________________
७८
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ઉધોગપતિ ને નરપતિ ને એ તો બધા જડ મૂંઢ છે. આહાહાહા !
અંદર લક્ષ્મી અંદર અનંત જ્ઞાન, અનંત આનંદ જેનો સ્વભાવ છે તેને હુદ શી? જેનું સ્વરૂપ છે કાયમી તેને મર્યાદા શી ? એવી અપરિમિત, અમર્યાદિત જ્ઞાન ને આનંદ ને શાંતિનો સાગર ભગવાન, એનાથી જ્યાં વિરુદ્ધ ભાવને જ્યાં ઓળખ્યા, એ અભિપ્રાયથી પાછો ન ફરે તો એણે ઓળખ્યા જ નથી. સમજાણું કાંઈ? સમજાણું કાંઈ એટલે વિસામાનું વાક્ય છે. વિસામાનું વાક્ય છે ને? કોઈને એમ કહે છે, એમ કહે છે વાત કરતાં કરતાં કાંઈક વચ્ચે આવે એમ કે ત્યાં એને સમજાય છે? એવું આમ વિસામાનું વાક્ય છે. અને એ વિસામો ત્યારે મળે એને કે પુણ્ય ને પાપના ભાવથી પાછો ફરીને નિત્યાનંદ પ્રભુમાં આવે તો વિસામો મળે, બાકી વિસામો મળે એવું નથી. આહાહાહાહા ! સમજાય છે? ભગવાન આત્મા અંદર છે ને બાપુ, આહાહા !
આહાહા! આત્મા અને આસ્રવોના પારમાર્થિક ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી “માટે ક્રોધાદિક આસવોથી નિવૃત્તિની સાથે અવિનાભાવી” એટલે ? એ શુભ-અશુભના ભાવથી નિવર્યો અને આત્માના સ્વભાવમાં આવ્યો એની સાથે એવા જ્ઞાનમાત્રથી, એ જ્ઞાન થયું જ્યાં હું આત્મા શુદ્ધ ચૈતન્ય છું ને રાગાદિ વિકાર છે, એ અંદર જ્ઞાન ભાન થયું, એ જ્ઞાનમાત્રથી જ અજ્ઞાનથી થતો પૌગલિક કર્મનો બંધ નિરોધ થઈ જાય છે અને નવા આવરણ આવતા નથી. આહાહાહાહા..
ફરીને, જ્યારે પુષ્ય ને પાપ, ક્રોધ એટલે પુણ્ય-પાપ ભાવ એના આગ્નવોથી એટલે બંધનના કારણો એનાથી નિવૃત્તિની સાથે અભિપ્રાયથી જ્યાં નિવર્યો તો એની સાથે અવિનાભાવી જે જ્ઞાન, આહાહાહા.રાગથી નિવર્યો ત્યારે અવિનાભાવી જે જ્ઞાન એ જ્ઞાનમાત્રથી અંદર બંધ રોકાઈ ગયો. જાણ; જ્ઞાન થયું જ્યાં આત્માનું ને રાગનું ભિન્ન ત્યાં બંધન અટકી ગયું અજ્ઞાનથી બંધન થતું તે બંધન થતું નથી. આહાહાહા! ભાન થયું ને ભાન!
એક મા-દીકરો હતા, મા નવી હતા, નવી મા અને પોતે જાનીનો, એ નવી મા જુવાન અવસ્થામાં જરી એમાં એની વહુ છે એ નહાવા ગયેલા અને વહુના કપડા એની બાએ પહેરેલા નવી મા, કપડા. આ બનેલું છે. ઓલી એની વહુ છે તે લંગડા ને કપડા ધોવા ગયેલી, અને એના કપડા વહુના છે એ એની નવી મા ઓઢીને સુતેલી, એમાં ઓલા છોકરાને વિષયની વાસના આવી, થઈ, એટલે આમ ઠેબ્રુ માર્યું એ જાણે કે વહુ છે, ત્યાં ઓલી જાગી, કેમ ભાઈ? વહુ નહાવા ગયા છે, આમ જ્યાં કીધું ત્યાં દષ્ટિ ફરી ગઈ, ફડાક દઈને, આ ભાન થયું ત્યાં આ તો કહે મારી નવી મા, આ કપડાને લઈને હું મુંઝાઈ ગયો'તો. ઓલી સમજી ગઈ, કેમ ભાઈ ! બા, વહુ નહાવા ગયા છે. આમ જયાં કીધું ત્યાં, અરે ! આ તો મા. દૃષ્ટિ ફરી ગઈ. એમ પુણ્ય ને પાપના ભાવ મારાં છે એમ માનીને સુતો છે, એને ભગવાન ને જ્ઞાનીએ એને જણાવ્યું બાપા એ ભાવ તારા નહિ. જાગ રે જાગ તારા નહિ. ત્યાં અભિપ્રાયમાંથી છૂટી ગયો, મારાં જે માન્યા'તા એ અભિપ્રાય છૂટી ગયો, મારી વહુ છે એમ જે અભિપ્રાય હતો ત્યાં મારી મા છે એમ થઈ ગયું. આ બોટાદમાં બન્યું છે. આંહી તો ઘણાં વરસ થઈ ગયા ને ૬૬ વરસ તો દીક્ષા લીધે થયા છે દુકાન છોડયા ૬૬ વર્ષ ૬૭ વર્ષે બધું ઘણું જોયું જગતને. આહાહા! અરેરે ! પ્રભુ તું કોણ છો? તારી કાયમની ચીજ અસલી શું છે? તું તારી કાયમની અસલી ચીજ શું છે? કે કાયમની અસલી