________________
८४
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ૮૯ વર્ષ, બહાર નીકળ્યા ને પૂછયું ભાઈ કેમ થયું તને? આવી કોર્ટમાં ત્રણ કલાક, કાંઈ થયું નથી કીધું, સત્ય હતું તે મેં તો મુક્યું છે, સત્યને આંચ શી છે, સત્ય મેં તો કીધું છે કે બિલકુલ વાત જુઠી છે. અફીણ–બફીણ અમે વેપારી લાવ્યા નથી ને કાંઈ છે નહિ, બધું આ ગુનો ખોટો કર્યો છે. ઓલાને હા પાડી ગયો, પ્રેસીડેન્ટને કરવું શું? છેવટે એ કોર્ટ લાવ્યા, વડોદરાની કોર્ટ પાલેજમાં લાવ્યા. જ્યાં કેસ થયો તો ને પાલેજ? આ ભરૂચની પાસે પાલેજ છે ને? ભરૂચ અને વડોદરા વચ્ચે ત્યાં એ કેસ કોર્ટ લાવ્યા. ચુકાદો આપી દીધો.
પ્રેસીડેન્ટે ચુકાદો આપ્યો, મારી ત્રણ કલાકની સાક્ષી, બિલકુલ ગુનેગાર નથી આ, કેસ ખોટો ઊભો કર્યો છે. અને ત્યાં સુધી કીધું એણે કે જે પોલીસે આ કેસ કર્યો છે તમારા ઉપર, અમને સાતમેંનો ખર્ચ થયો તો, સાતમેં રૂપીયાનો ખર્ચ તે દિ' ની વાત છે હોં, આ ૬૩ની સાતસેનો ખર્ચ થયો તો સવા મહિનો જાવું આવવું ને, તમે એ પોલીસ પાસેથી સાતમેં રૂપિયા લઈ શકો છો કારણકે કેસ તમારો ખોટો છે. હવે કીધું બિચારાને જવા દે ને ગરીબ માણસ, આંહીં તો કુદરતે એવું બની ગયું કોઈ એવો માણસ નીકળ્યો કે એ પોલીસને મારી નાખ્યો, કોઈ એનો દુશ્મન હશે કોઈ, મારી નાખ્યો અમે તો કીધું નહિ ગરીબ માણસ બિચારા આ એમ કે મારા સાતમેં ગયા તો, આંહી તે મારે ક્યાં તુટો પડવાનો છે આંહી શું કહેવું છે, કે ત્રણ કલાક સાચી વાત હતી તે જોવામાં ધ્રુજ નહોતી કાંઈ, મોટી કોર્ટ છે વડોદરાની બહાર છે મોટા ઝાડ ને મોટી પ્રેસીડેન્ટની ઓલી એનો ઓલો પંખો હોય છે ને મોટો આવો આ પંખો નહિ, પણ લુગડાનો મોટો જબ્બર બહારથી દોરી ખેંચે ને ત્યાં ત્રણ કલાક સુધી ઉભું રહેવું પડયું, પણ સત્ય હતું. એમ આ સત્ય વાત છે. એમ આ ભગવાન પરમાત્મા સંતો જગતને સની જાહેરાત કરે છે માર્ગ આ છે બીજો નથી. આહાહા! સમજાણું કાંઈ? આહાહાહા !
કહે છે પ્રભુ એક વાર સાંભળ, ભગવાન તું આત્મા છો ને આનંદ ને જ્ઞાનસ્વરૂપ, એવું જેને પુણ્ય ને પાપના ભાવથી જુદાઈનું ભાન થયું, તો એ જ્ઞાનમાત્રથી જ બંધન અટકી ગયું એને, ન અટકે તો હું પ્રશ્ન તને કરું છું કહે છે, એમ કહે છે, કોર્ટ ચલાવી છે આ. ઓલી કોર્ટ તો મોટી કોર્ટ હતી, આ આત્મા ને આસવોનું ભેદજ્ઞાન છે એ અજ્ઞાન છે કે જ્ઞાન? આ પ્રશ્ન પડ્યો, પૂછયો, ત્યારે કહે છે કે જો અજ્ઞાન છે એમ તું કહે, તો તો એ પુણ્ય ને પાપના ભાવથી જુદો પડ્યો નથી માટે તે અજ્ઞાન પ્રવર્તે છે એમાં, જુઓ આ કોર્ટના ન્યાય આ વીતરાગ સર્વજ્ઞની કોર્ટ છે કોલેજ છે, આ કોલેજ છે સર્વજ્ઞની.
અમે પૂછીએ છીએ, ભગવાન ચૈતન્ય જ્યોત પ્રભુ આત્મા જ્ઞાન સાગર, શાશ્વત વસ્તુ એવું જેને પુણ્ય ને પાપના વિકલ્પની લાગણીથી ભિન્ન ભાન થયું, એ ભાનવાળાને બંધન અટકી ગયું, એ જ્ઞાનમાત્રથી બંધન અટકી ગયું. જ્યાં ભાન થયું કે અરે, હું તો ચૈતન્ય શુદ્ધ ને આ તો અશુદ્ધતા ભિન્ન એવા ભાન માત્રથી એને સંસારનું રખડવું અટકી ગયું અને જો રખડવું અટકે નહીં તો અમે તને પૂછીએ છીએ કે જે પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન જ્ઞાન થયું આત્માનું, એ જ્ઞાન છે કે અજ્ઞાન? ઓલો કહે કે અજ્ઞાન છે, તો આત્મા અને આગ્નવોના અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. જો અજ્ઞાન છે તો પુણ્ય ને પાપના ભાવને આત્માની જુદાઈ તો કાંઈ ન થઈ, એ ભેદજ્ઞાન જ થયું નથી, ન્યાય સમજાય છે? ન્યાયમાં નિ' ધાતુ છે, ન્યાય કોર્ટ