________________
ગાથા-૭૨.
ચીજ તો જ્ઞાન ને આનંદ તારામાં છે. આ તો વિયોગ થઈ જાય છે શરીર છૂટી જાય છે હાલ્યો જાય ને બીજે જાય છે, પણ અંદરમાં જે શુભ કે અશુભ ભાવ એ એની ચીજ નહિ એ અસલી ચીજ નહિ એ નકલી ચીજ નવી ઉત્પન્ન થઈ. સમજાણું કાંઈ? આહાહાહા !
એમ જ્યાં બે ના વચ્ચેના લક્ષણ ને સ્વભાવના ભેદ જાણ્યા એથી એ અભિપ્રાયમાંથી શ્રદ્ધામાંથી મારા માન્યા'તા એ છૂટી જાય છે એને, અને જો છૂટે નહિ, છોડે નહિ તો તેને ભેદજ્ઞાન થયું નથી. “બ” ને જુદાં જાણ્યા નથી. આંહી ભાઈ બીજા એમ કહે છે કે પૂર્ણ આસ્રવથી છૂટી જાય તો એને, એ આંહી વાત નથી. આંહી એની વાત નથી અહીંયા, એમ કે આસ્રવથી નિવૃત્તિ ન હોય, પણ એ અભિપ્રાયથી નિવત્યું ન હોય, અભિપ્રાય જે મારાં હતા એમાંથી છૂટી જાય અને છૂટે નહિ તો ભેદજ્ઞાન નથી. (શ્રોતા- ભાવાર્થમાં તો ચોખ્ખું લખ્યું છે ) કર્યું છે પણ એ માનતા નથી એ લોકો એ પંડિતો છે ને ઓલા રતનચંદજી ને આ બધે આ ગાથાના અર્થ પણ કરનારા ક્યાં?
આંહીં તો ઓગણીસમી વાર હાલે છે આ સભામાં આખું સમયસાર અઢાર વાર તો પુરું થઈ ગયું છે એક એક શબ્દનો એક એક અક્ષરનો અર્થ પણ એ લોકો ઊંધા અર્થ કરે છે કેટલાંક, પૂર્ણ પૂર્ણ પુણ્ય-પાપના ભાવથી છૂટી જાય ત તો તેને ભેદજ્ઞાન કહેવાય. (શ્રોતા:- પણ ભેદજ્ઞાનથી સંવર થયો સંવર, ચોથે ગુણસ્થાને તો થાય છે ) છે એ, પણ એ ન માને ઈ, એ તો કહે પૂર્ણ જોઈએ ત્યાગ. આંહી તો એ વાત છે અર્થમાં એમ લ્ય છે પોતે. મારા તરીકે માનતો તે અભિપ્રાય છૂટી ગયો, પણ હજી પુણ્ય-પાપના ભાવ રહ્યા ખરા, અસ્થિરતાના જ્યાં સુધી અંતરસ્વરૂપમાં રમણતા ન થાય ત્યાં સુધી એ ભાવ હોય, પણ મારાં તરીકે હતા એ વાત છૂટી ગઈ. આહાહાહા !
બળખો આવ્યો એ કાઢતા વાર લાગે જરીક મોટો હોય તો, પણ અભિપ્રાયમાંથી થઈ ગયો કે આ છોડવો, આ છોડવા જેવો છે પછી છૂટતા જરીક વાર લાગે એને આમ લાંબો હોય, તો પણ અભિપ્રાયમાં એ મારો છે એમ નહિ. આહાહાહા ! આવી વાતું છે. એમ અંદર શ્રદ્ધામાં શુભ-અશુભ ભાવ મારાં છે એ ભાવ છૂટી ગયો, છતાં હજી શુભભાવ હોય ખરો. પૂર્ણ વીતરાગ પૂર્ણ પરમાત્મ દશા ન થાય ત્યાં સુધી હોય, પણ અભિપ્રાયમાંથી મારાં હતા એ અભિપ્રાય છૂટી ગયો. આહાહાહાહાહા ! સરદારજી! ભાષા તો સાદી છે હોં છે તો ઊંચી વસ્તુ બાપા. આ દુનિયા. આહાહા !
આસ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે” એટલે જ્ઞાનમાત્ર, એમ આસ્રવોથી નિવૃત્ત થયો ત્યાં જ્ઞાનમાત્ર થયું જ છે અંદર. આહાહાહા! ભગવાન આત્મા જ્ઞાનનો પિંડ પ્રભુ, જ્ઞાન જ્ઞાન એટલે જાણવું હોં જ્ઞાન એટલે આ શાસ્ત્રના પાના એ નહિ, અંદર જાણક સ્વભાવ જેમ સાકરનો મીઠો સ્વભાવ, એમ ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ કાયમી ત્રિકાળી સ્વભાવ, એ જ્ઞાનસ્વભાવનું જ્યાં રાગથી ભિન્ન થયું, ત્યાં જ્ઞાનસ્વભાવથી જ બંધ અટકી ગયો. એનું જ્ઞાન થયું તેમાં બંધ અટકી ગયો, અસ્થિરતાની વાત થોડી રહી એ વાત જુદી છે. હુજી એટલો બંધ થોડો હોય, પણ એ મારાં છે એવા અભિપ્રાયમાં જે મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો બંધ હતો તે બંધ ત્યાં અટકી જાય છે. આ ભાષા જરી શાસ્ત્રની છે. આહાહા!