________________
૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આ તો એનું મથાળું કર્યું. આહાહાહા! અરે મારગ તે મારગ છે.
णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च। दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो।।७२।। અશુચિપણું, વિપરીતતા એ આસવોનાં જાણીને,
વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨. ટીકા - જળમાં શેવાળ છે એ મળ છે, જળમાં શેવાળ છે એ મળ છે, મેલ છે, મળ છે એ અહીં કૌંસ કર્યું એટલે કે મળ છે એટલે શું કે મેલ છે એમ તે શેવાળની માફક પાણીમાં જેમ શેવાળ, મળ અને મેલ છે, એમ શેવાળની માફક આસવો શુભ-અશુભ ભાવો, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ હિંસા, જૂઠું, ચોરી, એ તો ઠીક અશુભ, આવો જે શુભભાવ એ આસવો છે તે મળપણ એટલે? મેલપણે અનુભવવામાં આવતું હોવાથી, અનુભવાતા હોવાથી, અનાદિના એ પુષ્ય ને પાપના ભાવ મેલપણે અનુભવાય છે, મેલ છે એ. ચાહે તો એ વ્રત ને તપ ને ભક્તિ આદિનો ભાવ હો પણ એ આસ્રવ છે, એટલે નવા આવરણનું કારણ છે તે, એ મળપણે એટલે પુણ્યના ભાવ મેલપણે વેદાય છે, મેલપણે અનુભવમાં આવે છે, તેથી તે અશુચિ છે.
શું કીધું? જળમાં જેમ શેવાળ મળ અને મેલ છે, એમ ભગવાન આત્મામાં શુભ અને અશુભભાવ શેવાળની માફક મેલપણે અથવા મળ૫ણે અનુભવાતા હોવાથી, એ મેલપણે વેદાતા હોવાથી એ આત્મા નહિ, તે અશુચિ છે. આહાહાહા ! ચાહે તો એ ગુણ ગુણીનો ભેદનો જે વિકલ્પ ઊઠે, એ પણ મળે છે અને તે મેલપણે મળપણે અનુભવાતા હોવાથી તે શુભરાગ એ અશુચિ છે. આહાહાહા! હવે આમાં તો બધું અત્યારે કમઠાણ માંડયું છે, એ ક્રિયા તે ધર્મ છે એ શુભભાવ. (શ્રોતાઃ- આ કાળે તો શુભભાવ જ હોય) હેં! એમ કહે છે. આરે પ્રભુ શું કરે છે ભાઈ તું. આ શ્રુતસાગર એક સાધુ છે, શાંતિસાગરની પેઢીએ આવનારા પરંપરામાં આવેલા છે એ કહે છે કે પંચમકાળમાં તો શુભજોગ જ હોય. અરરર! પ્રભુ! પ્રભુ ! પ્રભુ! શુભજોગ તો આસ્રવ છે, મળ છે, મેલ જ છે, અત્યારે ધર્મ સમ્યગ્દર્શન જ્ઞાન છે જ નહીં? આહાહા! થાય? એ મેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે, એનું કૌંસમાં લખ્યું અશુચિ એટલે અપવિત્ર છે એ શુભભાવ પર્યાયમાં થાય છે, દ્રવ્યગુણમાં તો નથી, પર્યાયમાં અવસ્થામાં થાય છે, તે અશુચિ છે, અપવિત્ર છે.
અને ભગવાન આત્મા, જુઓ આચાર્યોએ ભગવાન તરીકે સંબોધ્યો છે. એ આસ્રવના ભાવથી ભિન્ન, ત્યારે આસ્રવ છે એ પુણ્ય તત્ત્વ છે ને પાપ તત્ત્વ છે, ત્યારે તેનાથી ભિન્ન જ્ઞાયક ભગવાન આત્મા એમ, નવતત્ત્વમાં આવે છે ને એટલે પુણ્ય-પાપ તત્ત્વ એમાં ગયા, ત્યારે એક તત્ત્વ જ્ઞાયક રહી ગયું. એ ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ, એકલું નિર્મળ નથી લીધું, અતિ નિર્મળ, ચૈતન્યમાત્ર સ્વભાવ એનો તો ચૈતન્ય જાણવું, દેખવું માત્ર, રાગાદિ માત્ર તેમાં નથી. માત્ર શબ્દ વાપર્યો છે ને? ચૈતન્ય અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવ જાણક દેખન માત્ર સ્વભાવ, માત્ર સિવાય એટલે કે એમાં કાંઈ રાગનો રજકણ કે અંશ નથી. કેમ કે રાગ તો અચેતન છે, ભગવાન તો ચૈતન્યમાત્ર સ્વભાવ છે. આહાહાહાહા!
ભગવાન આત્મા તો, સદાય અતિનિર્મળ, ત્રિકાળ, અતિ નિર્મળ એકલો નિર્મળ નથી