________________
ગાથા-૭૨
૮૫ આ ન્યાય સર્વશના ઘરનો ન્યાય છે, ન્યાય એટલે “નિર્ધાતું છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમાં તેને લઈ જવું દોરી જવું. એનું નામ ન્યાય, આ સરકારના ન્યાય એ તો જગતના ઘડેલા એના સરકારે. આ તો વસ્તુનો ન્યાય નિ' ધાતુ ન્યાયમાં લઈ જવું, જેવું સ્વરૂપ છે તેમાં જ્ઞાનને દોરી જવું અને વિકારથી ખસી જવું. આહાહાહાહા !
આંહી પૂછે છે કે, ભેદજ્ઞાન થતાં કર્મનું બંધન અટકી જાય, જ્ઞાનમાત્ર થતાં, ઓળખાણ જ્યાં થઈ કે આ તે મારી મા, ત્યાં વિકારની લાગણીથી આવ્યો તો એકદમ બંધ એમ જે પુણ્ય ને પાપના વિકૃત ભાવ એનાથી ભગવાન ચૈતન્ય શાશ્વત ભિન્ન છે એમ ભાનમાત્ર જ્ઞાન થતાં જ એને સંસારનું રખડવું અટકી જાય છે, જો અટકતું ન હોય તો હું પ્રશ્ન કરું છું. સંત કહે છે, આચાર્ય કહે છે, કે એ ભેદજ્ઞાન અજ્ઞાન છે કે જ્ઞાન? જો તું અજ્ઞાન કહે તો તું પુણ્ય-પાપમાં પ્રવર્તે છે એ ભેદજ્ઞાન તો થયું નહિ. એ શુભ-અશુભ ભાવમાં પ્રવર્તે છે એને ભેદજ્ઞાન તો થયું નહિ માટે આ જ્ઞાન છે એ ખોટું છે, અભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા નથી. પુણ્ય ને પાપના ભાવ વિકારી અને નિર્વિકારી પ્રભુ બેની એકતા જે છે એમાં જુદાઈ તો પડી નહિ અભેદજ્ઞાન બેનું અભેદ થઈ ગયું. પુણ્ય-પાપ ને આત્મા બે ય એક થયા અજ્ઞાનમાં તો એને જુદાઈ થઈ નહીં
બીજો પ્રશ્ન “જો એ જ્ઞાન છે શુભ-અશુભ ભાવ જે છે વિકૃત અવસ્થા એનાથી જ્ઞાનાનંદ નિત્ય શાશ્વત પ્રભુ ભિન્ન છે એવું જો જ્ઞાન છે” તો એ જ્ઞાન છે એ આસવમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવત્યું છે? આ તો કોર્ટના કાયદા છે મોટા, જો એ જ્ઞાન છે, તો એ પુણ્ય-પાપના ભાવમાં પ્રવર્તે છે કે નિવર્યું છે? જો પ્રવર્તતું હોય તો તે જ્ઞાન નથી. એને જ્ઞાન થયું જ નથી. આહાહાહા ! આવી વાતું છે બાપા!
અરેરે! હિન્દુસ્તાનની આત્મવિધા લોપ કરી નાખ્યો લોકોએ, આ વસ્તુ સ્થિતિ છે. વિધમાન વસ્તુ ભગવાન એની વિધા નામ આત્મવિધા ત્રિકાળી ભગવાન આત્મા વિધમાન એક નિત્ય વસ્તુ શાશ્વત છે, અણ કરેલી, અવિનાશી એવી એ ચીજ આત્મા શાશ્વત છે, એનું જે જ્ઞાન તે આત્મવિધા, એ હિન્દુસ્તાનની મૂળ એ ચીજ હતી એ ચીજ અત્યારે ગોટે ઉઠી ગઈ છે. અન્યમાં તો છે જ નહિ વિલાયત ને લંડન ને બધે આફ્રિકા ને, એય! આ અમારે આફ્રિકામાં રહ્યા. આંહીનું આફ્રિકામાં મંદિર થયું છે ને હમણાં જેઠ સુદ અગિયારસે પંદર લાખનું મંદિર કરાવ્યું છે આ લોકોએ આ બધા ગૃહસ્થ છે સાંઈઠ સીત્તેર લાખ રૂપિયા છે એની પાસે એવા એવા ત્યાં સાંઈઠ ઘર છે, નૈરોબી આફ્રિકા, આ ખ્યાંથી આવ્યા છે ભાઈ પંદર લાખના મંદિરનું જેઠ સુદ અગિયારસે મુરત કર્યું છે પંદર લાખનું મંદિર કરવાના છે, વિનંતી કરવા આવવાના છે હવે થાય, (તે ખરું) શરીર તો હવે મોળું પડી ગયું છે પ્લેનમાં જાવું પાછું પાંચ કલાક.
આંહી તો શું કહેવું છે ? એ વિકારભાવ ને આત્મસ્વભાવ સ્વદેશ, આહાહા.... ઝીણી વાત છે પ્રભુ, એ આપણે આવી ગયું છે, બેનમાં કે ચૈતન્ય બપોરે પછી વાંચતો'તો ને આ આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ આનંદ, શ્રદ્ધા, શાંતિ આદિનો સ્વભાવ એ એનો સ્વદેશ છે, એ એનો સ્વદેશ છે અને પુણ્ય ને પાપના વિકલ્પો આવે એ પરદેશ છે. આહાહાહા ! અરે ભગવાન આનંદનો નાથ પ્રભુ સત્ શાશ્વત ચિ જ્ઞાન ને આનંદ, એ અમારો દેશ છે, એ અમારું સ્થાન છે, એ અમારી જમીન છે, એ અમારી ભૂમિ છે. એ અમારો ત્યાં પરિવાર વસે છે. આ જ્ઞાન