________________
૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ને જ્ઞાનનો સાગર છે હોં. આહાહા ! એ પુણ્ય-પાપના પરિણામ પ્રભુ તારા નહિ, તારી ચીજ નહિ, તો વળી આ ચીજ બહારની બાઈડી, છોકરા ને કુટુંબ ધૂળ ધમાહ, પૈસા કરોડપતિ ને અબજપતિ ને એ તો બધા જડપતિ છે. આહાહાહા.
આ તો આનંદનો સાગર ભગવાન પુણ્ય ને પાપથી ભિન્ન એનો જે સ્વામી થાય તે આત્મસ્વામી છે. સ્વાસ્વામી સંબંધ, ભાઈ આવે છે ને? આત્મામાં એક ગુણ છે, સ્વઆત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ અનંતજ્ઞાન આદિ સ્વ એનો સ્વામી એનો આત્મા સ્વામી છે, પરનો નહિ, આહાહા.... પત્નિ પતિને પતિદેવ કરીને બોલાવે ત્યાં ઓલો રાજી રાજી થઈ જાય. પતિદેવ, પતિ એને ધર્મપત્ની કરીને બોલાવે ધર્મ ક્યાં હતો ધૂળમાં પણ ધર્મપત્ની તરીકે બોલાવે. આ બધા પાગલના લખણ છે, એય કદી પત્નિ હતી કે દિ’ તારી, એ તો પરઆત્મા છે, પરવસ્તુ છે. અને પતિ તારો ક્યાં હતો એ તો પર આત્મા પર છે એની તો કાઢી નાખી વાત પણ અંદરમાં એની ભૂલથી જે પુણ્ય ને પાપના ભાવ થાય, એનો સ્વામી થાય એ પણ મિથ્યાબુદ્ધિ અજ્ઞાન છે. આહાહાહા ! આરે આવી વાતું હવે, શું થાય? વસ્તુ તો સત્ય તો આ રીતે છે ભાઈ, એ સત્યને બીજી રીતે કોઈ રીતે ખેંચીને ઉંધુ કરે તે થાય એવું નથી. આહાહાહા !
એ આંહી કહ્યું. ક્રિયાનયનું ખંડન કર્યું એ રાગની ક્રિયા દયા, દાન, વ્રત, ભક્તિ સેવા કરવાથી આપણું કલ્યાણ થશે, એ અજ્ઞાનીઓનો નિષેધ કર્યો કે એ તારી વાત ખોટી હતી. એમ જાણપણાનું નામ ધરાવી અને વળી પુણ્ય ને પાપમાં પ્રવર્તે એ નિવ નહિ, તો એ જ્ઞાનનયનું ખંડન કર્યું કે એ તારું જાણપણું જૂઠું પડયું. આહાહાહા ! “કોઈ ક્રિયા જડ થઈ રહ્યા” એ રાગની ક્રિયા કરીને ધર્મ થઈ ગયો, ધર્મ થઈ ગયો, ભગવાનની પૂજા કરીને ભગવાનની સેવા કરી ને આરતી ઉતારી આરતી જય નારાયણ. એમાં શું થયું દાળીયા ? એ તો રાગ છે, વૃત્તિનું ઉત્થાન છે. એમાં ધર્મ માનવો એ તો મહા અજ્ઞાન છે. આકરી વાત પ્રભુ! સમજવા માટે વખત જોઈશે પ્રભુ. એને આવી ચીજ તો અપૂર્વ અપૂર્વ વાત છે, પૂર્વે કદી કર્યું નથી, સાંભળ્યું નથી. આહાહાહા! એ ક્રિયાનય ને બેયનું ખંડન કર્યું વિશેષ કહેશે. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૧પ૩ ગાથા-૭૨ તા. ૨૭/૧૨/૭૮ બુધવાર માગશર વદ ૧૩
સમયસાર કર્તા કર્મ અધિકાર ગાથા ૭૨.
હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે, પહેલું એ આવી ગયું છે, કે આત્મા અનાદિથી રાગદ્વેષના જે પરિણામ છે તેનો કર્તા થઈ અને તેનું તે કર્મ છે એમ માને છે. અને જ્ઞાતાદેખાની જે અવસ્થા છે, તેનો ત્યાગ કરીને, એટલે કે અવસ્થા હતી થઈ છે ને એનો ત્યાગ કરીને એમ નહિ પણ આત્મા તો જ્ઞાન, દર્શન ને આનંદનો કંદ છે, તો એની અવસ્થા તો ખરેખર તો જાણવું દેખવું એ અવસ્થા થવી જોઈએ, પણ એ અવસ્થાનો ત્યાગ કરી એટલે કે એ અવસ્થાને ઉત્પન્ન ન કરતાં પુણ્યના પરિણામ આદિના ભાવ તેનો કર્તા પ્રતિભાસે છે અને એ રાગ મારું કર્મ છે તેમ તેને ભાસે છે અજ્ઞાનપણામાં, બેની જુદાઈને ન જાણતાં રાગનો ભાવ ને સ્વભાવભાવ બેનો વિશેષ અંતર ભિન્ન ન જાણતાં બેમાં એકપણે જે પ્રવર્તે છે, એ અજ્ઞાની