________________
ગાથા-૦૨
૬૩
કરો. જાત્રા કરો ને અરે ભાઈ બાપુ એ તો બધી રાગની ક્રિયા. એને આત્મજ્ઞાન થાય ને આત્મજ્ઞાન થતાં તેને સમ્યગ્દર્શન થાય સમ્યગ્દર્શન થતાં તેને મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો જે બંધ છે એ બંધ અટકી જાય એટલો બંધ એને થાય નહીં, એટલે નિરાળો એકલો થઈ જાય. વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૫૦ ગાથા-૭૨
તા. ૩૦/૧૧/૭૮ ગુરુવાર કારતક વદ-ગા
સમયસાર ગાથા ૭૨. બે બોલ ચાલ્યા છે.
શું બે ચાલ્યા ? કે જેમ આત્મામાં (પાણીમાં ) શેવાળ છે, એ મળ છે, એ મેલ છે, એમ પુણ્ય-પાપના ભાવ જે આસ્રવ છે, એ મળ છે મેલપણે અનુભવાય છે. આ ભગવાન આત્મા નિર્મળાનંદ પ્રભુ, શુદ્ધ આનંદઘન છે, એ આસ્રવથી ભિન્ન છે. ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ હો, એ ભાવ આસ્રવ છે, એ અશુચિ છે, એ અપવિત્ર છે, મળ અને મેલપણે અનુભવાય છે. ભગવાન આત્મા, સદા અતિ નિર્મળ છે. એ આસ્રવ તત્ત્વથી ભિન્ન, સદાય અતિ નિર્મળાનંદ પ્રભુ, ચૈતન્યમાત્ર સ્વભાવથી જ્ઞાયક છે. એમાં આસ્રવ છે નહિ એ આસ્રવથી ભિન્ન છે, એક બોલ થયો.
બીજો બોલ : એ આસ્રવ જે છે શુભ-અશુભ ભાવ એ જડ છે, કેમ કે એ પોતે પોતાને જાણતાં નથી, અને બીજા દ્વારા જણાય છે માટે તે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ એને અહીંયા જડ કહ્યાં છે. ભગવાન આત્મા વિજ્ઞાનઘન છે. વિજ્ઞાનઘન સ્વભાવ હોવાથી પોતે ચેતક છે, પોતાને જાણે અને રાગને પણ એ જાણે, આસ્રવનો જે રાગ છે એ ન જાણે પોતાને ન જાણે ૫૨ને, ૫૨વડે જણાય માટે જડ છે. આહાહાહા ! બે બોલ તો થઈ ગયા છે કાલ.
હવે ત્રીજો બોલ : “ આસ્રવો” ભગવાન આત્મા તો આનંદ સ્વરૂપ છે એમાં જે આ પુણ્યપાપનાં ભાવ એ આકુળતાના ઉપજાવનારા છે. એ શુભ ને અશુભ ભાવ આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કા૨ણ છે. એ શુભ-અશુભ ભાવ હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, વાસનાનો ભાવ કે દયા, દાન, પૂજા, ભક્તિનો ભાવ, એ આકુળતાના ઉપજાવનાર છે, તેથી એ દુઃખના કા૨ણ છે, એ દુઃખના કારણો છે. આહાહા ! અને ભગવાન આત્મા, ત્રીજો બોલ છે. ભગવાન આત્મા એમ કરીને બોલાવ્યો છે પ્રભુને. ભગ નામ આનંદ ને જ્ઞાન આદિ લક્ષ્મીનો વાન એનું રૂપ છે. એવો જે આ ભગવાન આત્મા, દ્રવ્યસ્વરૂપ છે. આહાહા !
ભગવાન આત્મા તો “સદાય નિરાકુળતા સ્વભાવને લીધે” એનો સ્વભાવ તો સદાય નિરાકુળ સ્વભાવ, અતીન્દ્રિય આનંદ સ્વભાવ, આવા કા૨ણે એને લીધે એમ છે ને ? સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ કોઈનું કા૨ણ નહિ હોવાથી દુઃખનું અકા૨ણ છે. એ શુભ ને અશુભ ભાવ, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ દુઃખરૂપ છે કહે છે, આકુળતાનું ઉપજાવનાર છે. ત્યારે ભગવાન આત્મા નિરાકુળતા સ્વભાવને લીધે, આનંદના સ્વભાવને લીધે, કોઈનું કાર્ય નથી. એટલે ? કે એના દ્રવ્યગુણ ને પર્યાય, દ્રવ્ય આનંદ, ગુણ આનંદ ને પર્યાય આનંદ, એના આનંદની પર્યાય કોઈનું કાર્ય નથી, એટલે કે વ્યવહા૨ રત્નત્રયનો રાગ એ કા૨ણ અને આત્માની