________________
ગાથા-૭૨
૭૧
પ્રવચન નં. ૧૫૧ ગાથા-૭૨ તા.૦૨/૧૨/૭૮ શનિવાર માગશર સુદ ૨
સમયસાર ગાથા-૭૨. આંહી સુધી આવ્યું છે, પાછળ “આ પ્રમાણે વિશેષ દેખીને” સરદારજીને બતાવો, બતાવ્યું? શું કહે છે? આ પ્રમાણે તફાવત દેખીને એટલે? પહેલું આવી ગયું છે. કે આ આત્મા જે છે એ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે અને એમાં જે આ શુભ-અશુભ ભાવ થાય છે, આ શરીર તો માટી જડ છે, પણ અંદરમાં જે કંઈ હિંસા જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસનાના ભાવ થાય તે પાપ વાસના છે અને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ થાય એ પુણ્ય વાસના છે, બેય વિકાર છે. બેય નવા કર્મના આવવાનું કારણ આસ્રવ છે, વહાણમાં જેમ છિદ્ર પડે, એમ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન હોવા છતાં, જેની દશામાં પુણ્ય ને પાપ શુભ ને અશુભ ભાવ થાય તે છિદ્ર છે, એનાથી નવા આવરણ આવે છે. એથી એ આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રજ્ઞાબ્રહ્મ અને એ પુણ્ય ને પાપના ભાવ મેલ અશુચિ, પ્રભુ આત્મા પૂર્ણાનંદનો શુચિ પવિત્ર, પુણ્ય ને પાપના ભાવ જડ કેમ કે એ શુભ-અશુભ ભાવ પોતાને જાણતા નથી, ચૈતન્યસ્વભાવ વડે જણાય છે, માટે તે શુભ-અશુભ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ એને અહીંયા જડ કહેવામાં આવ્યા છે. બહુ આકરી વાત છે બાપા. આહાહા ! અને બે બોલ થયા.
એ શુભ-અશુભ ભાવ અશુચિ મેલ, ભગવાન પૂર્ણાનંદ નિર્મળાનંદ અતિ નિર્મળ સ્વરૂપ ભગવાન છે આત્મા. પુણ્ય-પાપ ભાવ જડ અચેતન સ્વભાવમાં ચૈતન્યનો સ્વભાવ એમાં અભાવ ત્યારે એનાથી ભિન્ન ભગવાન વિજ્ઞાનઘન છે આત્મા, જ્ઞાનનો ઘન છે, ચૈતન્યનો પિંડ
છે. બે.
ત્રીજી વાત પુણ્ય ને પાપના ભાવ, શુભ-અશુભની વૃત્તિઓ જે આસ્રવ છે એ દુઃખરૂપ છે. શરીર, વાણી, મન આ તો પર છે, જડ છે અજીવ છે એ તો કાંઈ આત્મામાં છે નહિ, પણ એમાં જે આ પુણ્ય ને પાપના શુભ-અશુભ ભાવ થાય એ આકુળતા છે, દુઃખ છે, આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. એ અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે. એમ બેની વચ્ચેનો તફાવત જાણીને, ઝીણી વાત છે ભાઈ જગતથી જુદી છે. આહાહા ! એ પુણ્ય ને પાપના ભાવ, ચાહે તો દયાના, દાનનો, વ્રત, ભક્તિ, તપનો પરમાત્માના સ્મરણનો ભાવ પણ એ રાગ છે. એ વૃત્તિનું ઉત્થાન છે એ આસ્રવ છે, મલિન છે, જડ છે, દુઃખ છે. આહાહાહા ! ભગવાન આત્મા અંદર શુચિ નામ પવિત્ર છે ચૈતન્ય વિજ્ઞાનઘન છે અને અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. આહાહા ! આમ બેની વચ્ચેનો તફાવત ભેદ જાણીને ઝીણી વાત છે ભાઈ. આહાહા !
છે? આ પ્રમાણે તફાવત દેખીને એ એનો અર્થ થયો, આ ત્રણ બોલ કહ્યા ને? એ પ્રમાણે બેનો તફાવત દેખીને “જ્યારે આ આત્મા, આત્મા ને આગ્નવોનો ભેદ જાણે છે,” એ અંતર થયું, ઓલું વિશેષ હતું, આત્મા જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પ્રભુ અને પુણ્ય-પાપના ભાવ અશુચિ, દુઃખ ને જડ, એ બે વચ્ચેનો અંતરમાં અંતર તફાવત જાણે છે ત્યારે બે માંથી ભેદ પાડી, આત્મા ને આસવોનો ભેદ જાણે, ભાઈ વાતું ઝીણી બહુ બાપુ. અનંતકાળમાં એણે આતમજ્ઞાન શું ચીજ છે, એનું એને જ્ઞાન કર્યું જ નથી. અનાદિથી, અનાદિનો ભગવાન આત્મા તો છે, એ કાંઈ નવો