________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪ સુંદરજી હતું, એના બાપનું નામ રૂપા, ભાવસાર હતા, આ ઉમરાળા, આ દેહનો જનમ છે ને ઉમરાળા અહીંથી અગિયાર માઈલ, દેહ ત્યાંનો મેં એને કીધું એલા સુંદરજી આ શું કરે? તું આ? વળી કાઢી નાખે, વળી આડી અવળી નજર થાય ત્યાં બીજો કાઢે, દાબે ને અરે ભાઈ આ શું કરે છે તું? ભાઈ મને ટેવ પડી ગઈ છે, એમ બિચારો કહેતો. મને આ ટેવ પડી ગઈ છે, અરે પણ અમે અહીં બેઠા છીએ આ વાણીયાના દીકરા ચોખ્ખા શરીર એમાં તું આ ગંગા સ્વાદ લે છો, એમ આ આત્મા સુંદર રૂપા છે, આ તો બનેલું છે હોં, સુંદરજી રૂપા એના બાપનું નામ રૂપો ઉમરાળા જન્મ સ્થળ અગિયાર માઈલ છે ને અહીંથી તેર વર્ષ અહીં રહેલાને જનમ સ્થાનમાં, નવ વર્ષ દુકાન પાલેજ, ભરૂચ ને વડોદરા વચ્ચે પાલેજ છે ત્યાં નવ વર્ષ દુકાન ઘરની હતી પિતાજીની નવ વર્ષ ત્યાં, પણ આ એંસી વર્ષની અઠયોતેર વર્ષ પહેલાંની વાત છે, અગિયાર વર્ષની ઉંમર તે દિ' હતી. આહાહાહા!
આંહી પ્રભુ કહે છે કે તું સુંદર રૂપા તારું આનંદરૂપ ને જ્ઞાનરૂપ પ્રભુ છો. એમાં પુણ્ય ને પાપના ગંગાના કાઢીને સ્વાદ લ્ય છો, પ્રભુ તને શોભતું નથી. અંદર પ્રભુ તું સચ્ચિદાનંદ પ્રભુ છો ને ભાઈ વસ્તુ હોય, જે વસ્તુ હોય, તે દુઃખરૂપ ન હોઈ શકે, પહેલું ન્યાય સમજો લોજીક. જે વસ્તુ હોય, આત્મા છે એ વસ્તુ છે, તો એ પોતે દુઃખરૂપ ન હોઈ શકે, વસ્તુ હોય તે તો આનંદરૂપ ને જ્ઞાનરૂપ હોઈ શકે. એવી ચીજ જે અંદર આત્મા જ્ઞાન ને અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ એને ભૂલી જઈ અને આ પુણ્ય-પાપના ભાવના ગંગાના સ્વાદ લ્ય છે, એ રખડવાના લખણ છે બધા, ૮૪ યોનીમાં અવતારના કારણ છે. આહાહાહા!
એકવાર તો છોડ. આરે પ્રભુ તને ટાણાં આવ્યા મનુષ્યપણું મળ્યું, સાચો ઉપદેશ તને કાને પડે. એ જ્ઞાનાનંદ સહજાન્મસ્વરૂપ પ્રભુ, વસ્તુ છે–વસ્તુ છે, તત્ત્વ છે એમાં જે આ પુણ્ય-પાપની વિકૃત દશાઓ ભાવ થાય છે, એ દુઃખરૂપ છે, અભિપ્રાયમાં એને જુદાં જાણી અને અભિપ્રાયથી ત્યાંથી પાછો ફર, શ્રદ્ધાથી પાછો ફર, અભિપ્રાયથી પાછો ફર એ પુણ્ય ને પાપના ભાવ દુઃખરૂપ છે મારું સ્વરૂપ અંદર આનંદ છે. એવું છે, એવું જ્યાં જાણે છે, ત્યારે તે પુણ્ય-પાપના ભાવને અહીં ક્રોધ કીધા છે એને, એનાથી નિવૃત્ત થાય છે. આહાહાહા!
હાથમાં દોરડુ પકડયું છે એમ જાણ્યું હોય, અને આવી ગયો હોય સર્પ, દોરડું દોરી રાતે જાણે દોરી પડી છે એમ લીધી આમ પછી જાણે આ તો સર્ષ પછી છોડી દે છે. એમ ભગવાન આનંદનો નાથ પ્રભુ, જ્ઞાનપ્રજ્ઞાનો સાગર આત્મા, એ પુણ્ય-પાપના ઝેરના પ્યાલા હાથમાં લીધા એણે અંદર પણ જાણ્યું છે કે આ તો દુઃખ ને વિકાર છે, છોડી દે છે. ભાઈ આવી વાતો થાય. આ સાદામાં સાદી ભાષા છે આમાં કોઈ સંસ્કૃત ને વ્યાકરણને એવું કોઈ નથી. સરદારજી! ભગવાન બહુ સાદી ભાષા પ્રભુ તારી છે. આહાહાહા ! આહાહા !
“એ આત્મા આસ્રવોથી પારમાર્થિક નિવૃત્ત ન થાય તો આત્મા ને આગ્નવોના પારમાર્થિક ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી.” શું કહ્યું? કે શુભ-અશુભ ભાવ એ મેલ છે ને પ્રભુ છે નિર્મળાનંદ અંદર એ બે ની ભેદજ્ઞાન સિદ્ધિ થાય તો તો એનાથી નિવૃત્ત થાય જ છે, પણ જો નિવૃત્ત ન થાય તો એને ભેદજ્ઞાનની સિદ્ધિ જ નથી. આ તો મંત્રો છે આ કાંઈ કથા નથી બાપા. આ તો સર્પના ઝેર ચડયા હોય એને મંત્રથી ઉતારે છે ને? વીંછીના ઝેર વીંછી, મંત્ર એમ આ