________________
૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એવા જ્ઞાનમાત્રથી જ, આ સર્પ છે એમ જ્યાં પકડાઈ ગયો છે ઈ મારા હાથમાં દોરડી, ને સર્પ છે એમ જ્ઞાન થયું ત્યાં છુટી ગયો છે. ભલે આમ છોડતા હજી વાર લાગે આમ, પણ અભિપ્રાયમાંથી તો છૂટી ગયો. “અને અભિપ્રાયમાંથી ન છૂટે તો તેને રાગ અને સ્વભાવ વચ્ચેનું ભેદજ્ઞાન થયું નથી.” આ વાત સમજાય એવી છે પ્રભુ. તારા ઘરની સાદી ભાષા પ્રભુ છે, એ સાદો છે આત્મા ને સાદી ભાષા છે. આમાં કોઈ સંસ્કૃત ને મોટી વ્યાકરણની વાત નથી). આહાહાહા! એવું સ્વરૂપ છે. વિશેષ કહેવાશે. (શ્રોતા પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧૫૨ ગાથા૭૨ તા.૦૩/૧૨/૭૮ રવિવાર માગશર સુદ-૩
ગાથા-૭ર સમયસાર. છેલ્લો પેરેગ્રાફ છે ને ટીકાનો, સૂક્ષ્મ અધિકાર છે જરી.
આંહીંયા એમ કહે છે કે આ દેહમાં, જે દેહ છે એ તો જડ છે માટી પણ અંદરમાં આત્મા જે ચીજ છે, એ જાણક સ્વભાવથી ભરેલો જ્ઞાનસ્વરૂપી જેનો જ્ઞાન સ્વભાવ જેમાં કર્મેય નથી, શરીરેય નથી અને જેમાં પુણ્ય ને પાપના ભાવ, શુભ-અશુભ ભાવ થાય છે એ બંધના કારણો વિકાર છે, એ ભગવાન સ્વરૂપમાં એ નથી. ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાયકસ્વભાવ જેના સ્વભાવમાં જ્ઞાન ને આનંદ આદિ પરિપૂર્ણ ભર્યા છે. આકરી વાત છે ભાઈ, એવો આત્મા અને એની દશામાં વર્તમાનમાં હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના એ પાપ બંધનના કારણ છે. અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ એ ભાવ પુણ્ય બંધનનું કારણ છે એ ધર્મ નથી. એ મેલ છે કાલે આવ્યું” તું ને? શુભ કે અશુભ ભાવ અશુચિ છે, મેલ છે. ભગવાન શાયકસ્વરૂપ તત્ત્વ ચૈતન્ય એ નિર્મળાનંદ પ્રભુ છે. એ બેનું જેને ભેદજ્ઞાન થાય છે, ઝીણી વાત છે ભાઈ. એ મલિન ભાવ, જડ ભાવ એ દુઃખ ભાવ એનાથી આત્મા જ્ઞાનભાવ, ચૈતન્યભાવ, સુખભાવ બે વચ્ચેનું જેને અંતરમાં જુદાઈનું જ્ઞાન થાય છે. બીજી દ્રષ્ટિએ કહીએ તો વર્તમાન દશામાં જે થતા પુણ્ય-પાપના ભાવ એની ઉપર જે દૃષ્ટિ છે પર્યાય દ્રષ્ટિ, અવસ્થા, વિકાર દ્રષ્ટિ એ દ્રષ્ટિ છૂટી ને ત્રિકાળી આનંદ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા તત્ત્વ એના ઉપર જેની દૃષ્ટિ જાય છે, એ પુણ્ય-પાપના ભાવથી નિવૃત્ત થાય છે, આવી વાતું છે ભગવાન. આહા !
જેને પોતાના જ્ઞાનસ્વરૂપ (એવો ) પ્રભુ આત્મા પ્રજ્ઞા-પ્રજ્ઞાબ્રહ્મ, જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે, એની દશામાં વર્તમાન હાલતમાં અનાદિથી શુભ કે અશુભ ભાવ થયા કરે છે, એ દુઃખરૂપ છે એનાથી (જુદો ) આત્મા આનંદસ્વરૂપ છે. આહાહા ! વસ્તુ છે એ કોઈ દુઃખરૂપ ન હોય, દુઃખ એ વિકૃત છે અને ભગવાન અંતઃસ્વરૂપ છે. અવિકૃત આનંદ સ્વરૂપ છે. એ બેનું જેને અંતરમાં જુદાઈનું ભાન થાય છે, કે આત્માના સ્વભાવથી જુદા જે પુણ્ય-પાપના ભાવ તેનાથી અભિપ્રાયથી તે નિવૃત્તિ જાય છે, એ મારાં છે એમ જે માન્યું છે એવી જે શ્રદ્ધા ને અભિપ્રાય એનાથી છૂટી જાય છે અને પોતાનો જ્ઞાનસ્વભાવ ચૈતન્ય શાશ્વત આત્મા શાશ્વત વસ્તુ છે, નવો થયો નથી. અનાદિનું તત્ત્વ છે એ, સત્ત છે-સત્ત છે, છે એની આદિ શું? છે તેનો નાશ શું? છે તેના સ્વભાવથી ખાલી શું એ? એવો જે આત્મા એને જેણે પુષ્ય ને પાપના ભાવથી વર્તમાન બુદ્ધિની વિકૃત બુદ્ધિથી છૂટી અને નિર્વિકારી ભગવાન આત્મા એવી જેને દૃષ્ટિ થઈ, તે