________________
७४
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આવી વાતું છે, કહો પંડિતજી! અત્યારે તો આ ધમાલ હાલે છે જગતમાં. આહાહાહા ! હું ? (શ્રોતા – અનાદિથી હાલે છે) અનાદિથી છે, અનાદિથી. ભગવાન આત્મા તો અનાદિ છે. છે એની ઉત્પત્તિ હોય? છે એની આદિ હોય? છે અંદર આત્મા, એ તો છે એ અનાદિથી છે. છે તે વર્તમાનમાં છે, અને છે તે ભવિષ્યમાં પણ રહેવાનો છે, એ અનાદિ અનંત પ્રભુ આત્મા છે, પણ તેના ભાન વિના, જે એની ચીજમાં નથી, જે એના સ્વભાવમાં નથી, એવા પુણ્ય ને પાપના ભાવ એને પોતાના માની તેમાં મીઠાશ વેદી તેના દુઃખના દાડા કાઢે છે એ. એ ચાર ગતિમાં આ રીતે રખડે છે. આહાહાહા !
જ્યારે એને બે વચ્ચેનો આંતરો જણાય, બદામનું ફોતરું ઉપરનું જુદું અને બદામ જુદી એમ ભગવાન આત્મા બદામની જેમ આનંદ ને જ્ઞાનનો ગાંગડો મીઠાશનો પિંડ છે એ, એ સુખનો સાગર છે, કેમ બેસે? એ સુખના સાગરની મીઠાશનો પિંડ પ્રભુ, એ પુણ્ય-પાપના ભાવ શુભ-અશુભ એ ફોતરાં ઉપરની છાલ છે. એ છાલ છે ને મારી ચીજ ભિન્ન છે, એમ જ્યાં અંદર જ્ઞાન યથાર્થ ભેદજ્ઞાન એ પુણ્ય-પાપના ભાવથી મારી ચીજ જુદી એવું ભેદજ્ઞાન થતાં, તે પુણ્યપાપના ભાવ અભિપ્રાયથી મારા હતા એમ માન્યું હતું એ અભિપ્રાયથી એ મારાં છૂટી જાય છે, શ્રદ્ધામાં એ મારાં છે એ છૂટી જાય છે. આહાહા !
આવી વાતું હવે, આ તે જાણે શું હશે, આવો ક્યો ધર્મ? બાપુ! હેં! વીતરાગી સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ એનો આ હુકમ છે, જેને આત્મા સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ છે. જેમાં જ્ઞાન સ્વભાવ પૂર્ણ ભર્યો છે, એવું જેને ભાન થઈને દશામાં સર્વજ્ઞ દશા થઈ, “શ” સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ સ્વરૂપ છે, પ્રભુનો-આત્માનો, એને અંતરમાં એકાગ્ર થઈને જે દશામાં સર્વજ્ઞ થયા, ત્રણ કાળ ત્રણલોક જેણે જાણ્યાં, એવા સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આ આવ્યું. ઇચ્છા વિના વાણીનો ધ્વનિ ઓમ્ નીકળ્યો. એમાં આ આવ્યું કે પ્રભુ તું કોણ છો? અને તારામાં આ ઉપાધિના ભાવ શું છે આ? શરીર, વાણી ને મન એ તો જડ છે ભિન્ન છે, પણ અંદર જે હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, કામ ક્રોધ, માન, માયા, મોહ, લોભ એ વાસનાનો ભાવ અને દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, ભગવાનનું સ્મરણ આદિનો ભાવ એ બધો રાગ છે, વિકાર છે. અરેરે ! એ વિકાર ભાવથી તારી જાત, તારી નાત, તારું સ્વરૂપ ભિન્ન છે. આહાહાહા... એમ જેને અંદરમાં... આહાહા!
ઓલો કપડાનો દાખલો આવે છે ને? કે પોતાનું કપડું હતું, એ ધોબીને આપેલું પણ એ લેવા ગયો ત્યાં એ કપડું ન આવ્યું ને બીજાનું કપડું આવી ગયું. આ કોટ, બોટ આપે છે ને? પછી અંદરમાં નામ લખે છે પાછળમાં મુકે છે ને “એમ” કે એનું કે કંઈ નામ લખે છે, પોતાનું નામ એમ” કે જે જે નામ હોય એ આંહી પાછળ એમાં જ્યાં બીજાં આવી ગયું કપડું એમાં ઓઢીને સુતો એમાં ઓલો મૂળ કપડાવાળો આવ્યો કે એલા ભાઈ આ કપડું તો મારું છે તારું નથી જો. તારા કોટમાં તો ફલાણું નામ હશે. આ મારું નામ છે આમાં. આમ જોતાં હા આ કપડું મારું નહિ; એ કપડું મારું નહિ એમ જ્યાં નિર્ણય થયો ત્યાં કપડાનો ત્યાગ થઈ ગયો દ્રષ્ટિમાંથી. ભલે હજી ઓઢયું પડ્યું હોય. સમજાણું કાંઈ? પણ અભિપ્રાયમાંથી આ મારું નહિ, એમ છૂટી ગયું, ત્યાગ થઈ ગયો, પછી છોડીને પછી ભલે આપી દે. એમ ભગવાન આત્મા સચ્ચિદાનંદ, જ્ઞાનાનંદ,