________________
ગાથા-૦૨
૬૭
કાર્ય જ્ઞાન આનંદનું છે એમ નથી. એ કોઈનું કાર્ય નથી એટલે કે કોઈ દેવ, ગુરુ ને શાસ્ત્રની કૃપાથી તે કાર્ય થાય આત્માનું એમ નથી, એના કારણે અહીં કાર્ય થાય એમ નથી, તેમ કોઈના કાર્યનું પોતે કા૨ણ છે એમ નથી. કોઈનું કાર્ય નથી–કોઈનું કાર્ય નથી, તેમજ કોઈનું કા૨ણ નથી. કેટલું સમાડયું છે? અકાર્યકા૨ણ નામનો ગુણ ૪૭ ( શક્તિ ) માં આવે છે ને ? અકાર્યકા૨ણ એમાં અકાર્યકા૨ણ નામનો ગુણ છે પ્રભુમાં તો એના જ્ઞાનગુણમાં પણ અકાર્યકા૨ણનું રૂપ છે, કે જેથી એ રાગનું કાર્ય નહીં, અને રાગનું જ્ઞાન પર્યાય કાર્ય નહીં, રાગનું કા૨ણ કાર્ય નહીં ને રાગનું કાર્ય પોતે રાગનું કારણ નહિ. આહાહાહા ! ઝીણી વાત છે ભાઈ વીતરાગ છે આ તો
મારગ. આહાહાહા!
જેના ઇન્દ્રો એકાવતારી, દેવો જેની પાસે, ગલુંડિયાની જેમ સાંભળવા બેસે એ ચીજ કેવી હોય બાપુ. બત્રીસ લાખ વૈમાનનો લાડો ઇન્દ્ર શકેન્દ્ર, એકાવતારી એકભવે મોક્ષ જનાર છે, ત્યાંથી નીકળી મનુષ્ય થઈને મોક્ષ જના૨ છે. ભગવાનની વાણી સાંભળે જ્યારે સમોશરણમાં, એ વાણી કેવી હોય ? આ વાણી એ છે. આહાહા ! ભગવાનના શ્રીમુખે નીકળેલી છે વાણી, એ સંતો જગતને જાહેર કરે છે. પ્રભુ તું કોણ છો ? તું અનંતા અનંતા પવિત્ર ગુણનો પિંડ છો, તારો કોઈ ગુણ રાગને કરે એવો તારો કોઈ ગુણ, નથી તેમ કોઈ ગુણ, રાગનું કા૨ણ થાય એમ નથી. રાગનું કાર્ય થાય એ તો નહિ પણ રાગનું કા૨ણ થાય એવો ગુણ જ નથી. દુઃખનું અકા૨ણ જ છે. પ્રભુ તો આસ્રવના દુઃખનું અકારણ છે. આહાહાહાહા ! આવું છે.
શુભ-અશુભ ભાવ થાય જીવની પર્યાયમાં કંઈ જડમાં થતો નથી, છતાં એ વસ્તુ ભગવાન આત્મા એ પુણ્ય-પાપના આસ્રવનું કારણ નથી. છે ? દુઃખનું અકા૨ણ જ છે, દુઃખ એટલે આસ્રવ. અરેરે ! મારગ વીતરાગનો કંઈક કંઈક કરી નાખ્યો લોકોએ, મારગ શું છે એને સાંભળવા મળે નહિ, એ કે દિ' સમજે ને કે દિ' જાય. આહાહા!
આંહી કહે છે, એ શુભ ને અશુભ ભાવ એનું ભગવાન કા૨ણ નથી, અકા૨ણ છે. સમજાય છે ? એ આત્માની પર્યાયમાં થતાં દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ દુઃખ છે, એ દુઃખનું ભગવાન અકા૨ણ છે આત્મા. અરેરે ! આવી વાતું, અરેરેરે ! છે ? આહાહા !
પર્યાયમાં જે કાંઈ શુભ-અશુભ ભાવ થાય એ દુઃખરૂપ છે, ચાહે તો તીર્થંકગોત્ર બંધાય જે ભાવે એ ભાવ દુઃખરૂપ છે, રાગ છે, આકુળતા છે. પ્રભુ તો એમ કહે છે એનું પણ કા૨ણ આત્મા નથી કહે છે. જે ભાવે તીર્થંકગોત્ર બંધાય એ ભાવનું કારણ આત્મા નથી. અરેરેરે! આહાહા.....! સમજાય છે કાંઈ ? આવો મારગ છે. સર્વજ્ઞ વીતરાગ જિનેશ્વ૨ એમ ફરમાવે છે, તે સંતો દિગંબર સંતો જગતને જાહેર કરે છે. આહાહાહા ! કે જે ભાવે વ્રત થાય વ્રત, અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય એવા પાંચ મહાવ્રત એ વિકલ્પ છે, એ રાગ છે, એ આસ્રવ છે, એ દુઃખ છે અ૨૨૨ ! આ વાત. એ આ વ્રતના પરિણામ એ આસ્રવ દુઃખ છે, તેનું આત્મા કા૨ણ નથી. છે કે નહિ અંદર ? વસ્તુ ક્યાં બિચારા લોકોને બિચારાને કાંઈ ખબર ન મળે, શું ચીજ છે? સાંભળવામાં મળે નહિ. આહાહા !
આંઠી પ૨માત્મા, કુંદકુંદાચાર્ય ભગવાન પાસે ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા. શાસ્ત્ર બનાવ્યું એમાં આ વાત આવી છે, કે અહીંયા જે વ્રતનો