________________
ગાથા-૭૨ ઝેર ચડેલા છે અનાદિના. આહાહાહાહા !
એ શુભ કે અશુભ ભાવ એ અશુભભાવ તો ઠીક પણ શુભ આકરો લાગે છે એને, પરની દયા પાળવાનો ભાવ એ શુભ છે, રાગ છે, આહાહા! ગાંધી વ્યાખ્યાનમાં આવ્યા'તા ને રાજકોટ મોહનલાલ ગાંધી ૯૫ માં વ્યાખ્યાનમાં આવ્યા'તા ત્યારે આ કહ્યું'તું, કે પરની દયાનો વિકલ્પ ઊઠે છે એ રાગ છે અને પરની દયા પાળી શકું છું એ ક્રિયાનું અભિમાન મિથ્યાત્વ છે, આકરી વાત છે પ્રભુ. આહાહા ! હું બીજાને જીવાડી શકું છું, બીજાને સુખની સામગ્રી દઈ શકું છું, એ મિથ્યા અભિપ્રાય છે. એ આંહીથી તો છૂટયો, પરની ક્રિયા તો મારી નહિ શરીરની કે આ લેવા દેવાની, પણ અંદરમાં ભાવ થાય છે શુભ ને અશુભ, એને જો સુખી થવું હોય, એ પુણ્ય ને પાપના ભાવ મારાં છે એ દુઃખને પંથે પડ્યો છે, દુઃખને રસ્તે છે. જેને એ દુઃખના પંથ છોડવા હોય ને સુખને પંથે આવવું હોય, તો એ શુભ-અશુભ ભાવ મારું સ્વરૂપ નહીં, એ તો કૃત્રિમ વિકૃત ઊભો થયો છે ભાવ, અકૃત્રિમ મારો ત્રિકાળી આનંદકંદ સ્વરૂપ પ્રભુ, એ એનાથી ભિન્ન છે, એમ એનાથી પાછો વળી અને ભેદજ્ઞાન કરે, અને પાછો ન વળે તો એને ભેદજ્ઞાનની સિદ્ધિ થઈ જ નથી. એને દુઃખરૂપ જાણી અને પાછો ન વળે, તો એને પાછા વળવાનું ભેદજ્ઞાન થયું જ નથી. આહાહાહાહા ! આવું છે.
આ દુનિયાથી જુદી જાત લાગે આખી, ધર્મના નામે જ્યાં વાતું હાલતી હોય એથી જુદી, સંસારને નામે તો એકલું પાપ બાઈડી, છોકરાં ને ધંધા ને, ધર્મના નામે દયા ને દાનને વ્રત ને ભક્તિ ને પૂજા ને ધમાલ હાલે છે. એ પણ વૃત્તિ છે, એક રાગ છે. આહાહા ! એ અને મારી ચીજ અંદર કાયમી અનાદિ અનંત નિત્યાનંદ સહજાન્મસ્વરૂપ પ્રભુ ભિન્ન છે, એમ જેને ભાન થાય એ પુણ્ય ને પાપના ભાવથી નિવૃત્ત થાય, અભિપ્રાયમાંથી છૂટી જાય, એ મારાં છે એ અભિપ્રાય છૂટી જાય છે. ભલે અસ્થિરતા રહે, પણ અભિપ્રાયમાં એ મારાં હતા એ અભિપ્રાય છૂટી જાય, અને જો એનાથી અભિપ્રાય ન છૂટે તો એને ભેદજ્ઞાન નથી થયું.
આરે ! અરે ! આવી વાતું છે. પોણો કલાકમાં તો આવી વાતું એમાં આ બધી હાલે છે વાતું સંપ્રદાયમાં એ માયલી તો કંઈ વાત આવી જ નહિ બધી ખબર છે બાપા, બધી તમારી આખા સંપ્રદાયની આખા હિન્દુસ્તાનને જોયો છે દસ દસ હજાર માઈલ તો આ ત્રણ વાર ફર્યા છીએ આખા હિન્દુસ્તાનમાં, આ વાત જુદી છે બાપુ. આહાહા !
(શ્રોતાઃ- પરમાત્મા થવાનો મારગ તો જુદી જાતનો જ હોયને?) જુદી જાત છે ભાઈ અનંત અનંત કાળ વીત્યો. આ ૮૪ના અવતારમાં આ આત્મા તો અનાદિનો છે, એને આ ૮૪ લાખ યોનીમાં અવતાર કરી કરીને અનંતો કાળ ગયો છે ભાઈ. પણ ક્યાંય એ આત્મા રાગથી ભિન્ન છે એવું એણે જ્ઞાન ન કર્યું, ત્યાં રોકાઈ ગયો, કાં દયા પાળીને વ્રત કર્યા ને અપવાસ કર્યા ને તપસ્યા કરી ને ભગવાનનું ભજન કર્યું, હવે એ બધો રાગ છે, ત્યાં રોકાઈ ગયો પણ અંદર ભગવાન ભિન્ન છે, આત્મા એટલે ભગવાન હોં આંહી. આહાહા ! એ આવી ગયું. આમાં આપણે, ત્રણ વાર ભગવાન ભગવાન કીધું. ભગ નામ લક્ષ્મી અનંત જ્ઞાન ને અનંત આનંદ ને અનંત શાંતિ એ જેમાં લક્ષ્મી ‘ભગ’ પડી છે, “ભગ” એટલે લક્ષ્મી એનો વાન એ લક્ષ્મીવાન છે પ્રભુ. આ ધૂળની નહિ હોં, ધૂળની લક્ષ્મીના ધણી તો જડ છે. લક્ષ્મીપતિ એમ કહે છે ને?