________________
૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ વિકલ્પ ઊઠે, પંચમહાવ્રતનો વિકલ્પ એટલે રાગ ઊઠે એ દુઃખ છે આસ્રવ છે એનું આત્મા કા૨ણ નથી. શું કહે છે ? સાંખ્યું જાય એવું નથી સાધારણ માણસને બિચારાને જૈન ધર્મ શું છે એ સાંભળ્યો નથી. અજૈનને જૈનપણું માનીને જીંદગી ગાળે છે બધા. આહાહા!
આંહી ૫રમાત્મા જિનેશ્વરદેવે કહેલું એ કુંદકુંદાચાર્યના હજાર વર્ષ પહેલાંના અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત એની આ ટીકા છે. ગજબ છે શું કહ્યું આંહી ? દુઃખનું અકારણ જ છે. એટલે ? એ વ્રતના પરિણામ તીર્થંકર ગોત્ર બાંધવાના પરિણામ એ બધા આસ્રવ છે. અને તે દુઃખરૂપ છે તેનું અકા૨ણ, ભગવાન કારણ નથી આત્મા. આહાહાહા ! સમજાણું કાંઈ ? છે કે નહિ અંદર ? એની શું વાત પ્રભુ ક૨વી. જેની ગંભીરતાનો પાર નથી, એની એક એક કડી એક એક ગાથા. ગજબ વાત છે પ્રભુ ! આ શું કહે છે જુઓને, અમૃતચંદ્રાચાર્ય મહારાજ દિગંબર સંત એ કુંદકુંદાચાર્યની ગાથાની ટીકા કરે છે, કે આ ગાથામાં આમ ભર્યું છે. આહાહાહા !
એક ફેરી સમેતિશખરમાં આ બોલ ચાલ્યો'તો એક કલાક, સમેતશિખર ગયા'તા ને જાત્રા. આ બોલ એક કલાક ચાલ્યો'તો. અજાણ્યા માણસ બચારા સાંભળેલું ન હોય બસ આ જાત્રા કરવી ને ભક્તિ કરવી ને પૂજા કરવી એ ધર્મ, એમ માનીને પડયા હોય બિચારા, એમાં આંહી કહે કે એ પૂજા ને ભક્તિ ને મહાવ્રતનો ભાવ એ આસ્રવ છે, એ દુઃખ છે, એ દુઃખનું કા૨ણ આત્મા નથી, આત્મા તો અનાકુળ આનંદસ્વરૂપ છે, આનંદસ્વરૂપ એ દુઃખનું કા૨ણ કેમ થાય ? આહાહાહા ! ( શ્રોતાઃ- જ્ઞાનીને દુઃખ લાગે છે ) હૈં ? દુઃખની ખબર નથી એને દુઃખ શું ? આ તો એનું સ્વરૂપ જ આવું છે, જ્ઞાની જાણે ત્યારે એને એમ લાગે, ધર્મી જ્યારે જાણે છે ત્યારે રાગ તે આસ્રવ છે ને દુઃખ છે. એનું કારણ મારો પ્રભુ આત્મા એનું કારણ નથી. અધ્ધરની દશા વિકૃત ઉત્પન્ન થઈ છે. આ આમાં તો ઘણું સમાડી દીધું છે, અત્યારે આ કા૨ણ કાર્યના ઝઘડા હાલે છે ને ? વ્યવહા૨ કા૨ણ ને નિશ્ચય કાર્ય ને, વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય ને, એ બધાના ખુલાસા આમાં આવી જાય છે. આહાહા ! એક બોલમાં તો આખો ખુલાસો બધો છે. આહાહા ! આંહી કહે છે કે તું વ્યવહાર સાધન જેને કહે છે, એ તો રાગ ને આકુળતા ને દુઃખ છે. અ૨૨૨ ! એ દુઃખ કા૨ણ ને આત્માની નિર્મળ દશા કાર્ય. મોટા ઝઘડા ઊઠે છે. સોનગઢનું એકાંત છે એમ કહે છે. કહો પ્રભુ કહો ! અહીંયા તો આ એક જ લીટીમાં, તું અનંત ગુણનો પિંડ પ્રભુ સર્વજ્ઞ વીતરાગે જોયો, કેવળી જિનેશ્વર વીતરાગ, એ અનંતા ગુણો અનાકુળ સ્વરૂપ છે બધા ગુણો, જ્યારે એમ લઈએ કે સુખ છે આ, સુખ-સુખ તો દરેક ગુણમાં સુખનું રૂપ છે. એવો જે અનાકુળ સુખનો સાગર ભગવાન આત્મા એ રાગ જે દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ, એનું એ ભગવાન કા૨ણ નથી. આહાહાહા ! સાંભળવું કઠણ પડે છે. સાંભળ્યું ન હોય જૈનના ધર્મમાં આવીને, અમે સ્થાનકવાસી છીએ, અમે દેરાવાસી છીએ અમે જૈન છીએ, બાપુ એ જૈનપણું અલૌકિક વાત છે. જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન તો વસ્તુનું સ્વરૂપ છે એ કહ્યું'ને અણાકુળ સ્વરૂપ એ જિન સ્વરૂપ છે. આહાહા.....!
ભગવાન આત્મા અનંતા અનંતા ગુણો એ બધા વીતરાગ સ્વરૂપે ગુણો છે, તેથી ભગવાન આત્મા જિન સ્વરૂપે છે. એનો એક અસ્તિત્વ ગુણ, જીવતર ગુણ, ચિતિ, દેશિ, જ્ઞાન, સુખ, વીર્ય ગુણ દરેક ગુણ વીતરાગ સ્વભાવથી ભરેલો છે, અને તેથી તેને ‘જિન સો હિ આત્મા’