________________
ગાથા-૭૨
૮૩ કીધું'તું ને હમણાં અમારા ઉપર તો બહુ વીતી ગઈ છે, બહુ બધુ વીતી ઘણી વીતી ગઈ છે ૬૩ની સાલમાં મોટો કેસ ચાલતો અમારા ઉપર અફીણનો ૬૩ ની સાલ, કેટલા વર્ષ થયાં? ૭૨ વરસ. દુકાન ઉપર હતા દુકાન છે ને અમારી તો પાલેજમાં, ભરૂચ ને વડોદરા વચ્ચે મોટી દુકાન છે ને ત્યાં અત્યારેય ચાલીસ લાખ રૂપિયા છે, ત્રણ ચાર લાખની પેદાશ છે, ત્યાં હવે જવાના છીએ હમણાં. છોકરાઓએ માગણી કરી છે ને, કાલે સોમવાર અમદાવાદ છે, પરમ દિ' વડોદરા છે પાંચ દિ' વડોદરા ને પછી આઠ દિ' ત્યાં પાલેજમાં છોકરાંઓ છે માગણી છે. આહાહાહા !
આંહી શું કહેવું'તું, (શ્રોતા- વડોદરાનો કેસ) વડોદરાનો કેસ હતો, અફીણનો એટલે દુકાનમાં ઓપીયમ નહિ ઓલા પોલીસ અફિણ રાખે. બક્ષિસ લેવા આવ્યા બક્ષિસ તે અમારા પિતાજી કહે ભાઈ તમારી હારે અમારે શું સંબંધ છે અમારે તો વેપાર એટલે વેપારી હારે સંબંધ હોય અથવા માસ્તરો જે છે રેલના એની અને પોર્ટર હોય એની હારે સંબંધ હોય માલ આવે જાય એટલે તમારી હારે સંબંધ ન હોય એટલે આઠ આના લ્યો. ઓલો કે રૂપિયો લઉં આ ૬૩ની વાત છે, સંવત ૧૯૬૩. એ થઈ તકરાર. એમાં મોટા વાંધા આવ્યા.
એ કોર્ટમાં ગયા તે કોર્ટમાં એણે ફરિયાદ કરી ત્યાં વડોદરા અમે ફરિયાદ કરી'તી ભરૂચ અમે વકીલ રાખ્યો'તો તે દિ' ૧૭ વર્ષની ઉંમર શરીરની ૧૭, ૧૦ ને ૭, આ તો ૭૨ વર્ષ પહેલાંની વાત છે ૮૯ અત્યારે છે, ત્યારે એ માળો પ્રેસીડેન્ટ હતો વડોદરામાં આમ ગામ બહાર છે મોટો પ્રેસીડેન્ટ, તે ત્રણ હજારનો પગાર તે દિ' ૬૩ ની સાલમાં ત્રણ હજારનો પગાર પ્રેસીડેન્ટ જજ એ જજ ભાઈ કહે છે પ્રેસીડેન્ટ, મેં તો ત્યાં જોયેલોને સવા મહિનો અમારે કેસ ચાલ્યો તો. અમને આમ જોયા, માળો હોંશિયાર માણસ ને ત્રણ હજારનો પગાર તે દિ' હોં, ૬૩ ની સાલ, આમ જોયા, કહે આ અફીણના ગુનેગાર, વાણીયાના મોઢા તો જુઓ, કહે છે. (શ્રોતા- થરથરતા તા, કાપતા હતા તમે ત્યાં?) કોણ, કોણ કાંપે ક્યાં, એ જ કહું છું એ ત્રણ કલાક આમ મારી સાક્ષી લીધી મોટી કોર્ટ ત્રણ હજારનો પગાર, તે દિ' ત્રણ હજારનો એટલે પચીસ-ત્રીસ ગણો થઈ ગયો અત્યારે તો, હેં! આહા! પોણો લાખ, લાખ નહિ હોં, એ કોર્ટમાં એ અને એનો શિરસ્તેદાર હતો મુખ્ય, લાકડાનું ઓલું અંદર રહેતા હોય ઓલું બેઠક અને પછી અમને ગુનેગાર તરીકે પાંજરામાં બેસાડે, તો નહિ અંદર પ્રેસીડન્ટે કહ્યું ઉભા રાખો બહાર, બિલકુલ આ લોકો તો વાણીયા એના મોઢા સામું જોવો તો અફીણ(ના ગુનેગાર નથી લાગતા) ભાઈ ત્રણ કલાક સુધી લીધું મારું કોર્ટમાં એ પ્રેસીડેન્ટ અંગ્રેજી બોલતા હોય પણ એનો શિરસ્તેદાર હતો તે હિન્દીમાં હું ગુજરાતી બોલતો. ત્રણ કલાક ૧૭ વર્ષની ઉંમરની વાત છે ૭૨ વર્ષ પહેલાં પણ સત્ય હતું તે ત્રણ કલાક એવું કહ્યું લોકોને એમ થઈ ગયું મારાં સગાવહાલા હારે હતા એમને કાનજી કેમ થયું, કંઈ ધ્રુજ-ને કાંઈ નહિ ધ્રુજ, સત્ત છે એ કહી દીધું આપણે તો કોર્ટનો ત્રણ હજારનો પગાર હોય કે ધૂળ હોય અમારે શું છે?
આંહી અમારે ગાંડાભાઈ હતા ફાવાભાઈના બાપા છે ને અત્યારે છોકરો ત્યાં સુરત એંસી લાખ રૂપિયા છે એની પાસે અત્યારે એંસી લાખ સુરતમાં છે એના બાપને ગુન્હેગારમાં ભેગા ગણ્યા'તા ત્રણ કલાક આમ સાક્ષી આપી. મારી ઉંમર ૧૭ વર્ષની ને રૂપાળું શરીર અત્યારે તો