________________
ગાથા-૭૨
૬૧ અતિ નિર્મળાનંદ છે. અરેરેરે ! કેમ બેસે? આહાહા ! (શ્રોતા- વિચાર કરે તો બેસે) ઓહોહોહો ! આ તો બેસે શું? બેસારીને વયા ગયા અનંતા મોક્ષે ગયા. આહાહાહા ! ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ, ત્રિકાળ નિર્મળાનંદ પ્રભુ અંદર બિરાજે છે, જેમ સ્ફટિક નિર્મળ હોય.
જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે
તે જિનવરે રે ધર્મ પ્રકાશ્યો, પ્રબળ કષાય અભાવ રે” કેમ કે ભગવાન અતિ નિર્મળાનંદ પ્રભુ છે, એની જેને શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા થઈ એને ધર્મ ભગવાને કીધો. બાકી દયા દાન વ્રત આદિના પરિણામ છે, એ અધર્મ છે. અરરર! આ સાંભળ્યા જાય નહિ, શું કરે? અનંતકાળથી રખડે છે. એ ૮૪ના અવતાર કરી કરીને, આહાહા.... આ ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ, ચૈતન્યમાત્ર સ્વભાવપણે, એ તો ચૈતન્યમાત્ર, જાણવું દેખવું સ્વભાવ, જાણવું જાણવું જ્ઞાતાદા સ્વભાવ એવા માત્ર, માત્ર નામ જ્ઞાતાદ્રષ્ટાપણું જ એનું સ્વરૂપ છે બધું. જેમ સ્ફટિક નિર્મળ છે એમ આ ભગવાન આત્મા સદા અતિ નિર્મળાનંદ ચૈતન્યમાત્ર વસ્તુ છે. આહાહા !
પોતે પોતાને જાણે નહિ અને પરને જાણવાની ડહાપણની વાતું કરીને મરી ગયો, ભગવાન આત્મા તો, ભાષા જોયું? આચાર્ય તો “ભગવાન આત્મા” એમ બોલાવે છે, તારો આત્મા એ ભગવાન આત્મા છે. આહાહા...... ભાઈ, સદાય તું નિર્મળ, અતિ નિર્મળ એકલો નિર્મળ નહિ, અતિ નિર્મળાનંદ પ્રભુ, શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ આત્મા, અત્યારે હોં, ત્રણેય કાળે. અતિ નિર્મળ ચૈતન્યમાત્રસ્વભાવપણે જ્ઞાયક હોવાથી, એ તો જાણનાર દેખનાર છે પ્રભુ તો. એમાં રાગ ને પુષ્ય ને પાપ એ વસ્તુમાં છે જ નહિ. એ તો મલિનપણે દશામાં આવ્યા એને તું પોતાના માન, મરી જઈશ ૮૪ ના અવતારમાં રખડી મરીશ. આહાહા !
જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ છે, અત્યંત શુચિ જ છે,” ઓલા પુણ્ય ને પાપના ભાવ અત્યંત અશુચિ, આવ્યું છે ને? આ અત્યંત શુચિ છે એમ લેવું. સમજાણું કાંઈ? “નિર્મળ છે' ભગવાન તો અંદર નિર્મળ છે” પવિત્ર જ છે' ઉજ્જવળ જ છે' એને અંદરમાં રાગથી ભિન્ન પાડીને આનો અનુભવ કરવો, એનું નામ સમ્યગ્દર્શન, જ્ઞાન ને ધર્મ છે બાકી બધા થોથાં છે. આહાહા ! એ રાગના પરિણામ જે છે એ અશુચિ, આસવ, મેલ એનાથી અતિ નિર્મળાનંદ પ્રભુ આમ એનો અંદર આશ્રય લઈને નિર્મળનો અનુભવ કરવો એને અહીંયા જૈન ધર્મ ને મોક્ષનો માર્ગ કહે છે. એને સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર એને કહે છે. આહાહાહા !
આ બહુ ફેર પણ, વાતે વાતે ફેર, ઓલા માણસ કહે છે ને? “આણંદા કહે પરમાનંદા, માણસે માણસે ફેર, એક લાખે તો ન મળે ને એક ત્રાંબિયાના તેર” એમ ભગવાન ને જગતની વાણીને વાતે વાતે ફેર છે. અરેરે ! આ તો અતિ નિર્મળ, અત્યંત શુચિ છે, આ બે બોલ લીધા. એટલે શું? કે રાગ છે એ દુઃખ છે મેલ છે અશુચિ, આ પ્રભુ અંદર શુચિ છે એમ જેણે ભેદજ્ઞાન કર્યું એને સમ્યજ્ઞાન થયું એ સમ્યજ્ઞાનથી એને બંધ કર્મનું બંધન અટકી જાય એમ એક બોલ કહ્યો.
બીજો:- આગ્નવોને, એ પુણ્ય ને પાપના ભાવ જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, વૈયાવચ્ચ. ભગવાન સ્મરણ સ્તુતિ એ ભાવ આસ્રવ છે, “એ આગ્નવોને જડસ્વભાવપણું હોવાથી, શાંતિથી