________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪ હવે કોઈ કહે કે ક્રિયાનયનું ખંડન કર્યું, હવે જ્ઞાનનયનું ખંડન એટલે ? કે એ જે શુભઅશુભ ભાવ છે અને આ હું જુદો છું એવો એક જાણપણામાં, ખ્યાલમાં આવી વાત પણ ખ્યાલ રાખી વર્તે છે પાછો તેમાં ને તેમાં, તો એ જ્ઞાન નથી. ન્યાય સમજાય છે ? આ તો કોર્ટ મુકી છે કોલેજની. કેટલુંક ભણેલો હોય પછી કોલેજમાં જાય ને ? કેટલુંક–કેટલુંક જાણપણું હોવું જોઈએ તો આ પકડાય એવી વાત છે. શું કહ્યું ઈ ? કે આત્મા જે શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ અને પુણ્ય-પાપના વિકલ્પો વિકાર, એ વિકા૨થી કોઈ ધર્મ માનતા હોય તો ત્યાંથી નિવર્તે તો ધર્મ થાય એમ કહી ને એનું ખંડન કર્યુ.
८८
બીજી વાત. એ કોઈ જાણપણાનું નામ ધરાવી અને અમને જ્ઞાન છે પણ અમે શુભ-અશુભ ભાવમાં પ્રવર્તીએ છીએ તો એ જ્ઞાન એકાંત જ્ઞાન ખોટું છે, તો એ જ્ઞાનનયનું ખંડન કરી નાખ્યું. આહાહા ! ( શ્રોતાઃ– જ્ઞાનનય અને નિશ્ચયાભાસ એમાં કાંઈ ફેર ખરો ) એ એક જ થયું. એક જ. “કોઈ ક્રિયા જડ થઈ રહ્યા અને શુષ્ક જ્ઞાનમાં કોઈ,
''
માને મારગ મોક્ષનો ને કરૂણા ઉપજે જોઈ,”
આ શ્રીમનું વાક્ય છે, શ્રીમદ્ રાજચંદ્ર, કોઈ ક્રિયા જડ થઈ રહ્યાં, કોઈ દયા, દાન, વ્રત, તપ ને ભક્તિભાવથી ધર્મ માનનારા એ ક્રિયા જડ છે અને શુષ્ક જ્ઞાનમાં કોઈ, અને જ્ઞાનની વાતો કરે પણ પુણ્ય ને પાપથી ભિન્ન પાડતો નથી ને સ્વભાવમાં આવતો નથી, તે શુષ્ક જ્ઞાની, લુખો જ્ઞાની, ખોટો છે. આહાહાહા !
(શ્રોતાઃ– ધા૨ણા જ્ઞાનની આવી કિંમત ?) હા, એવું તો અગિયાર અંગનું જાણપણું અનંતવાર થયું છે, એમાં આવ્યું નહોતું એને ખ્યાલમાં અનંતવાર–અનંતવા૨ ભણ્યો છે. ખ્યાલમાં તો આવ્યું'તું ને કે રાગ ને આ બે જુદા કહે છે. એટલું જ્ઞાનની ઘારણામાં આવ્યું'તું, પણ જ્ઞાન રાગથી નિવત્તિને અંદરમાં પ્રવર્તે છે એ પ્રગટયું નહોતું, ભેદ કરીને એ જ્ઞાનનયનું ખંડન કર્યું એકલો જાણપણું નામ ધરાવે અને અંદર જ્ઞાનમાં ન જાય અને પુણ્ય-પાપમાં પ્રવર્તે તો એ જ્ઞાન નથી. એય !
આ તો ( શ્રોતાઃ- વારંવાર નક્કી કરવા જેવું છે ) બાપા કરવા જેવું એ છે ભાઈ. આવો મનુષ્ય દેહ મળ્યો અરે આ નહિ કરે તો ક્યાં જઈશ તું ? તું તો આત્મા અનાદિ રહેવાનો છું, દેહ છુટીને પણ કયાંક તો જાશે ભાન નથી તો ક્યાંક જાશે રખડવા, માટે આ તો એને શબ્દનું ભાન કરવું પડશે. ક૨વું પડશે નહિ ? વસ્તુનું સ્વરૂપ જ છે એ રીતે જાણવું પડશે. આહાહા ! એ કલ્યાણ છે ભાઈ, દુનિયા તો અનેક પ્રકારે આમ લોકની સેવા કરવી લોકનું આ કરવું, બધાને કરૂણા ક૨વી બીજાને આહા૨પાણી દેવા, ભૂખ્યાને આહા૨પાણી દેવા, તરસ્યાને પાણી દેવું, મકાન ન હોય એને મકાન દેવા, એ બધી ક્રિયામાં ધર્મ નથી. એ રાગની ક્રિયા પુણ્યની છે. આકરી વાત છે ભાઈ. હોં માર્ગ તો ૫૨મ સત્ય જ આ છે. “એક હોય ત્રણ કાળમાં ૫૨માર્થનો પંથ ” મારગ દુનિયાને કાને ન પડે ને સાંભળવામાં મળ્યો નથી માટે કાંઈ સત્ત થોડું પલટી જાય એવું છે ? આહા !
આંહી એ કહે છે જો તેને તું જ્ઞાન કહે અને એ જ્ઞાન આસવમાં પુણ્ય-પાપમાં પ્રવર્તે, તો એ જ્ઞાન જ નથી. આહાહાહા ! આવું સ્વરૂપ છે, સાંભળવામાં મુશ્કેલ પડે, ઓલો ઉપદેશ એવો હોય કે આમ કરો, આમ કરો, દેશ સેવા કરો, દેશ માટે શહિદ થઈ જાવ, મરે છે ને ? આ દેશ