________________
૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ નથી, છે છે ને છે એ રખડે છે ૮૪ની યોનિમાં અવતારમાં એ પુણ્ય ને પાપના ભાવ આસ્રવ છે, મલિન છે, તેને મારા માને છે તેથી તે રખડી મરે છે. અરરર! આવી વાતું છે.
એવો જ્યારે ભેદ જાણે છે, કે હું તો જ્ઞાનસ્વરૂપ ચૈતન્યમૂર્તિ અતીન્દ્રિય આનંદ એ આસ્રવ જે રાગ ભાવ પુણ્ય-પાપના ભાવ તેનું હું કારણ નહિ, તેમ તે પુણ્યના દયા, દાન, વ્રતના પરિણામનું હું કાર્ય નહીં. હું તો શુદ્ધ ચૈતન્યઘન છું. આહાહાહા ! જેમ ધઉંમાં કાંકરા જુદાં છે, બોલે ત્યારે એમ કહે કે, શું વીણો છો? ઘઉં વણીએ છીએ એમ કહે. ઘઉં વણતા નથી, કાંકરા વિશે છે. ઘઉં તો ઘણાં એ ક્યાં વીણે? પણ ભાષા એવી છે કે ઘઉં વીણું છું, આ તો કાંકરા વીણે છે, એમ આત્મામાં શુભ અને અશુભભાવ એ કાંકરા જેવા મેલ છે. ભગવાન આત્મા આનંદનું, વસ્તુ છે ને? તત્ત્વ છે ને? તત્ત્વ આત્મા, તત્ત્વ છે તો એ વસ્તુ છે તો એમાં સ્વભાવ છે એનો અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન એનો સ્વભાવ છે, એવા સ્વભાવને અને આ પુણ્ય-પાપના વિભાવ આસ્રવને બેને અંદરમાં ભિન્ન પાડે કાંકરા ને ઘઉં જેમ જુદા પાડે, આવી વાતું હવે. નવરાશ ન મળે જગતને ને આવી વાતું. બાપુ મારગ તો આ છે.
અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત્ત નામ શાશ્વત, ચિદ્ર નામ જ્ઞાન ને આનંદનો સાગર એ છે, એને આ પુણ્ય-પાપના ભાવથી ભિન્ન જાણે “ત્યારે તે તેનાથી નિવૃત્ત થાય છે” એવી વાતું છે બાપુ, જગતને કઠણ પડે સમજવી, કરી નથી કોઈ દિ' એમ, એ જ્યારે આ આત્મા, આત્મા અને આગ્નવોનો ભેદ જાણે છે. એ શુભને અશુભ જે ભાવ છે તે મલિનભાવ છે ને હું નિર્મળ છું એમ બે વચ્ચેનો તફાવત ને ભેદ અંતર જાણે છે જ્યારે “તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે.” એટલે? જે વસ્તુ આત્મા છે તે સચ્ચિદાનંદ પ્રભુ આનંદકંદ જ્ઞાનઘન છે, એમાં પુણ્ય ને પાપના ભાવ એનો જેને પ્રેમ છે એને આત્માના સ્વભાવ પ્રત્યે, અણગમો ક્રોધ છે.
ફરીને, ભગવાન આત્મા વસ્તુ છે તત્ત્વ છે-અસ્તિ-મોજૂદગી ચીજ આત્મા એ તો અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદનો કંદ છે, એમાં જે આ પુણ્ય ને પાપના ભાવ થાય છે, એ મલિન છે, દુઃખરૂપ છે, આસ્રવ છે, નવા આવરણનું કારણ છે, એ બેની વચ્ચેનો અંતરમાં તફાવત જાણે, ભેદ જાણે બે જુદા છે તેમ જાણે. આહાહા..... હવે આ આવો મારગ છે દુનિયાને... ત્યારે તે જ વખતે ક્રોધ એટલે સ્વભાવનું ચૈતન્યસ્વરૂપ જે આનંદકંદ પ્રભુ એનાથી વિરુદ્ધ જે પુણ્યના ભાવ, તેનો તેને પ્રેમ છે, એને આત્મા પ્રત્યે ક્રોધ છે. આહાહાહાહા ! ઝીણી વાત છે ભગવાન, આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ શુદ્ધ જ્ઞાનઘન એનો જેને પ્રેમ નથી અને એ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ થાય પુણ્ય એનો જેને પ્રેમ છે, એને આત્મા પ્રત્યે દ્વેષ છે, ક્રોધ છે. અરેરે! અને જેને રાગના પરિણામથી એ શુભ-અશુભ ભાવથી ભિન્ન છું એમ જ્યાં ભાન થયું, ત્યારે તેના પ્રત્યે જે પ્રેમ હતો અને સ્વભાવ પ્રત્યેનો અણગમો ને અનાદર હતો એ ભાવથી નિવૃત્ત થાય છે, આવી કઈ વાત આવી.
હવે કોઈ દયા પાળવાનું કહે વ્રત પાળવાનું કહે ભક્તિ કરવાનું કહે તો સમજાય તો ખરું. હવે એ તો અનંતકાળથી સમજે, શું છે એમાં કાંઈ ? અનંતકાળથી કરી રહ્યો છે અજ્ઞાન. આહાહાહા ! પ્રજ્ઞા બ્રહ્મ પ્રભુ, જ્ઞાનનો સાગર અતીન્દ્રિય આનંદનો પૂર્ણ બ્રહ્મ પ્રભુ. એવું એ મારું