________________
ગાથા-૭૨ તો એ જ્ઞાન નહિ, અને નિવર્યું છે. આહાહાહા..... આસવથી નિવર્યું છે આ તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થઈ ગયો.
જ્ઞાનસ્વભાવી ભગવાન આમ જ્યાં રાગથી ભિન્ન પડયું જ્ઞાન એ જ્ઞાન આસવમાં પ્રવર્તતું નથી તે તો જ્ઞાન-જ્ઞાનમાં પ્રવર્તે છે, તેથી તે જ્ઞાનમાત્રથી કર્મબંધન અટકી જાય છે. આવી વાતું. દુનિયાની જાતમાં હવે એને એ વાતું કરે કોક આમ કરે ને કોઈ આમ બાકી મારગડા જુદા ભાઈ. પરમ સત્ય એના ભણકારા જુદી જાતના છે ભાઈ. આહાહાહા !
આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાયનું ખંડન થયું. શું કીધું ? કે અંદર દયા, દાન ને વ્રત ભક્તિના પરિણામ કરતાં કરતાં કલ્યાણ થશે, એનો નિષેધ કર્યો. કારણ કે એ અજ્ઞાનનો અંશ છે એ રાગ છે એમાં જ્ઞાન નથી, એ ક્રિયા રાગની છે. શું લોજીક ને ન્યાયથી સિદ્ધ કરી છે વાત. જો એ જ્ઞાનમાત્ર થયું, એમાં રાગ ને પુણ્ય પાપના પરિણામ જે છે એ ક્રિયા છે રાગની અને એનાથી ભિન્ન પડેલું જ્ઞાન એમાં પ્રવર્તે નહિ, પ્રવર્તે આ પોતામાં એથી જે કોઈ રાગની ક્રિયા દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામથી કલ્યાણ થાય એમ માને તો એ અજ્ઞાનનો અંશ ક્રિયાનનું ખંડન કર્યું. એ ચીજ ખોટી છે, એનાથી કલ્યાણ છે નહિ. આરે! આહાહાહા ! અજ્ઞાન ને ક્રિયાયનું ખંડન, ક્રિયા એટલે રાગ એ રાગ છે ને દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા ને ભગવાનનું સ્મરણ એ બધી વિકલ્પની વૃત્તિનું ઉત્થાન છે-ઉત્થાન છે એ રાગ છે. એ રાગની ક્રિયાનું ખંડન કર્યું એ કાંઈ ધર્મ નથી. એક વાત.
વળી જે આત્મા ને આસવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આસવથી નિવત્યું ન હોય તો તે જ્ઞાન જ નથી, શું કહ્યું એ ? કાંકરા ને ઘઉં બે જુદા પાડયા, એ ઘઉં ઘઉંમાં રહ્યા કાંકરા ભિન્ન, એમ પુણ્ય-પાપના વિકલ્પોની વૃત્તિઓ રહી એ કાંકરામાં પાડ (રાખ) અને ભગવાન જ્ઞાનસ્વરૂપ પોતે ચૈતન્ય છે તેમાં ઠર્યો. એવા જ્ઞાનથી જ આસ્રવોથી નિવૃત્તિ થઈ ગઈ. “અને જો આસવથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી.” એ શું કહ્યું? ઘારણામાં આવ્યું કે આ પુણ્ય-પાપના ભાવ જુદા છે અને આત્મા જુદો છે એવી ધારણા થઈ પણ એ ધારણા થઈ પણ એ જ્ઞાન પાછું પ્રવર્તે છે પુણ્ય-પાપમાં. આહાહાહા ! ઝીણી વાત છે પ્રભુ. આહાહા !
કહે છે કે એ શુભ-અશુભની લાગણીઓની વૃત્તિઓ ઊઠે એમાં જો જ્ઞાન પ્રવર્તતું હોય તો તો અજ્ઞાન છે એ તો, ભલે જાણપણું થયું એના ખ્યાલમાં આવ્યું પણ ખ્યાલમાં આવ્યા છતાં પ્રવર્તે છે તો રાગમાં, પુણ્ય-પાપમાં તો એ જ્ઞાન જ નહિ. આહાહાહા ! શું કહે છે?
ફરીને બે ત્રણ વાર ચાર વાર કહીએ ત્યારે માંડ (પકડાય). ચૈતન્યસ્વરૂપ વસ્તુ ભગવાન જ્ઞાનમૂર્તિ આત્મા શાશ્વત અને પુણ્ય-પાપના કૃત્રિમ વિકલ્પ ભાવ, એણે જાણ્યા ખ્યાલમાં આવ્યો, પણ ખ્યાલમાં આવ્યા છતાં એ જ્ઞાન, ન્યાં ને ત્યાં વર્તે છે તો એ જ્ઞાન જ નથી, એટલે જાણપણું થયું એટલે કે મને હવે જ્ઞાન સમ્યક્ થયું એવા એકાંત જ્ઞાનનયનું ખંડન કર્યું. શું કહ્યું? પહેલું એમ કહ્યું કે શુદ્ધ ચૈતન્યમૂર્તિ ધ્રુવ વસ્તુ અને પુણ્ય-પાપના કૃત્રિમ વિકારી ભાવ એનો એનાથી ધર્મ માને કોઈ તો એનો આંહી નિષેધ કર્યો પણ દયા, દાન, વ્રત આદિના વિકલ્પો છે એ તો રાગ છે અને રાગથી પ્રભુ ભિન્ન છે તો ભિન્નનું ભાન નથી ને રાગમાં પ્રવર્તે છે, એ તો ધર્મ નથી. એક વાત.