________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪ વીતરાગ સ્વભાવે છે. એ વીતરાગ સ્વભાવી ગુણ, એનો ધરનાર ભગવાન વીતરાગી આત્મા, એ વીતરાગી પર્યાયનું કારણ દ્રવ્ય છે, પણ એ રાગનું કારણ નથી, તેમ રાગનું, એ વીતરાગી ધર્મની પર્યાય રાગનું કાર્ય નથી. આહાહાહા ! નવરાશ ન મળે દુનિયામાં ખેંચી ગયા. અરેરે ! એને જનમ મરણના અંતના આરા આ સ્થિતિ વિના આવે એવું નથી પ્રભુ. આહા!
અનંત અનંત સંખ્યાનો પાર નથી એટલા એટલા ગુણો આત્મામાં, આંહી તો વિચાર એ આવ્યો'તો વીતરાગ થયા એ વીતરાગી સ્વભાવ બધા થયા એમાંથી થયા છે. એ બધા અનંત અનંત ગુણો વીતરાગ સ્વભાવે છે. એવો જે વીતરાગ સ્વભાવ અણાકુળ આનંદ સ્વભાવ એવો જે ભગવાન આત્મા, એ રાગ જે આકુળતા છે તેનું એ કારણ નથી. (રાગ) અધ્ધરથી ઉત્પન્ન થાય છે, પર્યાયબુદ્ધિથી. એ તો કહ્યું'તું ને એકવાર, કે જે વિકાર થાય છે, એવો અનંતા અનંતા ગુણમાંયલો કોઈ એવો ગુણ નથી કે જે વિકારનું કારણ થાય. એમ પુદ્ગલમાં પણ અનંતા પરમાણુંઓમાં એવો કોઈ ગુણ નથી કે કર્મની વિકારી અવસ્થાપણે થાય. કર્મની અવસ્થાપણે થાય એવો કોઈ પરમાણુંમાં ગુણ નથી. પણ એ પર્યાયમાં જ વિકૃત અવસ્થા થાય એવો એનો ભાવ છે. આહાહા!
એમ ભગવાન આત્મા અનંતા અનંતા ગુણનો પ્રભુ, એવો કોઈ ગુણ નથી કે વ્રતના પરિણામનું કારણ થાય. વ્રત એટલે આસવ. એનો કોઈ અનંતા અનંતાનું માપ નથી, જેમ અલોકનો અંત નથી, કે ક્યાં અલોક પુરો થયો? ચારે બાજુ અલોક, લોક તો પુરો થયો અસંખ્ય જોજનમાં પછી અલોક ક્યાં પુરો થયો? એનો જ્યાં અંત નથી, એમ ભગવાનના અનંત ગુણોમાં છેલ્લો અનંત આ અનંતા અનંતમાંથી છેલ્લો અનંત આ, અંત નથી. એવા અનંત ગુણો માંયલો, એક કોઈ પણ ગુણ એવો નથી કે રાગને કરે. અજ્ઞાની નિમિત્તને વશ થઈને પર્યાયમાં વિકારને કરે છે. એ વિકારની દશાનું કારણ આત્મદ્રવ્ય નહિ એમ કહે છે. આવો વીતરાગ માર્ગ છે. આહાહા !
લોકો ક્યાંક ને ક્યાંક ભરાઈ પડે છે. એ રાગનું કારણ તો નથી, પણ એના અનંતા ગુણો જે નિર્મળ છે એનું કાર્ય તો નિર્મળ છે, એ રાગનું કાર્ય નથી. સમજાણું કાંઈ ? જેમ એ રાગનું કારણ નથી, તેમ રાગનું એ કાર્ય નથી. આહાહાહા ! શું વાત કરે છે.
પર્યાયબુદ્ધિમાં નિમિત્ત આધીન થઈને, અધ્ધરથી વિકૃત અવસ્થા ઊભી કરે છે એ. એ અવસ્થાનું કારણ એ દ્રવ્ય સ્વભાવ નથી. છે? ભગવાન આત્મા ભગવાન તરીકે તો બોલાવ્યો છે. પામરને પ્રભુ તરીકે પોકાર્યો છે. પર્યાયમાં પામર પણ વસ્તુમાં પ્રભુ છે પ્રભુ. આહાહા! એવો જે ભગવાન આત્મા, ત્રણ ઠેકાણે આવ્યું, ભગવાન, ભગવાન, ભગવાન, સદાય નિરાકુળ, ત્રણેય કાળ, જેમ આદિ ને અંત વિનાનું તત્ત્વ છે, એમ આદિ ને અંત વિનાનો એનો નિરાકુળ સ્વભાવ છે. અને વસ્તુ પોતે અનાદિ અનંત છે એમ એનો અનાકુળ ગુણ પણ અનાદિ અનંત છે. એવા સદાય, સદાય છે ને? નિરાકુળતા સ્વભાવને લીધે, આહાહાહા !
શું આચાર્યોએ દિગંબર સંતોએ કામ કર્યા જગતના. કેવળજ્ઞાનના કેડાય તો કેવળીની વાત આમ મુકી દીધી સાદા શબ્દોમાં મુકી છે. એ વખતની એની દશા આનંદમાં રમતા, આ વિકલ્પ આવ્યો તો કહે છે કે એ વિકલ્પનું કારણ અમે નથી, તેમ વિકલ્પના કારણે અમારું આ