________________
ગાથા-૭૨
૮૧ શ્રદ્ધામાંથી પુણ્ય-પાપના ભાવ(થી) નિવર્યો એ મારા નહિ આવી વાત છે બાપુ, જગતથી જુદી જાત છે. આહાહા! કહો પંડિતજી! મોટો પ્રોફેસર છે, પંડિત છે સંસ્કૃત (ના) આ સંસ્કૃતનું આંહી કામ નથી.
આંહી તો ભગવાન ચૈતન્યસ્વરૂપ અંદર ઝળહળ જ્યોતિ શાશ્વત વસ્તુ છે એને જેણે અશાશ્વત નામ કૃત્રિમ જે પુષ્ય ને પાપના ભાવ એનાથી શાશ્વત ચીજને જેણે જુદી જાણી એ અભિપ્રાયથી, આશયથી, શ્રદ્ધાથી એ પુણ્ય-પાપના ભાવથી નિવૃત્તિ જાય છે, એ મારાં નહિ. ત્યારે તેને આત્માનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાન થતાં આત્મામાં જે અતીન્દ્રિય આનંદ છે, તે અતીન્દ્રિય આનંદનો એને ત્યાં સ્વાદ આવે છે. આહાહા! જે અનાદિ કાળથી, પુણ્ય ને પાપના શુભ-અશુભ ભાવ જે રાગ છે એનો એને અનાદિથી સ્વાદ છે, અનુભવ છે, એ વિકારનો સ્વાદ અને અનુભવ છે, એ દુઃખનો અનુભવ છે. એનાથી પાછો વળે છે અંદરમાં, ત્યારે તેને આત્મજ્ઞાન થાય છે કે આ આત્મા તો પરિપૂર્ણ વસ્તુ છે ત્યારે તેને આત્મામાં જ્ઞાન થતાં, આસ્રવોથી નિવૃત્ત થતાં, અંતરમાં અતીન્દ્રિય આનંદનો જે સચ્ચિદાનંદ પ્રભુ આત્મા આનંદસ્વરૂપ છે, એનો એને અંશે સ્વાદ આવે છે. અરે! અરે ! આ શું હશે?
આ બહારના જે મેસુબ ને એ ખાય છે એનો સ્વાદ નથી જીવને, કેમ કે એ તો જડ છે, અને આત્મા તો અરૂપી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિનાની ચીજ છે એ મેસુબ, પેંડા, લાડવા એને એ ખાતો નથી, ફક્ત એનું લક્ષ ત્યાં જાય છે અને આ ઠીક છે એવો રાગ ઉત્પન્ન કરે છે, એ રાગનો સ્વાદ અને રાગને અનુભવે છે. અરે ! આરે! એમ સ્ત્રીનું શરીર, આ માંસ ને હાડકાં, ચામડા એને જીવ ભોગવતો નથી, કેમ કે એ તો જડ ધૂળ છે ને આ પ્રભુ તો અરૂપી છે, આત્મા તો રંગ, ગંધ, રસ, સ્પર્શ વિનાની ચીજ છે પણ અનાદિથી એ ચીજ ઉપર લક્ષ જઈ અને આ મને ઠીક પડે છે, એવો જે રાગભાવ ઉત્પન્ન કરે છે, એ રાગને અનુભવે છે, શરીરને નહીં. આહાહા! સમજાય છે કાંઈ? આહાહાહા !
સરદારજી, સમજાય એવું છે. ભાષા સાદી છે ભગવાન ! આ તો અલૌકિક પરમ સત્ય છે પ્રભુ, શું કહીએ? સર્વજ્ઞ પરમેશ્વર એનાથી સિદ્ધ થયેલી વાત છે આ, પણ જગતને સાંભળવા મળવી મુશ્કેલ પડે એવું છે. આહાહા !
કહે છે એ આવ્યું ને? છેલ્લો પેરેગ્રાફ “વળી, જે આ આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે” છે લીટી? બીજો પેરેગ્રાફ, શું કીધું ઈ? કે આ આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ છે, અને પુણ્ય ને શુભ-અશુભ ભાવ એ આસવના દુઃખના કારણ છે એ બેનું જેને ભેદજ્ઞાન થાય છે, “બેનું જેને જુદાપણાનું જ્ઞાન થાય છે, તે અજ્ઞાન છે કે જ્ઞાન છે?” હવે વાતને સિદ્ધ કરે છે, શું સિદ્ધ કરે છે? કે જે આત્મા છે જ્ઞાન ને આનંદસ્વરૂપ અને પુણ્ય-પાપના મલિનભાવ દુઃખરૂપ એનાથી ભિન્ન થઈને જે આત્માનું જ્ઞાન થયું એ જ્ઞાનમાત્રથી જ તેને કર્મ બંધન અટકી જાય છે. હું તો ચૈતન્ય સ્વરૂપ છું. આનંદ ને જ્ઞાન અને આ રાગાદિ દુઃખરૂપની દશા વિકૃત છે એવું બે વચ્ચેનું ભેદજ્ઞાન થતાં તેને આનંદનો અનુભવ થાય છે, અને આસવથી નિવર્તે છે, અભિપ્રાયમાંથી.
હવે આંહીં એ સિદ્ધ કરે છે કે એ તો જ્ઞાન જ્યાં થયું જ્ઞાનભાવ કાલ દાખલો નહોતો આપ્યો સ્ત્રીનો નવી માનો સ્ત્રી છે એમ જાણું'તું જ્યાં અરે આ તો માતા ભલે નવી મા પણ