________________
ગાથા-૦૨
૭૩
સ્વરૂપ છે અને એનાથી આ પુણ્ય ને પાપના શુભ-અશુભ ભાવ, ચાહે તો એ દયા, દાન, વ્રત, ભક્તિ, ભગવાનની ભક્તિનો ભાવ પણ રાગ ને આસવ છે. એવી વાત છે બાપા. આહાહા ! એ વિકારી ભાવ અને અવિકારી ચૈતન્યમૂર્તિ પ્રભુ બે વચ્ચેનો જ્યારે ભેદ જાણેને ભેદ કરે છે, ત્યારે તે શુભ-અશુભ ભાવ મારાં છે એમ જે માન્યતા હતી, તેનાથી નિવૃત્ત થાય છે. આહાહા ! આવી વાતું છે.
ફરીને, આ આત્મ જે વસ્તુ છે પદાર્થ તત્ત્વ એ અસ્તિપણે મોજીદગી ચીજ છે, એ જ્ઞાન ને આનંદનો કંદ છે, પિંડ છે અને એમાં જે આ હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, કામ, ક્રોધના ભાવ અને દયા, દાન, વ્રત, ભક્તિ, તપનો ભાવ, એ બેય આસ્રવ છે, મલિનભાવ છે, એવા મલિનભાવના લક્ષણને જાણી અને ભગવાન આત્મા નિર્મળાનંદ ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય છે એમ જાણી અને બે ને ભેદ જાણી અને રાગના પ્રેમમાં જે હતો, તે રાગના પ્રેમથી નિવૃત્ત છે. આવું છે. દુનિયામાં શું ચાલે છે બધી ખબર છે. આ મારગ કોઈ જુદી જાત છે. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહા!
ત્યારે એ સ્વભાવ પ્રત્યે જે વિરુદ્ધભાવ હતો એ વિરુદ્ધભાવ ને સ્વભાવભાવ બેની જ્યાં અંદર વહેંચણી ને જુદાઈ જાણી ત્યારે તે આત્માથી વિરુદ્ધ જે પુણ્ય-પાપના ભાવ હતા તેનાથી અભિપ્રાયમાં નિવૃત્ત થાય છે, શ્રદ્ધામાં એ નિવૃત્ત થાય છે, એ મારાં હતા એમ જે માનતો હતો, એનાથી નિવૃત્ત થાય છે. આહા ! સમજાય છે કાંઈ ? તે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે એટલે ? જ્યાં આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે, ચૈતન્ય બ્રહ્મ, ચૈતન્ય આનંદ, અને એ પુણ્યપાપના ભાવ દુઃખરૂપ ને મલિન. શ૨ી૨, વાણી આ તો જડ છે માટી ધૂળ છે આ તો એને કાંઈ સંબંધ છે નહીં. એમાં થતાં દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ, એ મલિન અને દુઃખરૂપ છે, હું એક અણાકુળ નિર્મળાનંદ શુદ્ધ ચૈતન્ય છું, એવું બે વચ્ચે ભેદજ્ઞાન થયું, જુદાપણાનું ભાન થયું, તે વખતે તે આત્મા પુણ્ય-પાપના ભાવ મારાં છે એમ જે માનતો હતો તે તેનાથી નિવૃત્ત થાય છે. આવી વાત છે. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા !
તે જ વખતે ભાષા છે, જોઈ ? આ તો મંત્રો છે, આ કાંઈ કથા નથી. આત્મા આમ જ્ઞાન જ્ઞાન જ્ઞાન જાણનાર જાણનાર જાણનાર જાણનાર જાણનાર, જાણનાર સ્વભાવ આત્મા અને પુણ્ય-પાપના ભાવ અજાણ ભાવ વિકાર બે ને અંત૨માં જ્યાં જુદાઈપણે જાણે છે, તે જ વખતે તે પુણ્ય-પાપના ભાવથી, મારાં છે તેવા અભિપ્રાયથી નિવૃત્ત થાય છે. આવી વાતું છે. દુનિયાથી તો ગાંડા જેવી લાગે એવી છે. છે ને, ખબર છે ને, દુનિયાને જાણીએ છીએ ને. આહાહા ! સમજાણું કાંઈ ? સમજાણુ કાંઈ એટલે ? સમજાય તો તો ઠીક પણ કાંઈ કઈ પદ્ધતિથી કહેવાય છે તે ગંધ આવે છે ? આહાહાહા ! ઝાંઝરીજી ! આવી વાતું છે બાપુ. આહા......
ફોતરા અને દાણો બે જ્યાં જુદા જાણે તો ફોતરાંને કાઢી નાખે. એમ આ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એ દાણો કસ છે અને એ પુણ્ય ને પાપના ભાવ જે ઉત્પન્ન થાય, એ ફોતરાં છે. એ બે ને અંદરમાં જ્યાં ભેદ જણાય, ત્યારે એ ફોતરાંથી નિવૃત્ત થાય છે. એ પુણ્ય ને પાપના ભાવ એ મારાં નહિ, હું તો એક જ્ઞાનસ્વરૂપી સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનો કંદ છું એમ અંતર્દષ્ટ થતાં એ પુણ્ય ને પાપના ભાવથી પાછો વળી તેનાથી નિવૃત્ત થાય છે, આરે આરે