________________
८६
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આનંદ શાતિ આદિ પરિવાર વસે છે અંદરમાં. અરરર! એમાંથી જ્યાં પુણ્યનો ભાવ આવે દયા દાનનો એ પણ વિકાર છે ત્યાં એમ થાય છે, અરેરે! અમે અમારા સ્વદેશમાંથી નિકળીને પરદેશમાં ક્યાં આવ્યા? આકરું કામ છે.
એ આપણે વાત આવી ગઈ છે. ૪૦૧ (બોલ) બેનના વચન છે ને? ૪૦૧ હોં, લ્યો ૪૦૧ છે. “આ વિભાવભાવ અમારો દેશ નથી.” કોણ? પુણ્ય ને પાપ દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ અને હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગનો ભાવ એ આત્માનો સ્વભાવ નથી આ અમારો, બેન છે એક અહીંયા, સરદારજી, બેન છે, એમના વચનો છે આ બધા હમણાં પુસ્તક થઈ ગયા છે. છે ને ઉપર? આ વિભાવ અમારો દેશ નથી, છે? આ પરદેશમાં અમે ક્યાં આવી ચડયા. અંદરમાં શુભભાવ આવે એ પરદેશ છે વિભાવ છે, સ્વદેશ નહિ. છે? અમને અહીં ગોઠતું નથી. શુભ ને અશુભ ભાવ પણ અમને ગોઠતો નથી, એ તો વિકાર છે. અમારો દેશ તો આનંદસ્વરૂપ જ્ઞાન શ્રદ્ધા આનંદ પડયો છે અંદર, અરેરે ! આ વિકલ્પમાં ક્યાં આવી પડ્યા? છે? અહીં અમારું કોઈ નથી જ્યાં જ્ઞાન, આત્મામાં જ્ઞાન, શ્રદ્ધા, આનંદ ચારિત્ર, સ્થિરતા ને આનંદ, વીર્ય, પુરુષાર્થ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે અંદર. આત્મામાં અનંત શક્તિ ને ગુણરૂપ પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે. અમે હવે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. આહાહા!
એક પુસ્તક આપજો એમને હવે આવ્યા તો આપો તો ખરા એક વાંચશે સરદારજીને. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને, મૂળ વતન અંદર જ્ઞાન, દર્શન ને આનંદ એ અમારું મૂળ વતન છે. એ અંદરમાં દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ આવે એ અમારું વતન નહીં. અમારા વતનમાં જઈ નિરાંતે વસવું છે જ્યાં અમારા બધા છે. ઝીણી વાત છે બાપા. મારગ કોઈ, અત્યારે તો બહુ વીંખાઈ ગયો છે બહુ, બધું જોયું છે ને? અમે તો બધા મોટા મોટા મહાત્માને મળ્યા છીએ ને બધાયને. આહાહા !
આંહી કહે છે પ્રભુ એકવાર સાંભળ, વસ્તુ જે વસ્તુ જે આત્મા વસ્તુ છે શાશ્વત જેમાં જ્ઞાન, આનંદ ને શાંતિ ભર્યા છે, એ ચીજ એ સ્વદેશ છે અને એમાંથી પુણ્ય ને પાપના વિકલ્પો ઊઠે છે વૃત્તિઓ ઊઠે છે, એ પરદેશ વિભાવ છે. એ વિભાવનું ને સ્વભાવનું જ્યાં ભેદજ્ઞાન થયું, જુદું ભાન થયું એ જ્ઞાન છે કે અજ્ઞાન? કે જુઓ એને અજ્ઞાન કહે તો તો એ પુણ્ય-પાપમાં વર્તે છે, એમાં કાંઈ ભેદ પડ્યો નથી. જો તેને જ્ઞાન કહે તો એ જ્ઞાન પુણ્ય-પાપમાં વર્તે છે કે ભિન્ન પડીને વર્તે છે? કે પુણ્ય ને પાપમાં વર્તે છે તો એ જ્ઞાનેય નહિ. આહાહાહાહા ! છે?
આસવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવ છે? આસવમાં પ્રવર્તે છે તોપણ તે આત્મા અને આસવોના અભેદત્વથી અભેદ થઈ ગયું, ભેદ તો રહ્યું નહિ. તું એને જ્ઞાન કહે અને વળી પુણ્યપાપના બંધમાં ને આસ્રવમાં વિકારમાં વર્તે તો એ જ્ઞાન ન રહ્યું, એ જ્ઞાન ન થયું, ન્યાય સમજાય છે? આ તો લોજીકથી વાત છે બાપુ આ તો. અરેરે ! એ વાતો ક્યાં છે ભાઈ. જો તું એને જ્ઞાન કહે, અને છતાંય એ જ્ઞાન પુણ્ય-પાપમાં વર્તે, તો એ જ્ઞાન જ નથી. જો અજ્ઞાન કહે તો તો પુણ્યપાપમાં વર્તે છે તો ભેદજ્ઞાન તો છે જ નહિ ત્યાં, જ્ઞાન કહે અને પુણ્ય-પાપમાં વર્તે તોય એ જ્ઞાન નથી. અને જો આસ્રવોથી નિવર્યું છે, જો એ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા ચૈતન્ય છું, જ્ઞાનસ્વભાવી વસ્તુ મારો સ્વભાવ જાણક પ્રજ્ઞાસ્વરૂપ એવું જે જ્ઞાન થયું એ જો આસ્રવમાં પ્રવર્તે