________________
૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ માતા જનેતા એમ જ્યાં જ્ઞાન ખ્યાલમાં આવી ગયું, ત્યાં જે વિકારબુદ્ધિ હતી એ ટળી ગઈ ફડાક દઈને, જ્ઞાન થયું જ્યાં આ તો માતા, એ મારી જનેતા છે આ શરીરની જનેતા હોં આત્માની જનેતા નહીં હો, આત્મા તો અનાદિ છે. આ ધૂળ, એમ જ્યાં ખ્યાલ આવ્યો સ્ત્રી છે એમ ધાર્યું'તું ત્યારે એને વિકારની બુદ્ધિ ઉત્પન્ન થઈ'તી, આ તો માતા, વિકારબુદ્ધિ ગઈ. આહાહા !
એમ પુણ્ય ને પાપના ભાવ એ મારાં છે એમ માન્યું'તું ત્યાં સુધી તો તેનું અજ્ઞાન હતું, ને તેને દુઃખનું વદન હતું. મારાં હોય એ જુદા પડે નહિ જુદાં પડે એ મારાં નહિ, એ શુભ કે અશુભ ભાવ વિકાર છે એ જુદા પડી જાય છે, જુદા પડે એ મારી ચીજ નહિ. આહાહાહા! અરે આવી વાતું.
મારો ભગવાન તો આત્મા જાણક ને આનંદ એ સ્વભાવથી કોઈ દિ' જુદો ન પડે, જેનો ભાવ સ્વભાવ છે જેનો, તેનાથી તે જુદો ન પડે ને પુણ્ય-પાપના ભાવથી તો જુદો પડી જાય છે. આહાહા ! પાપના ભાવ વખતે પુણ્ય નથી. દયા, દાન, વ્રત એ વખતે નથી. હિંસા, જૂઠું, ભોગ, વિષય, વાસનાના ભાવ વખતે, ત્યારે પછી જ્યારે દયા, દાન આવે ત્યારે ઓલા ભાવ નથી ત્યારે છૂટી જાય છે, એ નથી એટલે અને દયા, દાનનો ભાવ આવે ત્યારે પાપભાવ છૂટી જાય છે પાપ ભાવ છૂટી જાય છે ત્યારે દયા, દાન પુણ્યભાવ આવે, બેય છૂટવા લાયક ચીજ છે. બેય પોતાની જો હોય તો છૂટી શકે નહિ, માટે પોતાની નથી માટે છૂટી જાય છે. આહાહા! આવી વાતું ભાઈ.
એમ જેણે અંદરમાં આત્મા અને આગ્નવોનું ભેદજ્ઞાન થતાં કર્મબંધન અટકી જાય છે અને એ પ્રકારનું અનંત સંસારનું બંધન થાય એટલું અટકી જાય છે, અસ્થિરતાનું છે અને અહીં ગયું નથી, અનંત સંસારમાં રખડવાનું જે બંધન છે, એ વિકાર અને નિર્વિકારી ચીજ બે વચ્ચેના ભેદજ્ઞાન, જ્ઞાનમાત્ર થતાં એ વિકારનું બંધન અટકી જાય છે, જો એ જ્ઞાનમાત્રથી વિકારનું બંધન ન અટકે તો અમે તને પૂછીએ છીએ, લોજીકથી કે એ આત્મા ને આસવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન? આ વકીલાત જેમ વકીલ કરે ને પ્રશ્ન એમ કર્યો છે અત્યારે, શું કીધું ? કે આ આમા અંદર શાશ્વત વસ્તુ છે. છે છે છે છે છે છે અનાદિની છે, અત્યારે છે, ભવિષ્યમાં રહેશે, છે. એવો જે આત્મા અને પુણ્ય-પાપ જે કૃત્રિમ જે પર્યાયમાં અવસ્થામાં થતાં વિકાર એનું ભેદજ્ઞાન થતાં માત્ર જ્ઞાનમાત્રથી બંધન અટકી જાય છે. અને જો જ્ઞાનમાત્રથી બંધન ન અટકે તો અમે તને પ્રશ્ન કરીએ છીએ કહે છે. આહાહા ! આવી વાત છે. કે એ ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન? એ શુભ-અશુભ ભાવથી જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ જુદો પડ્યો એવું જે જ્ઞાન, તે જ્ઞાન, અજ્ઞાન છે કે જ્ઞાન?
આંહી જ્ઞાનમાત્રથી બંધન અટકે છે તે વાત સિદ્ધ કરવી છે. જ્યાં ભાન થઈ ગયું જ્યાં કે અરે હું તો ચૈતન્યમૂર્તિ અને આ વિકાર છે એ તો મલિન અને દુઃખરૂપ, એવું જ્યાં અંદર ભેદજ્ઞાન નામ ભિન્ન પડી ગયું જ્ઞાન, તે એ જ્ઞાનમાત્રથી જ એને સંસારનું અનંત સંસારનું બંધન અટકી જાય છે. એને રખડવું અનંત સંસાર તૂટી જાય છે. જો ન તૂટતો હોય તો અમે પ્રશ્ન કરીએ છીએ કહે છે સાંભળ કે જે આત્મા અંદર વસ્તુ છે શાશ્વત, અને પુણ્ય-પાપ જે કૃત્રિમ ક્ષણિક છે એનાથી ભેદ પડ્યો એ જ્ઞાન છે કે અજ્ઞાન? આ વકીલને પૂછે ને ઓલા મોટા હોય, હું! પૂછે કોર્ટમાં અમનેય પુછતા'તા.