________________
૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આનંદ પર્યાય કાર્ય એમ નથી. આવી વાતું છે. સમજાણું કાંઈ ? આવું એને ભેદજ્ઞાન કરવું પડશે. આહાહા!
એ ભગવાન આત્મા અણાકુળ આનંદ સ્વભાવને લીધે તે કોઈનું કાર્ય નથી. એ દ્રવ્યગુણ કાર્ય નથી, પણ તેની પર્યાય પણ કોઈનું કાર્ય નથી. કેમ કે એ ભગવાન આત્મા આનંદ સ્વરૂપ એનો જ્યાં દૃષ્ટિમાં સ્વીકાર થતાં આનંદની પર્યાયરૂપે થાય એ કાર્ય, આનંદરૂપી આત્મા એનું એ કાર્ય છે. એ આનંદની ધર્મની સમ્યગ્દર્શન જ્ઞાનની પર્યાય, એ રાગનું કાર્ય નથી. રાગ છે એ આકુળતા છે, ત્યારે પ્રભુ આત્મા છે એ અનાકુળતા છે એના લક્ષણો જ તદ્દન જુદા છે. તેથી જે કાંઈ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, નામ સ્મરણ, પંચ પરમેષ્ઠીનું સ્મરણ આદિ જે ભાવ એ બધો રાગ ને આકુળતાનું કારણ છે. આહાહા!
ત્યારે ભગવાન આત્મા અણાકુળ આનંદ સ્વરૂપ હોવાને લીધે, એ રાગની મંદતાનું એ કાર્ય નથી, એની ધર્મ પર્યાય, દ્રવ્યગુણ તો નથી પણ એની ધર્મ પર્યાય આનંદની એ રાગનો વ્યવહાર રાગ કષાય મંદ એ કા૨ણ અને આનંદની પર્યાય કાર્ય એમ નથી. આહા ! આવી વાતું. તેમ કોઈનું કારણ નહિ. ભગવાન આત્મા અણાકુળ આનંદ સ્વરૂપ એની દ્રષ્ટિ કરવાથી એ આનંદની પર્યાયનું કા૨ણ છે, પણ એ રાગનું કા૨ણ નથી. આનંદની પર્યાયના કાર્યનું દ્રવ્ય કા૨ણ છે. એટલે ? સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાય, એનું કા૨ણ દ્રવ્ય વસ્તુ, કા૨ણપ૨માત્મા પોતે કા૨ણ છે, પણ એનું કા૨ણ રાગ ને પર્યાયની મંદતા એ એનું કારણ નથી. તેમ એ આનંદનો પર્યાય આત્મા અણાકુળ આનંદ સ્વરૂપ એવું જ્યાં ભાન થયું તો એની પર્યાય આનંદની, એ રાગનું કારણ નથી. જેમ એ રાગ આકુળતા એ આનંદની પર્યાયનું કારણ નથી, તેમ આનંદની પર્યાય રાગનું કારણ નથી. આહાહાહાહા ! આવી વાત છે.
અનંત અનંત ગુણો છે પ્રભુમાં એ અનંત ગુણમાં એક એક ગુણનું અનંતનું રૂપ છે. એમાં રાગનું રૂપ નથી. ભગવાન આત્મા અનંત ગુણ સ્વરૂપ પ્રભુ, એ પોતે પોતાના એક–એક ગુણમાં, અનંત અનંત ગુણ એમાં એનું રૂપ છે, પણ એમાં રાગનું રૂપ નથી. આહાહા ! હૈં ? ભગવાન આત્મા એક સમયમાં અનંત અનંત ગુણનો સાગર પ્રભુ, એ અનંતા ગુણ છે, એટલી સંખ્યાએ અનંતા અનંતા અનંતા અનંતા અનંતા અનંતા અનંતાનો પાર નહિ એ બધા ગુણો, એના એક એક ગુણમાં એનું રૂપ છે, જેમકે આત્મામાં જ્ઞાનગુણ છે અને એક અસ્તિત્વ ગુણ છે તો અસ્તિત્વગુણ જ્ઞાનગુણમાં નથી. એક ગુણ બીજા ગુણમાં નથી, પણ એક ગુણનું રૂપ એમાં છે એટલે જ્ઞાનગુણ અસ્તિત્વપણે છે, એ અસ્તિત્વનું રૂપ છે. આહાહા ! આવી વાતું છે. પણ એમાં કોઈ રાગ, વ્યવહા૨, દયા, દાન, વ્રત, આદિ એનો રાગ એ એનો ગુણ નથી. તેથી એનું રૂપ એના કોઈ ગુણમાં નથી, તેથી તે રાગનું કારણ નથી, તેમ રાગનું એ કાર્ય નથી. અરે આવો ભગવાન આત્મા અંદર બિરાજે છે. પહેલું કહ્યું હતું, બહુ વિચાર કર્યા ઘણાં પણ સર્વદર્શી ને સર્વજ્ઞશક્તિ એનું અનંતા ગુણમાં રૂપ છે. કઈ રીતે ? અગમ્ય વાત થઈ પડે છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? અનંત ભગવાનના અનંતા ગુણો સ્વભાવ, ધર્મ એ એક એક ગુણમાં અનંતા ગુણનું રૂપ છે, હવે એમાં અસ્તિત્વ ગુણમાં સર્વદર્શી ને સર્વજ્ઞનું રૂપ, કોઈ અજબ પ્યાલા છે. આહાહા ! ભગવાન આત્મા એનામાં જ્ઞાન ગુણ છે, પણ એમાં અસ્તિત્વ ગુણ જે છે એ એમાં નથી, છતાં