________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪ અલૌકિક વાત છે બાપુ જિનેશ્વર મારગ તીર્થકર દેવોનો, વાડામાં તો સાંભળવા મળે એવું નથી બાપુ. વાડા બાંધી બેઠા રે પોતાનો પંથ કરવાને. આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એનો આ પંથ છે, એ તો અંદર વીતરાગી ધર્મ દશા, વીતરાગી ધર્મ દશા જેને ધર્મ કહીએ વીતરાગ ભાવને, એ દશાનું કારણ તો વીતરાગી ગુણથી ભરેલું દ્રવ્ય તે કારણ છે. એ કારણપરમાત્મા તે કાર્યનું કારણ છે. એ રાગની ક્રિયા લાખ, કરોડ, અબજ કરે તો એ કારણ છે અને અંદર ધર્મની પર્યાય કાર્ય છે, એવું વસ્તુના સ્વરૂપમાં નથી. કહો અજીતભાઈ !ન્યાં નૈરોબીમાં કાંઈ મળે એવું નથી ત્યાં તો ધૂળેય નથી, પૈસા છે ત્યાં. એ ભારમલભાઈ ! મીણો ચડી જાય એવું છે. આહાહા !
સ્વભાવ અણાકુળ આનંદ ને અણાકુળ વીતરાગ સ્વભાવથી ભરેલા અનંતા ગુણો એના તરફનો ઝુકાવ થઈ જાય, એ આ વસ્તુ છે. આહાહા...... સમજાય છે કાંઈ ? એને બહારના કોઈ કારણોની અપેક્ષા ગોતવી પડે, એ તો આવે છે ને? સોળમી ગાથામાં પ્રવચનસાર! એ તો એક જ ચારે કોરની શૈલી, દિગંબર સંતો ને આચાર્યોની કથનની શૈલી, ગમે ત્યાંથી મેળવવા જાય તો અવિરોધી ભાવ ઉભા થાય છે. આહાહાહા !
તો આ રીતે “આ પ્રમાણે વિશેષ દેખીને વિશેષ દેખીને, રાગાદિ દુઃખરૂપ છે, એનું કારણ આત્મા નથી. અને દુઃખનું એ કાર્ય નથી આત્મા. એમ બે'ની જુદાઈ દેખીને, અરેરે ! “બે'ની વિશેષતા દેખી તફાવત દેખીને, જ્યારે આ આત્મા, આત્મા અને આસ્રવોનો ભેદ જાણે છે, આ રીતે દેખીને આંતરો બેના સ્વભાવનો દેખીને, જ્યારે આ આત્મા, આત્મા ને આસવોનો ભેદ જાણે છે, અણાકુળ અણાસ્રવી પ્રભુ પરમાત્મ વીતરાગી મુર્તિ અને રાગ, રાગ ને આસ્રવ દુઃખ બે” નો ભેદ જાણે છે, “બે' ના ભાવ ને ભેદ જુદાં જાણે છે, ત્યારે તે આત્મા આસ્રવોથી, આસવોનો ભેદ જાણે તે જ વખતે ક્રોધ આદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે. આહાહા !
જ્યારે એ આત્મા આવા આસવના ભાવને ને સ્વભાવભાવને, “બે'ને જુદા જાણે છે, તફાવત જાણે છે તે વખતે આત્મા અને આસ્રવોનો ભેદ જાણે છે, તે જ વખતે ક્રોધાદિ આસવોથી નિવૃત્ત થાય છે. એટલે? ભગવાન આત્મા આનંદસ્વરૂપ એનાથી વિરુદ્ધ જે આસ્રવ તેનો જે પ્રેમ તેનું નામ ક્રોધ કહે છે. આહાહાહા !
મહાપ્રભુ બિરાજે છે, એનો અનાદર કરી અને રાગના પ્રેમમાં જાય છે, એને આત્મા પ્રત્યે ક્રોધ છે, તે વખતે ક્રોધાદિ આસવોથી નિવૃત્ત થાય છે. (શ્રોતા- એટલે?) એ શુભભાવની રુચિનો ભાવ એ ક્રોધ છે, એ જ્યારે બે નો તફાવત જાણે છે, ત્યારે તે ભાવથી નિવૃત્ત થાય છે. અને સ્વભાવ સન્મુખ જાય છે. આહાહા ! આવું છે.
બેનો તફાવત દેખીને, જ્યારે આ આત્મા ને આગ્નવોનો ભેદ, જુદાઈ તફાવત દેખીને પછી બે'ને વિશેષ અંતર હતું ને? ભાઈ, વિશેષ અંતર એટલે વિશેષ ને અંતરના બે ભાગ પાડ્યા, એટલે વિશેષમાં એમ કીધું કે જ્યારે આ પ્રમાણે વિશેષ દેખીને એ “વિશેષ' જ્યારે આ આત્મા ને આત્માનો ભેદ જાણે છે, એ “અંતર” વિશેષ અંતર આહાહાહા ! શું વાણી? મંત્રો છે એકલા. આહાહા!તે જ વખતે સ્વભાવથી વિરુદ્ધ એવા આસ્રવો એનો જે પ્રેમ હતો એ ક્રોધ હતો તેનાથી તે નિવૃત્ત થાય છે. આહાહા! હવે એની વિશેષ વાત કહેશે.
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)