પુણ્યમાં સલવાણા ને કોઈ દેશસેવામાં ને આમાં ને તેમાં અમે દુનિયાની સંભાળ રાખીએ છીએ ને દેશને સુખી કરવાના પંથે છીએ ને બધી ભ્રમણા છે અજ્ઞાનીની. આહાહા! સુખી થવાનો પંથ તો પ્રભુ તારામાં છે. આહા ! એ પુણ્ય-પાપના ભાવથી રહિત પ્રભુ આત્મા આનંદસ્વરૂપ છે. વસ્તુ છે એ અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપમાં રાગથી ભિન્ન પડીને અંદરમાં આનંદમાં આવવું આ એનું નામ ધર્મ છે, બાકી બધી વાતું થોથા છે, પછી કરોડો રૂપિયા ખર્ચે ને કરોડોના મંદિર બનાવે ને પ્રતિમાઓ બનાવે ને મોટા વીર રથયાત્રા ને ગજરથ કરે છે ને ? ગજરથ કરે છે, દિગંબરમાં પાંચ પાંચ લાખ ખર્ચાને, કરોડ ખરચે ને ધૂળમાં ન્યાં ક્યાં ધર્મ હતો? આહાહાહા ! ભાવ શુભ હોય ત્યાં, પુણ્ય થાય, પુણ્ય એ બંધનનું કારણ છે. કહો દેવીલાલજી!
બેય વાત આવી, રાગથી ધર્મ માનનારાઓ એ ક્રિયાનયવાળાનું ખંડન કર્યું, અને જ્ઞાન ને જાણપણું કરે અને રાગમાં પ્રવર્તે, તો એ જ્ઞાન એકાંત જ્ઞાનનું ખંડન કર્યું, એ જ્ઞાન એને કહીએ કે જે રાગથી નિવર્તિ અને પ્રવૃત્તિ છોડીને અંદરમાં જાય તેને જ્ઞાન કહીએ. નહીંતર તો જ્ઞાન લુખા-શુષ્ક જ્ઞાની છે. આહાહાહા ! કહો શાંતિભાઈ ! આવું છે. આટલી લીટીમાં કેટલું ભર્યું છે આ તો. આ તો સિદ્ધાંતો છે ને મંત્રો છે પ્રભુ. જાગતે જાગતી જ્યોતિ પ્રભુને જગાડવાના મંત્રો છે આ તો. પણ આકરા પડે બહુ પ્રવૃત્તિ અત્યારે એટલી વધી ગઈ. ઓહોહોહો... જાણે કોઈ ને વસ્ત્ર ન હોય તેને વસ્ત્રના ઢગલા આપીએ, ગાડાના ગાડા ભરીને વસ્ત્ર આપે છે ને અહીંયા પાલીતાણામાં એવું બહુ કે સાધુઓ માટે ગાડાના ગાડા ભરીને લઈને આપે છે. હા છે ને આંહી છે બધું જોયું છે એ શુભભાવની ક્રિયા જે છે એને ધર્મ માને છે તે તો મિથ્યાષ્ટિ, જૂઠી દૃષ્ટિવાળો છે. આહાહાહા!
એ રાગની ક્રિયાથી દેહની ક્રિયા તો જડ છે આ તો માટી છે. આમ હાલે ચાલે એ તો જડની એને કારણે ચાલે છે, આત્માથી આમ આમ થાતું નથી કાંઈ, એની પર્યાય છે. ઝીણી વાત છે જરી. પરમાણું છે અસ્તિ જગતનું તત્ત્વ છે પરમાણું અજીવ એની અવસ્થા આમ આમ થાય એ એની પર્યાય છે અહીં. આત્મા એની પર્યાય કરી શકતો નથી. એની વાત તો એકકોર રાખો, પણ અંદરમાં જે કાંઈ શુભ કે અશુભ ભાવ થાય, એ મારું કર્તવ્ય છે ને હું એનો કર્તા છું ત્યાં સુધી તે મિથ્યાર્દષ્ટિ અજ્ઞાની મૂંઢ છે. સમજાણું કાંઈ ? આહાહા ! એ પ્રભુ અંદર શાશ્વત ચૈતન્યમૂર્તિ જ્ઞાનનો પુંજ છે, આનંદનો સાગર છે સ્વભાવનો, અનંત અનંત શક્તિનો સંગ્રહાલય, મકાનનું સ્થાન છે, અનંત, અનંત શાંતિ આદિનો એ ગોદામ આત્મા છે. અરેરે ! એ કેમ બેસે રે. એક બીડી બે સરખી પીવે જ્યારે સીગારેટ આમ ત્યારે ભાઈ સાહેબને દસ્ત ઉતરે પાયખાને, આટલા તો અપલખણ છે. હવે આપણે તો જીંદગીમાં બીડી પીધી નથી પણ બધા પાયખાને જાય બે પીવે ત્યારે દસ્ત ઉતરે આવા તો અપલખણ હવે એને એમ કહેવું ભગવાન તારું સ્વરૂપ અંદર આનંદ