________________
ગાથા-૭૨ સહજાનંદ પ્રભુ આત્મા, એ પુણ્ય ને પાપના ભાવ કપડાં જેવા બીજાના ઓઢીને બેઠો, એને ધર્માત્માએ જણાવ્યું, ભાઈ એ શુભ કે અશુભભાવ કપડું એ તારું નહિ, એ તારી ચીજ નહિ. તારી ચીજ તો અંદર આનંદકંદ પ્રભુ જ્ઞાતાદ્રષ્ટા જાણક સ્વભાવનો સાગર પ્રભુ, એ તું છો, આ તો કપડું ભિન્ન ચીજ છે, છોડી દે. આહાહા ! આવી વાતું છે.
હજુ ઓલી તો દુનિયામાં હાલે કે આમ કરો, ભક્તિ કરો, આ કરો, વ્રત પાળો, અપવાસ કરો અને પ્રભુ સાંભળને, એ બધી વાતું છે એ બધી રાગની ક્રિયાની વાતું છે. અંદર સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાનનો ચંદ્ર શીતળ છાયા, શીતળ સ્વરૂપ પ્રભુનો એમાં આ પુણ્ય ને પાપના ભાવ વિકારી અશીતળ, દુઃખ ને ઝેર જેવા છે. આહાહાહા !
એમ બે વચ્ચે અંતરમાં બેના લક્ષણોને જુદા જાણી, બેના ભાવના સ્વભાવને ભિન્ન જાણી, એ પુણ્ય ને પાપના ભાવથી પાછો ફરે છે, એ અભિપ્રાયમાં એ મારાં નહિ એમ નિવૃત્ત થાય છે, ત્યારે તેને સમ્યગ્દર્શન ને જ્ઞાન થાય છે. આહાહાહાહા ! આ ક્યાં? કહો અજીતભાઈ આમ ઓલા રૂપિયા બુપીયામાં કાંઈ સૂઝે પડે એવું નથી આમાં કાંઈ. અરે આ કઈ જાતની વાત ! બાપુ એ અંતરની વાતું છે. ભગવાન એ તારા ઘરની વાતું છે, પણ તેં કોઇ દિ' સાંભળી નથી, માથાકૂટ કરીને મરી ગયો અનાદિથી. વસ્તુ છે ને અંદર? આત્મા વસ્તુ છે ને? તો વસ્તુ છે તો એમાં કોઈ અંદર અંદર અંદર શક્તિઓ, ગુણો વસેલા છે ને? જેમ સાકર છે એ વસ્તુ છે ને? તો સાકરમાં મીઠાશ ને સફેદાઈ આદિ ગુણો વસેલા છે ને? એમ ભગવાન આત્મા વસ્તુ છે ને? વસ્તુ છે તો વસેલા અનંત જ્ઞાન, દર્શન આદિ ગુણો વસેલા છે અંદર. એ પુણ્ય ને પાપના ભાવ એમાં વસેલા નથી. એ અધ્ધરથી કૃત્રિમ નવા વિકાર થાય છે. આહાહાહા !
(કહે છે) એને જ્યારે નિવૃત્ત થાય છે “કારણ કે તેમનાથી જે નિવૃત્ત ન હોય,” હવે આમાં જરી તકરાર છે બે માં, શું કહે છે કે જ્યાં અંદર એ શુભ-અશુભ ભાવને મેલ તરીકે જાણ્યા ને નિર્મળાનંદ પ્રભુને જાણ્યો ત્યારે અભિપ્રાય શ્રદ્ધામાંથી એ મારાં છે એ શ્રદ્ધામાંથી નિવૃત્તિ ગયો. મારાં નહિ અને શ્રદ્ધામાંથી જો ન નિવૃત્તે, તો તેણે આસ્રવને જાણ્યા જ નથી. આસવને જુદાં બે જાણ્યા જ નથી. આહાહાહાહા! તે જ વખતે ક્રોધાદિથી નિવૃત્ત થાય છે કેમ કે તેમનાથી જે નિવૃત્ત ન હોય તેને આત્મા ને આસવોના પરમાર્થિક ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. આહાહા ! શું મંત્રો છે એકલા. આહાહા ! શું કીધું? આહાહા!
નાકનો મેલ છે ને ગુંગો, એ ગંગો જુદી ચીજ છે ને આત્મા જુદી ચીજ છે અંદર. એમ આત્મામાં શુભ ને અશુભ ભાવ, પુણ્ય-પાપ દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ એ નાકના મેલ એવા ગુંગા છે. આહાહાહા ! એ એકવાર આ વાત થઈ 'તી, આ તો પોણોસો વર્ષ પહેલાંની વાત છે, અત્યારે તો નેવ્યાસી વર્ષ થયા શરીરને, શરીરને નેવ્યાસી વર્ષ થયા છે, નેવુંનેવું આ વૈશાખ સુદ બીજે નેવું બેસસે જનમના, ગર્ભના તો નેવું હાલે છે, કારણ માતાના પેટમાં આવ્યો ત્યારથી આંહીનું આયુષ્ય છે ને? આહાહા ! પણ આ તો પોણોસો વર્ષ પહેલાં જ્યારે ભણતા નિશાળમાં ત્યારે એક ભાવસાર હતો. સુંદરજી રૂપા નામનો ભાવસાર હતો. મિત્રો ભણતાં હારે, એ એવો હતો કે નાકમાંથી ગંગો કાઢી દાંત હેઠે દાબે એટલેથી સંતોષ ન થાય એને, (તો) જીભનું ટેરવું અડાડે અને સ્વાદ ત્યે ગંગાનો! અરે પણ શું તું કરેશ સુંદરજી? એનું નામ